ધ ગ્રેટ ઈન્ડિયન બસ્ટર્ડ : ઘોરાડ - Sandesh

ધ ગ્રેટ ઈન્ડિયન બસ્ટર્ડ : ઘોરાડ

 | 3:00 am IST
  • Share

ભારતનું સૌથી અતિ દુર્લભ પક્ષી ઘોરાડ અને વિનાશ થવાની કગાર પર આવી પહોંચેલ જેને અંગ્રેજીમાં ગ્રેટ ઈન્ડિયન બસ્ટર્ડના નામે ઓળખવામાં આવે છે.  

 ઘોરાડ પક્ષીઓને ઈન્ટરનેશનલ યુનિયન ફેર કોન્ઝર્વેશન ઓફ્ નેચરસંસ્થા દ્વારા ગંભીર રીતે જોખમમાં મુકાયેલી પ્રજાતિ છે. આ પક્ષીઓની વસતી ભારત અને પાકિસ્તાનના પ્રદેશોમાં આવેલી છે.  ભારતમાં ઘોરાડનું અસ્તિત્વ ગુજરાત, રાજસ્થાન, મહારાષ્ટ્ર વગેરે રાજ્યોમાં છે.  

 ઘોરાડ એ સૌથી ભારે ઊડતાં પક્ષીઓમાંથી એક માનવામાં આવે છે. આ પક્ષીઓ સામાન્ય રીતે સવાર અથવા સાંજના કલાકોમાં સક્રિય હોય છે.  

 ‘ઈન્ટરનેશનલ યુનિયન ફેર કન્ઝર્વેશન ઓફ્ નેચરદ્વારા કરવામાં આવેલાં સંશોધનો અનુસાર, ઘોરાડની સંખ્યા ૫૦થી ૨૪૦  હોવાનો અંદાજ છે.  

 હાલમાં, ઘોરાડ પક્ષીઓની આ પ્રજાતિને અનુસૂચિ  (વાઇલ્ડલાઇફ્ પ્રોટેક્શન એક્ટ 1972) હેઠળ ગંભીર રીતે જોખમમાં મુકાયેલી જાહેર કરવામાં આવી છે અને તેમની સંખ્યા ઘટી રહી છે. 

 આ પક્ષીઓ સૂકાં અને અર્ધસૂકાં ઘાસિયાં મેદાનો અને અર્ધ ઝાડીવાળા વિસ્તારોમાં રહે છે. આ પક્ષીઓના માળા જમીન પર જોવા મળે છે. તેમની સૌથી મોટી સંખ્યા રાજસ્થાનના  થારના રણમાં જોવા મળે છે.

 ઘોરાડ પક્ષીઓ સમૂહમાં રહેવાનું વધારે પસંદ કરે છે.

 ઘોરાડનો મુખ્ય આહાર જંતુઓ, ભમરા, ઘાસનાં બીજ, બોર, ઉંદરો, સરિસૃપ, મગફ્ળી, બાજરી અને ક્યારેક શણની શીંગો પણ આરોગતા નોંધવામાં આવ્યા છે.  

 ઘોરાડનું વજન આશરે ૧૫ કિગ્રા. નોંધવામાં આવ્યું છે. માદા કરતાં નર પક્ષીનું કદ અને વજન સામાન્યતઃ પ્રમાણમાં થોડું વધારે હોય છે.  

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો