ધ્યાન આપણને વિશ્વચેતના સાથે જોડે છે - Sandesh
  • Home
  • Supplements
  • Sanskar
  • ધ્યાન આપણને વિશ્વચેતના સાથે જોડે છે

ધ્યાન આપણને વિશ્વચેતના સાથે જોડે છે

 | 1:00 am IST
  • Share

વિચાર કરતા હોઈએ ત્યારે મગજમાં પ્રતિ સેકન્ડ ૧૫થી ૩૫ સ્પંદનો ઉત્પન્ન થાય છે

 અહંકારને નિર્મૂળ કરી શકીએ તો આપણે શાંત, સરળ, સૌમ્ય અને સતોગુણી અવશ્ય બની શકીએ.

દેવોને દુર્લભ અને અમૂલ્ય ગણાતું માનવજીવન આનંદ, પ્રેમ અને શાંતિથી ભર્યુંભર્યું અને સ્વર્ગસમું હોવું જોઈએ. તેના બદલે મોટાભાગનો માનવસમૂહ તનાવ, અશાંતિ અને હાલાકીભર્યું જીવન જીવી રહ્યો છે. આ અંગે ઊંડાણથી વિચારતાં તેના મૂળમાં કામ, ક્રોધ, લોભ, મદ અને મત્સર જણાય છે. આ બાબતોને માનવસહજ ગણવામાં આવેલી છે. આપણી આ પાયાની ભૂલ છે. આ દુર્ગણોના મૂળમાં આપણો અહંકાર છે. અહંકારને નિર્મૂળ કરી શકીએ તો આપણે શાંત, સરળ, સૌમ્ય અને સતોગુણી અવશ્ય બની શકીએ. તેમ થઈ શકે તો આપણી ચારે તરફ સ્વર્ગ ઊભું થઈ જાય. 

અહંકારને મન સાથે સીધો સંબંધ છે. આપણે મનને ધીરે ધીરે શાંત કરી મનની અર્ધજાગ્રત અવસ્થામાં સ્થિર કરી શકીએ તો અહંકારને સમયાંતરે નિર્મૂળ કરી શકીએ. દુનિયાના જુદા જુદા ધર્મો સંપ્રદાયો અને પંથોની પ્રાર્થના, બંદગી કે ધ્યાનની મુદ્રાઓનો અભ્યાસ કરતાં જણાશે કે આ મુદ્રાઓમાં મનને કેન્દ્રિત કરી મનને ર્નિિવચાર કરવાનો પ્રયત્ન કરવામાં આવેલો છે.

મન આપણા મગજ સાથે સીધું સંકળાયેલું છે. આપણે વિચાર કરતા હોઈએ છીએ ત્યારે મગજમાં પ્રતિ સેકન્ડ ૧૫થી ૩૫ સ્પંદનો ઉત્પન્ન થાય છે. વિચારોનું પ્રમાણ ઘટતા આ સ્પંદનો ઓછાં થતાં જાય છે અને પ્રતિ સેકન્ડ ૩૫થી ૧૫ અને તેથી નીચે એટલે ૧૫થી ૭ વચ્ચે આવતાં આપણે અર્ધ જાગ્રત અવસ્થામાં આવીએ છીએ. મનની આ ર્નિિવચાર અવસ્થા છે. આ ધ્યાનની અવસ્થા છે. આ અવસ્થામાં આપણે આત્મસ્થ થઈએ છીએ. જેને નિજ સ્વરૃપમાં આવવું તેમ કહીએ છીએ.

આત્માનાં આઠ સ્વરૃપ છે. જેમાં મુખ્યત્વે આનંદ સ્વરૃપ, પ્રેમ સ્વરૃપ અને શાંતિ સ્વરૃપનો સમાવેશ થાય છે. ધ્યાન અવસ્થામાં આપણે આનંદ, પ્રેમ અને શાંતિથી ભરપૂર બનીએ છીએ. મનની જે અવસ્થામાં હોઈએ તેવા સંજોગોને આપણે ચારે બાજુથી આકર્ષીએ છીએ. આપણી આસપાસ આનંદ, પ્રેમ અને શાંતિનું વાતાવરણ ઊભું થાય ત્યારે આપણું જીવન સ્વર્ગ જેવું લાગે છે. તેથી આપણને ધ્યાનની અવસ્થામાંથી બહાર આવવાનું ગમતું નથી.

ધ્યાનમાં આપણું અર્ધજાગ્રત મન વૈશ્વિક મન સાથે આપણી ચેતના વૈશ્વિક ચેતના સાથે અને આપણો આત્મા પરમાત્મા સાથે જોડાય છે. જેને આપણે યોગ કહીએ છીએ. આ અવસ્થામાં આપણે પરમ શાંતિ, પરમ આનંદ અને અલૌકિક પ્રેમનો અનુભવ કરીએ છીએ. આ અવસ્થામાં અવર્ણનીય અને અદ્ભુત અનુભૂતિ પણ થાય છે.

ધ્યાનના અભ્યાસનું સાતત્ય આપણને આત્માની અનુભૂતિ તરફ દોરી જાય છે. આત્માની અનુભૂતિને દુર્લભ ગણવામાં આવી છે. આપણાં શાસ્ત્રોમાં કહેવાયું છે કે દુનિયાની બધી સંપત્તિ, દુનિયાની સર્વોચ્ચ સત્તા અને દુનિયાના બધા જ ભોગવિલાસ ઉપલબ્ધ થાય, પરંતુ આત્માની અનુભૂતિ ન થાય તો બધું જ વ્યર્થ છે.

ધ્યાનમાં આપણે આત્મસ્થ થતા હોઈ આત્મા સાથે જોડાયેલા ઉમદા ગુણોને પણ સહજ રીતે આપણામાં વિકાસ થવા પામે છે. તેમાં આત્મવિશ્વાસ, આત્મસન્માન, આત્મશ્રદ્ધા, આત્મપ્રેમ, આત્મઆનંદ, આત્મશાંતિ, આત્મસૂઝ, આત્મનિર્ભરતા અને સ્વવિવેકનો સમાવેશ થાય છે. જીવનમાં આ મહત્ત્વના ઉમદા ગુણોનો વિકાસ થતાં વ્યક્તિ તેના જીવનમાં કોઈપણ ક્ષેત્રમાં અપ્રતીમ વિકાસ કરી શકે છે અને તેના જીવને બેજોડ અને અમૂલ્ય સાબિત કરી શકે છે. 

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો