નૈતિકતા કી ઐસી કી તૈસી! - Sandesh

નૈતિકતા કી ઐસી કી તૈસી!

 | 4:10 am IST
  • Share

ફ્લ્મિોમાં એક્ટિંગ કરીને કરોડો રૂપિયા કમાતા કલાકારો બધું જાણતા હોવા છતાંસરોગેટ જાહેરાતકરવાનું કેમ છોડતા નથી?

હાગ ફ્લ્મિમાં હીરો જેને પીટવાનો હોય છે તેને ચપ્પલ બતાવી નંબર પૂછે છે આ 6 નંબર છે કે 9? બંને સાચા અને બંને ખોટા; હકીકતમાં હીરો અંગ્રેજી નંબરનો ગેરલાભ ઉઠાવે છે. આ ફ્લ્મિના હીરો હતા અમિતાભ બચ્ચન અને આ જ અમિતાભ બચ્ચન હમણાં એક ગુટખા બ્રાન્ડની આડકતરી જાહેરાત કરીને વિવાદમાં સપડાયા  હતા

ટોબેકો અને આલ્કોહોલની જાહેરાતો છેલ્લાં કેટલાંક વર્ષોથી ટીવી, કેબલ નેટવર્ક પર પ્રતિબંધિત છે. એક સમયે આખા વિશ્વની મુખ્ય સ્પોટ્ર્સ ઈવેન્ટ્સની પ્રાઈમ સ્પોન્સર્ડ ટોબેકો અથવા આલ્કોહોલ કંપની રહેતી હતી. ઑસ્ટ્રેલિયાની ટ્રાઈ સીરિઝનું નામ જ બેન્સન એન્ડ હેજીસ (અમેરિકન અલ્ટ્રિયાની માલિકીની બ્રિટિશ સિગારેટની બ્રાન્ડ) રાખવામાં આવ્યું હતું, એટલું જ નહીં 1992 અને 1996નાં વન ડે વર્લ્ડ કપને પણ બેન્સન એન્ડ હેજીસ અને વિલ્સ દ્વારા પ્રાયોજિત કરવામાં આવ્યા હતા. જ્યાં સુધી ભારતીય ક્રિકેટ ટીમનો સંબંધ છે, વિલ્સ 1990થી 2001 સુધી મોટા ભાગની ઈવેન્ટ્સના મુખ્ય કિટ સ્પોન્સર તરીકે ચાલુ રહી હતી.  

એકવીસમી સદી આવતા આવતા દુનિયાભરના દેશોને ખ્યાલ આવી ગયો હતો કે ટોબેકો (સિગારેટ, ગુટખા) અને આલ્કોહોલ બંને સ્વાસ્થ્ય માટે હાનિકારક છે તેમજ આ પ્રોડક્ટ્સ સામે ચિકિત્સકોએ મોટાપાયે વિરોધ નોંધાવવો શરૂ કરી દીધો હતો. સરકારોને પણ આ પ્રોડક્ટ્સને કારણે મરતા નાગરિકોની હેલ્થ પાછળ કરવા પડતા ખર્ચાઓનો અંદાજ આવવા માંડયો હતો, તેથી શરૂ થયું આનો રસ્તો શોધવાનું. એક તરફ્ લોકો અને સરકારોને સારવારનો ભોગવવો પડતો ખર્ચો કનડતો હતો તો બીજી તરફ્ ટેક્સની આવક લલચામણી હતી. બધાએ ભેગા મળીને સહેલો, સરળ રસ્તો શોધી કાઢયો કેબલ કે ટીવી નેટવર્ક પરગુટખા કે આલ્કોહોલની જાહેરાત પર પ્રતિબંધનો.’  

કાયદા તૂટવા માટે જ બનતા હોય છે કે પ્રતિબંધો પ્રતિબિંબો માટે જ લગાવાતા હોય છેના નાતે દુનિયાભરમાં શરૂ થયો નવો ટ્રેન્ડસરોગેટ જાહેરાત.’ સરોગેટ જાહેરાત એ જાહેરાતનું એક સ્વરૂપ છે જેનો ઉપયોગ અન્ય ઉત્પાદનના વેશમાં સિગારેટ અને આલ્કોહોલ જેવાં નિયંત્રિત ઉત્પાદનોને પ્રોત્સાહન આપવા માટે થાય છે. સરોગેટ જાહેરાતનું મૂળ બ્રિટન છે, જ્યાં ગૃહિણીઓએ તેમના પતિઓને ઉશ્કેરતી દારૂની જાહેરાતો સામે વિરોધ કરવાનું શરૂ કર્યું હતું. વિરોધ એટલો તીવ્ર હતો કે દારૂની જાહેરાતો પર પ્રતિબંધ મૂકવો પડયો, બ્રાન્ડના માલિકોને બીજો કોઈ રસ્તો ન મળતા બ્રાન્ડ નામ હેઠળ ફ્ળોના રસ અને સોડાને પ્રોત્સાહન આપવાનું નક્કી કર્યું; આ ખ્યાલ પાછળથી સરોગેટ જાહેરાતો તરીકે જાણીતો થયો.  

કરોડો રૂપિયા ફ્લ્મિોમાં એક્ટિંગના માધ્યમથી કમાતા કલાકારો જાણતા હોવા છતાં આવી સરોગેટ જાહેરાત કરવાની તક છોડતા નથી. ‘હમ, તુમ ઔર મેરા બેગપાઈપર.’ આ બેગપાઈપર ક્લબ સોડા જાહેરાત કે જેમાં સિને સેલિબ્રિટીઝ દર્શાવવામાં આવે છે, તે બેગપાઈપર વ્હિસ્કી માટેની અગાઉની જાહેરાત જેવી જ છે. આ જાહેરખબર એ જ સંગીત અને પંચલાઇન સાથે આવે છે જે દારૂની જાહેરાતો પર પ્રતિબંધ પહેલાં દારૂ બ્રાન્ડ ટેલિકાસ્ટ માટે હતી.  

ભારતમાં બકાર્ડી બ્લાસ્ટ મ્યુઝિક સીડી, બેગપાઈપર ક્લબ સોડાથી લઈને ઓફ્સિર્સ ચોઈસ પ્લેઇંગ કાર્ડ્સ સુધી સરોગેટ જાહેરાતો કરતી કંપનીઓ મોટી સંખ્યામાં છે. વળી સોડા કે મિનરલ વોટર પ્રોડક્ટ્સ માર્કેટમાં ઉપલબ્ધ કરવામાં આવે છે કે કેમ ? ઉદાહરણ તરીકે, 2002માં, એરિસ્ટ્રોક્રેટ વ્હિસ્કીના નિર્માતા જગતજિત ઇન્ડસ્ટ્રીઝેએરિસ્ટ્રોક્રેટ એપલ જ્યૂસનામની પ્રોડક્ટની જાહેરાત કરી. કંપનીએ કથિત રીતે દિલ્હી, હરિયાણા, પંજાબ અને રાજસ્થાનમાં ફ્ળોના રસની ઉપલબ્ધતાની પુષ્ટિ કરી, તેમ છતાં, દિલ્હીની કોઈ પ્રતિષ્ઠિત દુકાને તેને ક્યારેય જોવા મળી નથી.  

શરાબ અને ટોબેકો ઉદ્યોગ ઈરાદાપૂર્વક છદ્મ જાહેરાતો બનાવડાવે છે, ગુટખા અને ઈલાયચીના, શરાબ અને સોડાના લેબલથી માંડી લૉગો પણ એકસરખા જ રાખવામાં આવે છે. સર્વેક્ષણો અનુસાર, 50માંથી 42 લોકો દારૂ અથવા તમાકુ ઉત્પાદનની જાહેરાત કરી છે તે સમજી શકે છે. સરોગેટ જાહેરાતો ગ્રાહકોને અગ્રણી દારૂટોબેકોની બ્રાન્ડ વિશે પણ માહિતગાર કરે છે અને આમ વેચાણને પ્રોત્સાહન આપે છે.  

પાનના ગલ્લે જઈને ઈલાયચી માંગવાવાળા કેટલા? આ બાળકો માટે વધુ જોખમકારક છે, એક બાળક ઈલાયચી માટે જો પાનના ગલ્લે જતો થાય તો ટોબેકો પ્રોડક્ટ પ્રત્યે આકર્ષાયા વગર રહે નહીં.  

ટૂંકમાં, પૈસે બડી ચીઝ હૈનૈતિકતા કી ઐસી કીતૈસી!

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો