દેડિયાપાડાના બે ગામોમાં કોવિડ -૧૯માં વિવિધ કામગીરી કરાઇ - Sandesh
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Newspaper
  • દેડિયાપાડાના બે ગામોમાં કોવિડ -૧૯માં વિવિધ કામગીરી કરાઇ

દેડિયાપાડાના બે ગામોમાં કોવિડ -૧૯માં વિવિધ કામગીરી કરાઇ

 | 2:45 am IST

પાટડીની આંગણવાડીમાં સાબુ બેન્કનું ઉદઘાટન

। દેડિયાપાડા ।

દેડિયાપાડા તાલુકામા આગાખાન ગામ સમર્થન કાર્યક્રમ ( ભારત) -નેત્રંગ દ્વારા છેલ્લા એક વર્ષથી દેડિયાપાડા વિસ્તારના ર ગામોમાં કોવીડ-૧૯ અંતર્ગત જાતજાતની કામગીરી કરવામાં આવી છે. જેમાં આરોગ્યના કર્મચારી, આશાવર્કર, આંગણવાડીવર્કર,આંગણવાડીમદદનીશની મદદ મેળવીને હાલ સુધીમાં ૨૮ ગામોમાં ૫૦૦ થી વધારે અતિગરીબ પરીવારી જે તે ગામની આંગણવાડી પ્રાથમીક શાળાઓમાં કોવીડ-૧૯ સામે સલામતીના ભાગરૃપે વિના મુલૌ ૨૧૦૦ થી વધારે સાબુનું વિતરણ કરવામાં આવેલ છે.

તાજેતરમાં દેડિયાપાડા તાલુકાના પાટડી ગામમાં ઉપર મુજબની કામગીરીના ભાગરૃપે આંગણવાડીમાં સાબુ બેન્કનું ઉદઘાટન કાર્યક્રમ રાખવામા આવ્યો હતો.

જેમાં કુમારી દિવ્યાબેન વસાવા સીએચઓ ગીતાબેન એએનએમ, ગુણવંતીબેન વસાવા-આશાવર્કર જસોદાબેન વસાવા આશાવર્કર સરીતાબેન આંગણવાડીવર્કરે તથા આગા ખાન ગામ સમર્થન કાર્યક્રમ (ભારત)- દેડિયાપાડાના પ્રતિનિધિ મેરામભાઇ ડાંગર અને સંસ્થામાં કામગીરી કરતાં સ્થાનિક કાર્યકરો પ્રિયંકાબેન વસાવા અને જસ્ટીનભાઈ રજવાડી દ્વારા કાર્યક્રમની વ્યવસ્થા અને સંચાલન કરવામાં આવ્યું હતું.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન

;