દ્વારકા ડેપ્યુટી કલેક્ટર ૩ લાખની ને સુત્રાપાડા TDO ૫ હજારની લાંચ લેતા રંગે હાથ ઝડપાયા - Sandesh
  • Home
  • Newspaper
  • દ્વારકા ડેપ્યુટી કલેક્ટર ૩ લાખની ને સુત્રાપાડા TDO ૫ હજારની લાંચ લેતા રંગે હાથ ઝડપાયા

દ્વારકા ડેપ્યુટી કલેક્ટર ૩ લાખની ને સુત્રાપાડા TDO ૫ હજારની લાંચ લેતા રંગે હાથ ઝડપાયા

 | 5:37 am IST
  • Share

  • દેવભૂમિના પ્રાંત અધિકારીએ પાક રક્ષણના પરવાના માટે અને સુત્રાપાડાના ટીડીઓએ રસ્તા ઉપર પેવર બ્લોકના કામ માટે લાંચ માંગેલી

। રાજકોટ (પ્રતિનિધિઓ દ્વારા) । દશેરા પૂર્વે ભ્રષ્ટાચારનો રાવણ સરકારી તંત્રમાં કેટલી હદે છવાયેલો છે તેની પ્રતિતિ કરાવતા બે કિસ્સામાં બે અધિકારી લાંચ લેતા ઝડપાયા છે. આ પગલાં આમ તો હિમશીલાની ટોચ જેવા છે કારણ કે, ભ્રષ્ટાચાર ઉપરથી નીચે સુધી વ્યાપેલો છે જેને દૂર કરવા આવા શ્રોણીબધ્ધ પગલાં જરૂરી છે. દેવભુમી દ્વારકામાં ગાંધીનગર એસીબીએ છટકું ગોઠવી પાક રક્ષણ માટે હથીયાર પરવાનો લેવા ગયેલા ત્રણ મિત્રો પાસેથી એક-એક એમ ત્રણ લાખની લાંચ લેનાર ડેપ્યુટી કલેકટરને ઝડપી લેતા ભારે ચકચાર મચી જવા પામી છે એસીબી તપાસ અર્થે રિમાન્ડ મેળવવા આરોપીને આજે કોર્ટમાં રજુ કરશે.
દેવભૂમિ દ્વારકા જીલ્લાના ત્રણ મિત્રોએ પાક રક્ષણ માટે હથિયાર પરવાનો મેળવવા પ્રાંત કચેરીનો સંપર્ક કર્યો હતો જ્યાં ફ્રજ ઉપર હાજર ક્લાસ વન અધિકારી ડેપ્યુટી કલેકટર નિહાર દુધારભાઈ ભેટારીયા દ્વારા એક પરવાના દીઠ એક લાખ એમ ત્રણ પરવાનાના ૩ લાખ રૂપિયાની લાંચ માંગી હતી
પરંતુ ત્રણેય મિત્રો લાંચ આપવા માંગતા ન હોવાથી એન્ટી કરપ્શન બ્યુરોમાં ફ્રિયાદ કરતા ગાંધીનગર એસીબીનો સ્ટાફ્ બપોરે પ્રાંત કચેરીએ પહોચી ગયો હતો અને છુપા વેશમાં ટ્રેપ ગોઠવી હતી હથિયાર પરવાનો મેળવવા ત્રણેય મિત્રો સાથે નક્કી કર્યા મુજબ ત્રણ લાખ લાંચ આપતાની સાથે જ એસીબીની ટીમ પહોચી ગઈ હતી અને લાંચ લેતા નિહાર ભેટારીયાને રંગેહાથ ઝડપી લીધો હતો એસીબીની ટ્રેપ થઇ હોવાની વાત વાયુવેગે પ્રસરી જતા સરકારી કચેરીના અધિકારી આલમમાં ભારે ખળભળાટ મચી ગયો હતો એસીબીની ટીમે ગુનો નોંધી ધરપકડ કરી આરોપીને પોલીસ સ્ટેશને લઇ જવાયા હતા તપાસ અર્થે આજે કોર્ટમાં રજુ કરવામાં આવશે અત્રે ઉલ્લેખનીય છે કે પ્રાંત અધિકારીની ખુરસી શ્રાાપિત હોય તેમ અગાઉ પણ એક પ્રાંત અધિકારી લાંચ લેતા પકડાઈ ગયા હતા.
સુત્રાપાડા તાલુકા વિકાસ અધિકારીને આજે ગીર-સોમનાથ લાંચ-રૂશ્વત વિરોધી બ્યુરોના અધિકારીઓએ રૂ.૫ હજારની લાંચ લેતા ઝડપી લેવામા આવેલ છે અને આગળની તપાસ હાથ ધરી છે.એક કોન્ટ્રાકટર દ્વારા રોડ પર પેવર બ્લોક નાખવાનું કામ કરેલ હતું અને તેના નાણા મેળવવા માટે તાલુકા વિકાસ અધિકારી દ્વારા લાંચ માંગવામા આવી હતી.
સુત્રાપાડા તાલુકાના લોઢવા ગ્રામ પંચાયતના એક રસ્તામાં પેવર બ્લોકનું કામ કરવા માટે ટેન્ડર પ્રકિયા હાથ ધરવામા આવી હતી અને આ કામ પીપળવા ગામની એક મંડળીના સંચાલક વાંઝા ભગવાનભાઈ વાસાભાઈએ રૂ.૫.૧૦ લાખમાં રાખેલ હતું.આ કામ પૂર્ણ થતા સંચાલકના બીલ માટે સુત્રાપાડા તાલુકા પંચાયત દ્વારા આ કામનું માપ અને કવોલીટી ચેક કરી બીલ પણ લખાઈ ગયું હતું.બીલની ઉઘરાણી તાલુકા અધિકારી અમૃતલાલ પરમાર પાસે કરેલ હતી ત્યારે આ બીલ પાસ કરાવવા તાલુકા વિકાસ અધિકારીએ રૂ.૫૦ હજારના માંગણી કરી હતી.જે રકમ કોન્ટ્રાકટરને આપવી ન હતી અને તેથી લાંચ-રૂશ્વત વિરોધી બ્યુરોનો સંપર્ક કરી ફરિયાદ આપવામા આવી હતી અને ફરિયાદના આધારે એસીબીએ રૂ.૫૦ હજારમાંથી રૂ.૫ હજારની રકમ સ્વીકારતા તાલુકા વિકાસ અધિકારીને છટકુ ગોઠવી ઝડપી લેવામાં આવેલ હતા.હાલ તેમની જ ઓફિસમાં એસીબી દ્વારા પુછપરછ ચાલી રહી છે.છેલ્લા એક વર્ષથી અમૃતલાલ પરમાર તાલુકા વિકાસ અધિકારી તરીકે ફરજ બજાવે છે.
નાયબ કલેકટર હવે કાયમી ઘરે બેસશે- દ્વારકા ખાતે લાંચમાં પકડાયેલા નાયબ કલેકટર નિહાર ભેટારીયાની નિમણુંકને પાંચ વર્ષ પૂર્ણ થયા ન હોય જેથી નિયમ પ્રમાણે ભેટારીયાને સંપુર્ણ ફરજીયાત બરતરફ કરી નોકરીમાંથી ફરજ મુકત કરાશે.નબળા વર્ગના અનેક લોકો ભેટારીયાની ખોટી નીતિનો ભોગ બન્યા છે. તે દ્વારકા દેવસ્થાન સમિતિના વહીવટદાર પણ હોય જેથી દ્વારકાધીશ મંદિરના નામની પણ ગરિમા જાળવી નથી. નિહાર ભેટારીયાની જમીન ખરીદ સંપતિ વિષે પણ એસીબી દ્વારા ઉડાણપૂર્વક તપાસ કરવામા આવનાર છે.

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો