પાલિતાણામાં જૈન સાધુ પર હુમલાની અરજી, પોલીસે બનાવને નકારી કાઢયો - Sandesh
  • Home
  • Bhavnagar
  • પાલિતાણામાં જૈન સાધુ પર હુમલાની અરજી, પોલીસે બનાવને નકારી કાઢયો

પાલિતાણામાં જૈન સાધુ પર હુમલાની અરજી, પોલીસે બનાવને નકારી કાઢયો

 | 4:12 am IST

ા પાલિતાણા ા

પાલિતાણામાં એક જૈન સાધુએ પોતાના પર હુમલો થયાની પોલીસને અરજી આપી હતી.જો કે, પોલીસે તપાસના અંતે અરજી મુજબના બનાવમાં તથ્ય ન હોવાનું જણાવ્યું હતું.

બનાવની વિગત એવી છે કે, પાલિતાણા નાની શાકમાર્કેટ સામે રહેતા તિર્થ સેવક મુની દિવય શેખર વિજય મ.સા.એ ગત તા.૧૦ના રોજ પાલિતાણા ટાઉન પોલીસને એવી અરજી આપી હતી કે, અરજદાર જૈન સાધુ ગત તા.૫ના રોજ સુણતર ભવનમાં યોજાયેલાં ર્ધાિમક ઉપધનાના કાર્યક્રમમાં જતા હતા. ત્યારે, આ સ્થળ નજીક નજીક તેમના પર અમુક તત્વોએ હુમલો કર્યો હતો. જેમાં તેમણે ઈજા પહોંચી હતી. આ તકે તેમણે અરજી સાથે હુમલો કરનારના ફોટા જોડી જવાબદારો વિરૃદ્વ ફરિયાદ નોંધવા માંગ કરી હતી. જો કે, બનાવના દિવસો બાદ પોલીસને મળેલી અરજીનેે લઈ પાલિતાણા ટાઉન પીએસઆઈ ચૌધરીએ જણાવ્યું કે, અરજદારની અરજીના અનુંસધાને તપાસ કરતાં અરજીમાં જણાવ્યા મુજબનો બનાવ બન્યો ન હોવાનું જણાવ્યું હતું. જો કે, સ્થાનિકો પણ આવી ઘટના અંગે અજાણ હોવાનું જાણવા મળ્યું હતું.

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો

;