નિફ્ટીમાં 17,700ના સ્ટોપલોસ સાથે લોંગ પોઝિશન જાળવવી - Sandesh

નિફ્ટીમાં 17,700ના સ્ટોપલોસ સાથે લોંગ પોઝિશન જાળવવી

 | 6:59 am IST
  • Share

અગાઉના સપ્તાહે પછડાટ બાદ ગયા સપ્તાહે તેજડિયાઓ બજારમાં પરત ર્ફ્યાં હતાં અને અગાઉના સપ્તાહે નિફ્ટીમાં 1.8 ટકાના સપ્તાહ સામે ગયા સપ્તાહે 2.1 ટકા સુધારા સાથે બદલો લીધો હતો. નિફ્ટી મિડ-કેપ અને સ્મોલ-કેપ સૂચકાંકો અનુક્રમે 3.4 ટકા અને 3.7 ટકા સુધર્યાં હતાં. સતત સાતમા સપ્તાહે તેમણે સુધારો જાળવ્યો હતો. સેક્ટર સૂચકાંકોમાં આઈટી ઇન્ડેક્સ 4.7 ટકા અને મીડિયાએ 4.6 ટકા સુધારો નોંધાવ્યો હતો.  

નિફ્ટી (CPM 17,895): બેન્ચમાર્કે 24 સપ્ટેમ્બરે દર્શાવેલી 17,947ની ટોચ નજીકનો અવરોધ છે. જે પાર થતાં 18,100 અને ત્યારબાદ 18,400ના ટાર્ગેટ્સ રહેશે. અવરલી ચાર્ટ પર તાજેતરની બોટમ્સને જોડતી ટ્રેન્ડલાઇન પર 17,700નો સપોર્ટ છે. જેની નીચે સપ્તાહ દરમિયાન બનેલી 17,452ના બોટમનો સપોર્ટ છે. જે 34-ડીએમએનું સ્તર પણ છે. 17,700ના સ્ટોપલોસથી લોંગ પોઝિશન જાળવી શકાય.  

બેંકનિફ્ટી(CPM ): ગયા સપ્તાહે બનેલી 38,377ની ટોચ નજીકનો અવરોધ છે. જે પાર થતાં 39,000 અને 39,800ના સપોર્ટ જોવા મળી શકે છે. અવરલી ચાર્ટ પર 37,500 નજીકનો સપોર્ટ છે. જેની નીચે 34-ડીએમએનું 37,000નું સ્તર મહત્ત્વનો સપોર્ટ બની રહેશે.  

ઇન્ડિયામાર્ટ(CPM 8,806): શેર 8 સપ્ટેમ્બરે રૂ. 9,270ની ટોચ બનાવી મહિના સુધી કોન્સોલિડેશનમાં રહ્યો હતો. શુક્રવારે તેણે ડેઈલી ચાર્ટ પર ટ્રેન્ડલાઇન રેસિસ્ટન્સમાંથી 20-દિવસના સરેરાશ વોલ્યુમની સામે 2.5 ગણા વોલ્યુમ સાથે બ્રેકઆઉટ દર્શાવ્યો હતો. રૂ. 8,449ના સ્ટોપલોસને જાળવી રૂ. 9,270ના ટાર્ગેટ સાથે ખરીદી કરી શકાય.  

ન્શ્ ઇન્ફેટેક (CPM 5,983): 24 સપ્ટેમ્બરે રૂ. 6,498ની ટોચ બનાવી શેર 13 ટકા જેટલો કરેક્ટ થયો હતો. સાત ટ્રેડિંગ સત્રોથી તે સાંકડી રેન્જમાં કોન્સોલિડેટ થતો હતો. શુક્રવારે તેણે અવરલી ચાર્ટ પર સરેરાશથી ઊંચા વોલ્યુમ સાથે બ્રેકઆઉટ દર્શાવ્યું હતું. રૂ. 5,700ના સ્ટોપલોસને જાળવી રૂ. 6,368 અને રૂ. 6,498ના ટાર્ગેટ સાથે ખરીદી કરી શકાય.  

માઈન્ડટ્રી(CPM 4,454): 24 સપ્ટેમ્બરે રૂ. 4,734ની ટોચ બનાવ્યા બાદ શેર રૂ. 4,118 સુધી કરેક્ટ થઈ આંઠ સત્રોથી સાંકડી રેન્જમાં ટ્રેડ દર્શાવતો હતો. શુક્રવારે તેણે 20 દિવસના સરેરાશ વોલ્યુમ કરતાં દોઢ ગણા વોલ્યુમ સાથે આ રેન્જમાંથી બ્રેકઆઉટ દર્શાવ્યું હતું. રૂ. 4,235નો સ્ટોપલોસ જાળવી રૂ. 4,730ના ટાર્ગેટ સાથે ખરીદી કરી શકાય.  

બેંક ઓફ્ બરોડા (CPM 88.10): શેર 29 જૂને રૂ. 88.90ની ટોચ બનાવી 23 ઓગસ્ટના રોજ રૂ. 72.50 સુધી કરેક્ટ થયો હતો. જ્યાં તેણે 200-ડીએમએનો સપાટીને સ્પર્શ કર્યો હતો. ત્યારબાદ તે કોન્સોલિડેશન મોડમાં હતો. શુક્રવારે તેણે ડેઈલી ચાર્ટ પર ઊંચા વોલ્યુમ સાથે એસ્સેન્ડિંગ ટ્રાયેંગલમાંથી બ્રેકઆઉટ દર્શાવ્યું હતું. રૂ. 83.40 સ્ટોપલોસને જાળવી રૂ. 96.70ના ટાર્ગેટ સાથે ખરીદી કરી શકાય.          

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો