નશેડી નબીરા અને સિનેમા : ડ્રગ્સના ખોળે ફિલ્મ ઈન્ડસ્ટ્રી - Sandesh
  • Home
  • Supplements
  • Cine Sandesh
  • નશેડી નબીરા અને સિનેમા : ડ્રગ્સના ખોળે ફિલ્મ ઈન્ડસ્ટ્રી

નશેડી નબીરા અને સિનેમા : ડ્રગ્સના ખોળે ફિલ્મ ઈન્ડસ્ટ્રી

 | 3:00 am IST
  • Share

કંગના રનૌતે ટ્વીટ કર્યું હતું કે બોલિવૂડમાં 90 ટકા લોકો નશેડી છે. કંગનાએ અનેક નામો સામે શંકા પણ વ્યક્ત કરી હતી. છેલ્લાં વર્ષોમાં ઈન્ડિયન ફ્લ્મિ ઈન્ડસ્ટ્રીમાં ચરસ, એમડીએમએ, એમડી અને કોકેન સહિત અન્ય ડ્રગ્સ મળી આવ્યાના અનેક દાખલા સામે આવ્યા છે

જાહેરજીવનની વ્યક્તિ તરીકે હું ખૂબ શરમ અનુભવી રહ્યો છું અને વ્યથિત છું. ખાસ કરીને તેની માતા માટે આ ઘટના હતાશ કરનારી છે. મારા દીકરાએ કરેલી હરકત બદલ હું જાહેર જનતાની માફ્ી માંગું છું. આ શબ્દો છે જગવિખ્યાત સુપરસ્ટાર જેકી ચાનના. જેકી ચાનના દીકરા જેયીની ડ્રગ્સ મામલે 2014ના વરસમાં ધરપકડ કરવામાં આવી હતી. આવું આપણે ત્યાં શક્ય બને ખરું!?  

ફ્લ્મિના પડદે હોય કે જાહેરમંચ પર સમાજસેવા અને રાષ્ટ્રીય ફ્રજો બાબતે લાંબાં લાંબાં ભાષણો અને મોટિવેશનલ સ્પીકર બનીને ફ્રતાં કલાકારો સ્વયં કેટલી નૈતિક જવાબદારી નિભાવે છે. હિન્દી સિનેમામાં શાહરુખ ખાનના નામે પૂરા આખા બે દાયકા લખાયેલા છે. શાહરુખ ખાનને લોકોએ અઢળક પ્રેમ આપ્યો. મોંફટ નિવેદનો અને જાહેરમાં કોઈપણની ખિલ્લી ઉડાવનાર શાહરુખ ખાન સામે પોતાના દીકરા આર્યને જ સંકટ ખડું કર્યું છે. કોઈના તાબે ન થનાર શાહરુખ આજે પોતાના દીકરાને બચાવવા હવાતિયાં મારી રહ્યો છે. દુર્ભાગ્ય એ છે કે એક આખી ટોળકી આર્યનને ઠપકો આપવાને બદલે તેનો બચાવ કરી રહી છે કે એક છોકરાના ભવિષ્ય સાથે રમત રમાઈ રહી છે. માનો કે શાહરુખના દીકરાને બદલે કોઈ કેન્દ્ર સરકારનો મંત્રી આ રીતે પાર્ટીમાં ડ્રગ્સ કેસમાં ફ્સાયો હોત તો? બચાવ કરનારી ટોળકી ટ્વિટર, ફ્ેસબુક જેવા સોશિયલ મીડિયા પર ઊતરી આવી હોત અને સજા માટેનો તખ્તો ઘડવા લાગી હોત. મંત્રીનો દીકરો હોય કે કલાકારનો, જો એ નિયમોનું ઉલ્લંઘન કરે અને કાયદાનો ભંગ કરે તો તેને સજા થવી જ જોઈએ.   

શાહરુખ ખાને ભલે કોઈ હજુ નિવેદન આપ્યું નથી પણ પોતાના દીકરાથી થયેલી ભૂલ માટે એવું કાર્ય કરવું જોઈએ કે આગામી પેઢી અને સાંપ્રત સમયમાં લોકો તેમાંથી બોધપાઠ લે. નાર્કોટિક્સ કંટ્રોલ બ્યૂરો (એનસીબી)ના અહેવાલ મુજબ આર્યને ડ્રગ્સનું સેવન કરે છે તેનો સ્વીકાર કર્યો છે.  

એમ એસ ધોની અને છિછોરેં ફ્ેમ સુશાંત સિંહ રાજપૂતના નિધન પછી ફ્લ્મિ ઈન્ડસ્ટ્રીમાં ડ્રગ્સ અને નશીલા પદાર્થને લઈને ખળભળાટ મચી ગયો હતો. અનેક કલાકારોનાં નામ સામે આવ્યાં હતાં. એ અરસામાં કંગના રનૌતે ટ્વીટ કર્યું હતું કે બોલિવૂડમાં 90 ટકા લોકો નશેડી છે. કંગનાએ અનેક નામો સામે શંકા પણ વ્યક્ત કરી હતી. છેલ્લાં વર્ષોમાં ઈન્ડિયન ફ્લ્મિ ઈન્ડસ્ટ્રીમાં ચરસ, એમડીએમએ, એમડી અને કોકેન સહિત અન્ય ડ્રગ્સ મળી આવ્યાના અનેક દાખલા સામે આવ્યા છે. એક વખતે દારૂની પાર્ટીઓ થતી હતી અને તેને કલંકિત માનવામાં આવી હતી. સ્ટારડમ બદલાયું, સમય બદલાયો, નબીરાઓના શોખ બદલાયા અને હવે ડ્રગ્સના રવાડે ચડયાં છે.  

દારૂની જેમ જહાજ, ઘર, રેસ્ટોરાં, હોટેલ અને લક્ઝુરિયસ રિસોર્ટમાં ડ્રગ્સની કલ્પનાશક્તિઓ ટૂંકી પડે તેવાં લોભામણાં નામ સાથેની પાર્ટીઓ થવા લાગી છે. ક્રાઈમ સેક્સથી લઈને કાયદાઓનો ભંગ કરનારી આ પાર્ટીઓ હોય છે. એકાદ બે કલાકારોને બાદ કરતાં કોઈએ એવું નથી કહ્યું કે શાહરુખ ખાનના દીકરાએ ભૂલ કરી છે. સૌને સંબંધો સાચવવાનો હોય છે અને બની શકે કે તેઓ પણ નશીલા પદાર્થનું સેવન કરતાં હોય. આ આજકાલનું નથી. આજે શાહરુખ ખાનના દીકરાનું નામ છે તો એ પહેલાં સુનીલ દત્તના દીકરા સંજય દત્તનું પણ નામ હતું. સંજય દત્ત અત્યારે તો આ બાબતે ફ્લિોસોફ્ર અને સ્પીકર બનીને સ્કૂલ કોલેજમાં કહે છે કે એક સમય હતો જ્યારે તેને ડ્રગ્સનું એડિક્શન હતું. રાજકુમાર હીરાણીએ રણબીર કપૂરને લઈને સંજુ નામની ફ્લ્મિ બનાવી હતી. જેમાં સંજય દત્ત અને ડ્રગ્સ એડિક્શનનું આખું ચેપ્ટર બતાવવામાં આવ્યું હતું. સંજયે ડ્રગ્સ લીધંુ એ વાત સ્વીકારી અને ફ્લ્મિમાં બતાવ્યા પ્રમાણે સુનીલ દત્તે તેને સુધારવાનો પ્રયાસ કર્યો હતો. આજે સંજુ ડ્રગ્સ ફ્રી ઈન્ડિયા કેમ્પેનનો ભાગ છે. ડ્રગ્સ બાબતે બહુ ઓછા કલાકારો નિવેદન આપતાં હોય છે. ટીવી એક્ટ્રેસ કુનિકાએ આ બાબતે સ્પષ્ટતા કરી હતી કે ડ્રગ્સ ક્યાં નથી. ડ્રગ્સ કનેક્શનમાં માત્ર બોલિવૂડ જ નથી. આજના સમયમાં આકાંક્ષાઓ અને અપેક્ષાઓની વચ્ચે તણાવભરી જિંદગી જીવીએ છીએ. તેમાં ડ્રગ્સ, મીડિયા, કોર્પોરેટ વર્લ્ડ અને પેજ થ્રી પાર્ટી સહિત દરેક જગ્યાએ છે. તેમાં બોલિવૂડ અસુરક્ષિત સ્થળની સાથે અસુરક્ષિત જિંદગી પણ છે. મમતા કુલકર્ણીનું નામ બહાર આવ્યું હતું અને ઈન્ટરનેશનલ ડ્રગ માફ્યિા વિકી સાથે તેણે લગ્ન કર્યાં છે. 2001ના વરસમાં ફ્રિોઝ ખાનના પુત્ર અને થોડી ફ્લ્મિોમાં દેખાયેલા ફ્રદીન ખાનની પણ ડ્રગ્સ કેસમાં ધરપકડ કરવામાં આવી હતી. દીવાને હુએ પાગલ ફ્લ્મિના દુબઈ શૂટિંગ સમયે વિજય રાજની દુબઈ એરપોર્ટ પર નશીલા પદાર્થના સેવનને લઈને અટકાયત કરવામાંઆવી હતી.  

અનેક નામ આવ્યાં છે અને હવે શરૂ થયેલી રેવ પાર્ટીઓમાં ડ્રગ્સનું સેવન થાય છે એવો સ્વીકાર અનેક લોકોએ કર્યો છે. એક વીડિયો 2019ના વરસમાં વાઇરલ થયો હતો જેમાં દીપિકા પદુકોણ, રણબીર કપૂર, વિકી કૌશલ, વરુણ ધવન, અર્જુન કપૂર, શાહીદ કપૂર, અયાન મુખર્જી, ઝોયા અખ્તર અને મલાઈકા અરોરા હતાં. આ વીડિયો કરણ જોહરના ઘરે થયેલી એક પાર્ટીનો હતો અને તેને લઈને એનસીબીએ નોટિસ ફ્ટકારી હતી.  

સિનેમાનો પડદો અને તેના પર ભજવાતાં પાત્રોના અભિનેતાઓ દેશના યુવાઓના આદર્શ રહેતા હોય છે. ભારત દેશમાં સિનેમાને સન્માનની નજરે જોવામાં આવે છે. કલાકારનું એક નિવેદન અનેક લોકોને સ્પર્શી જાય છે. તેમના દ્વારા થયેલી સમાજસેવા લાખો લોકોને કામ કરવાની પ્રેરણા આપે છે, પરંતુ સામે તેમના દ્વારા થતી અભદ્ર હરકતો યુવાઓને ગુમરાહ કરે છે. આશા રાખીએ કે મનોરંજનની સાથે કંઈક પ્રેરણાત્મક કાર્ય કરતા ફ્લ્મિકારો દેશના નાગરિકોને સમજણ આપવાને બદલે પોતાની ફ્લ્મિ ઈન્ડસ્ટ્રીને સુધારે અને મનોરંજનનો લાભ ઔઆપતા રહે.  

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો