નક્કામી પ્લાસ્ટિકની બોટલને બનાવો ફ્લાવર પોટ - Sandesh
  • Home
  • Supplements
  • Kids World
  • નક્કામી પ્લાસ્ટિકની બોટલને બનાવો ફ્લાવર પોટ

નક્કામી પ્લાસ્ટિકની બોટલને બનાવો ફ્લાવર પોટ

 | 3:00 am IST
  • Share

પ્લાસ્ટિકની નક્કામી બોટલ સામાન્ય રીતે આપણે નાંખી દેતા હોઈએ છે. આ પ્લાસ્ટિક પર્યાવરણને નુકસાન કરે છે. એ નુકસાનમાં આપણે અભિવૃદ્ધિ ન કરતા કંઈક ઉપયોગી વસ્તુ બનાવી શકાય. આજે આપણે પ્લાસ્ટિકની બોટલમાંથી ફ્લાવર પોટ બનાવીશું. સૌથી પહેલાં ઘરમાં એક બે જેટલી પણ પ્લાસ્ટિકની નક્કામી બોટલ પડી હોય તે લઇ લો. તેને વચ્ચેથી કાપી નાંખો. અહીં બતાવ્યું છે એ મુજબ તમે ડિફરન્ટ શેઇપમાં બોટલ કાપી શકો. તેના ઉપર સફેદ, બ્લૂ, બ્લેક વગેરે જેવા કોઇ પણ તમારા મનગમતા રંગથી પેઇન્ટ કરી લો. પેઇન્ટને બરાબર સુકાવા દો. સુકાઇ જાય એટલે એની ઉપર તૈયાર આંખ મળે છે એ લગાવી દો. સ્માઇલી પણ લગાવી શકો. એવું ન કરવું હોય તો જાતજાતનાં સ્ટિકર બોટલ ઉપર ચોંટાડી શકો. ઘરમાં નક્કામાં બટન હોય તો એ પણ ફેવિક્વિકની મદદથી આ પ્લાસ્ટિકની બોટલ ઉપર લગાવી દો. આમ, તમારો ડેકોરેટિવ ફ્લાવર પોટ તૈયાર થઇ જશે. એની અંદર ઓફિસટાઇમ, ફુદીનો, ધાણા, કેક્ટસ વગેરે જેવા નાના નાના પ્લાન્ટ રોપી દો, તેને ઘરની બાલ્કનીમાં મૂકો. બાલ્કની સુંદર લાગશે અને પ્લાન્ટ રોપ્યાનો આનંદ પણ આવશે. ઘરમાં બાલ્કની ન હોય તો તમે બનાવેલા ફ્લાવર પોટમાં સરસ મજાનાં આર્િટફિશિયલ ફૂલો ગોઠવી શકો. આ ફૂલોથી સજાવેલું ફ્લાવર પોટ ડ્રોઇંગરૃમમાં મૂકવાથી સુંદર લાગશે. 

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો