નીતિ સૂત્ર : ચાણક્ય - Sandesh

નીતિ સૂત્ર : ચાણક્ય

 | 3:00 am IST
  • Share

અકુલીનો અપિ ધની કુલી કુલીના દ્વિશિષ્ટઃ

ધનિક કુલીન કરતાં સેવાભાવી અકુલીન શ્રેષ્ઠ છે

પોતાના ધનથી સમાજની સેવા કરનારો મનુષ્ય ભલે નિમ્ન કુળનો હોય તો પણ કંજૂસની જેમ માત્ર ધનનો સંચય કરનારા ઉચ્ચકુળના મનુષ્ય કરતાં ચડિયાતો છે. કુળ શ્રેષ્ઠ નથી, પણ સમાજના ઉપયોગ માટે ખર્ચાતું ધન શ્રેષ્ઠ છે.

નાસ્તવ્યમાન ભયમનાર્યસ્ય

નીચને અપમાનનો ડર નથી હોતો

નીચ મનુષ્યને કોઈપણ પ્રકારનાં અપમાન કે તિરસ્કારનો ડર સતાવતો નથી અને તે ર્નિિવઘ્નપણે પોતાનાં દુષ્કૃત્યો આચરતો રહે છે.

ન ચેતનવતાં વૃત્તિભયમ્    

ચતુરને આજીવિકાનો ભય નથી સતાવતો

ચતુર મનુષ્યને ક્યારેય પોતાની રોજીરોટીની ચિંતા નથી હોતી. તે ગમે ત્યાં, ગમે તેવા સંજોગોમાં હોય તો પણ પોતાની ચતુરાઈથી, પોતાની વ્યવહાર કુશળતાથી આજીવિકાનાં સાધન શોધી કાઢે છે.

ન જિતેન્દ્રિયાણાં વિષયભયમ્

જિતેન્દ્રિયને વિષયનો ભય નથી

વિષય એટલે કે ભોગ મનુષ્યનો સૌથી ભયંકર શત્રુ છે અને એના કારણે ભલભલા ધનિક કે સામર્થ્યવાન મનુષ્યનું જીવન બરબાદ થઈ જાય છે, પરંતુ જેણે પોતાની ઈન્દ્રિયો પર વિજય મેળવ્યો છે એવો જિતેન્દ્રિય મનુષ્ય સુંદરતમ અપ્સરાથી કે સુવર્ણ પહાડથી વિચલિત થતો નથી. એની આ અડગતાથી વિષયો એનાથી દૂર ભાગે છે અને એનું જીવન સુખી, શાંત અને સમૃદ્ધ રહે છે.

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો