દુષ્કર્મના આરોપી અશોક જૈનના આજે રીમાન્ડ પુરા થશે - Sandesh
  • Home
  • Newspaper
  • દુષ્કર્મના આરોપી અશોક જૈનના આજે રીમાન્ડ પુરા થશે

દુષ્કર્મના આરોપી અશોક જૈનના આજે રીમાન્ડ પુરા થશે

 | 3:54 am IST

 

વડોદરા ઃ શહેરના હાઈપ્રોફાઈલ રેપકેસમાં મુખ્ય આરોપી તરીકે ગિરફતાર કરવામાં આવેલાં ચાર્ટડ એકાઉન્ટન્ટ અશોક જૈનના આવતીકાલે શનિવારે રીમાન્ડ પુરા થઈ રહયા છે. આરોપી જૈનને આવતીકાલે બપોરે કોર્ટમાં રજુ કરાશે. જ્યારે આ કેસમાં જ ધરપકડ કરાયેલા સાગરીત કાનજી મોકરીયાની જામીન અરજીનો ચુકાદો આવતીકાલે જાહેર થવાની શકયતા જોવાઈ રહી છે.  

ખાનગી યુનિવર્સિટીમાં કાયદાનો અભ્યાસ કરતી ૨૪ વર્ષીય વિદ્યાર્થિની સાથે દુષ્કર્મ ગુજારવાના કેસમાં સીએ અશોક જૈન હાલમાં પોલીસ કસ્ટડી રીમાન્ડ ઉપર છે. ક્રાઈમ બ્રાન્ચની એક ટીમ આરોપીને લઈને પાલીતાણા ગઈ હતી જે ટીમ આવતીકાલે વહેલી સવાર સુધીમાં વડોદરા ખાતે આવી પહોંચશે. અશોક જૈનના પોલીસ કસ્ટડી રીમાન્ડ આવતીકાલે શનિવારે પુરા થઈ રહયા છે. જેઓને બપોરે કોર્ટમાં રજુ કરવામાં આવશે. બીજી તરફ આરોપી રાજુ ભટ્ટને ભગાડવા માટે મદદગારી કરનાર હાર્મની હોટલના માલીક કાનજી મોકરીયા સેન્ટ્રલ જેલમાં છે.

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો

;