પહેલી બે ફિલ્મોમાં શત્રુઘ્નનું નામ તો છે પરંતુ શત્રુઘ્ન નથી! - Sandesh
  • Home
  • Supplements
  • Cine Sandesh
  • પહેલી બે ફિલ્મોમાં શત્રુઘ્નનું નામ તો છે પરંતુ શત્રુઘ્ન નથી!

પહેલી બે ફિલ્મોમાં શત્રુઘ્નનું નામ તો છે પરંતુ શત્રુઘ્ન નથી!

 | 3:00 am IST
  • Share

  શત્રુઘ્ન સિન્હાએ ફ્લ્મિ એન્ડ ટેલિવિઝન ઈન્સ્ટિયૂટ ઓફ્ ઈન્ડિયામાં અભિનયની તાલીમ લીધી હતી. ડીગ્રી લઈને ભાઈએ મુંબઈ આવી નિર્માતા-દિગ્દર્શકોની ઓફ્સિનાં ચક્કર કાપવાં માંડયાં. થોડા જ દિવસમાં સમજાઈ ગયું કે કોઈની ઓળખાણ હોવી જરૂરી છે. એટલે ફ્લ્મિ એન્ડ ટેલિવિઝન ઈન્સ્ટિટયૂટના પોતાના સિનિયર ગ્રેેજ્યુએટોના એસોસિયેશનની મદદથી સિનિયર ગ્રેજ્યુએટ ગોગી આનંદ સાથે મુલાકાત કરી. ગોગી આનંદ દેવ આનંદનો ભત્રીજો હતો. તે દેવ આનંદના સહાયક દિગ્દર્શક તરીકે ફ્લ્મિ પ્રેમપુજારીનું કામ સંભાળી રહ્યો હતો શત્રુઘ્ન સિન્હાએ તેને મળીને વાત કરી તો ગોગી આનંદે શત્રુઘ્ન સિન્હાની મુલાકાત દેવ આનંદ સાથે કરાવી દીધી. દેવ આનંદને નવાં યુવાન-યુવતીઓને કામ આપવાની ટેવ હતી. શત્રુઘ્ન સિન્હા સાથે થોડી વાત કરતાં સમજાઈ ગયું કે યુવાનમાં અભિનયનો ચમકારો છે. દેવ આનંદે તરત શત્રુઘ્નને પોતાની ફ્લ્મિમાં પાકિસ્તાની કર્નલની ભૂમિકા આપી દીધી.  

ખુદ શત્રુઘ્ને કહ્યું હતું કે ફિલ્મ પ્રેમપુજારીમાં ભૂમિકા મળવાથી મનમાં આશા જાગી કે વિદેશી લોકેશન પર કામ કરવા મળશે, કારણ કે દેવ સાહેબને વિદેશી લોકેશન પર શૂટિંગ કરવાનો શોખ હતો. પણ આ ફ્લ્મિના શૂટિંગ માટે દેવ આનંદે શત્રુઘ્ન સિન્હાને શિરડી અને ઊટી આવવા કહ્યું. થોડી હતાશા સાથે શત્રુઘ્ન સિન્હાએ ઊટી હાજરી આપી. ત્યાં વધુ નિરાશા સાંપડી. બસ, એક જ દિવસમાં શૂટિંગ પૂરું થઈ ગયું!  પણ શત્રુઘ્ન સિન્હાને આશ્વાસન એ હતું કે કામની શરૂઆત તો થઈ! પછી ભૂમિકા મળી મોહન સહગલની ફ્લ્મિ સાજનમાં. તેમાં પણ ઈન્સ્પેક્ટર તિવારીની નાનકડી ભૂમિકામાં થોડા જ દિવસનું કામ હતું. આ બંને ફ્લ્મિોમાં શત્રુઘ્ન સિન્હાનું નામ ક્રેડિટમાં જોવા નહીં મળે. એનું કારણ એનું નામ જ છે. શત્રુઘ્ન સિન્હાનું અસલી નામ છે, શત્રુઘ્ન પ્રસાદ સિન્હા. કોલેજકાળથી બધાને શત્રુઘ્ન પ્રસાદ બોલવામાં મુશ્કેલી પડતી હતી. એટલે આ ફ્લ્મિોમાં શત્રુઘ્ન પ્રસાદ સિન્હાએ પોતાનું નામ ટૂંકું કરીને એસ. પી. સિન્હા લખાવ્યું હતું.  

શત્રુની પહેલી ફ્લ્મિ પ્રેમપુજારી હતી, પરંતુ પહેલાં રિલીઝ થઈ ફ્લ્મિ સાજન.  

એના મિત્રોએ ફ્લ્મિમાં ક્રેડિટ જોયા પછી કહ્યું. યાર, તેરા નામ કોઈ અભિનેતા કા નામ નહીં લગતા. લગતા હૈ કોઈ સરકારી બાબુ હોગા.  

શત્રુઘ્ન સિન્હાએ કહ્યું, યાર, મેરા નામ બોલને મેં સભી કો તકલીફ્ હોતી હૈ. તો મૈં ક્યા કરતા?  

મિત્રએ કહ્યું, યુસૂફ્ ખાન દિલીપ કુમાર હૈ, હરિ જરીવાલા સંજીવ કુમાર હૈ, ધરમદેવ પિશોરીમલ આનંદ દેવ આનંદ હૈ… તો તૂ ભી અપના કોઈ સ્ક્રીન નેમ બના લે!  

એ પછી ભપ્પી સોનીની ફ્લ્મિ મળી, પ્યાર હી પ્યાર. એમાં વિલનની સારી ભૂમિકા મળી ગઈ. હવે એમાં યાદગાર બને એવું નામ રાખવાનું શત્રુઘ્ન સિન્હાએ મનોમન નક્કી કરી લીધું.  

શત્રુઘ્ન સિન્હાએ નામ કયું રાખવું એ વિશે પોતાના ભાઈઓ સાથે ચર્ચા કરી. એના મોટા ભાઈ ભરતે કહ્યું, ખબરદાર જો અપના નામ બદલા તો! હમારે ફ્ેમિલી કી એક યુનિક બાત હૈ, હમારે નામ. રામ, લક્ષ્મણ, ભરત ઔર શત્રુઘ્ન હૈં. કિસી ઔર પરિવાર મેં ઐસે નામ દેખેં હેં ક્યા? તો તેરા નામ નહીં બદલેગા.  

હવે શું કરવું! શત્રુઘ્ન માટે સૌથી મોટી મૂંઝવણ ઊભી થઈ ગઈ.  

 

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો