પાલીતાણામાં એક સાથે જૈન ધર્મની દિક્ષા લેવા ઈચ્છુક ૬૦ થી વધુ મુમુક્ષુઓ પધારશે - Sandesh
  • Home
  • Bhavnagar
  • પાલીતાણામાં એક સાથે જૈન ધર્મની દિક્ષા લેવા ઈચ્છુક ૬૦ થી વધુ મુમુક્ષુઓ પધારશે

પાલીતાણામાં એક સાથે જૈન ધર્મની દિક્ષા લેવા ઈચ્છુક ૬૦ થી વધુ મુમુક્ષુઓ પધારશે

 | 4:12 am IST

ા ભાવનગર (સંદેશ પ્રતિનિધિ) ા

જૈનોના શાશ્વત તીર્થ પાલીતાણામાં તા.ર૯ નવેમ્બરનાં રોજ સુરત મુકામે પૂ.આ.ભ. વિજય યોગતીલકસૂરિશ્વરજી મહારાજા આદિ ઠાણાની નિશ્રામાં ૭૪ જેટલી દિક્ષાઓ થશે. તે પૈકી ૬૦થી અધિક મુમુક્ષુઓ શત્રુંજય મહાતીર્થની સ્પર્શના-યાત્રા કરવા તા.૧૯ ઓક્ટોબરનાં રોજ પાલીતાણા આવી રહ્યા છે. તા.૧૯નાં દિવસે સવારે ભવ્ય શોભાયાત્રા – વ્યાખ્યાન – રાત્રે બહુમાન – અભિવાદનનાં કાર્યક્રમ તથા તા.ર૦ ઓક્ટોબર આસો સુદ-૧પનાં રોજ શત્રુુંજય મહાતીર્થ ઉપર પાંચ પાંડવ સહીત ર૦ કરોડ મુનીઓ મોક્ષે ગયા છે. તેની યાદગીરી રૃપે મુમુક્ષુઓ તથા અન્ય ભાવીકો શત્રુંજય મહાતીર્થની સ્પર્શના-યાત્રા કરશે. આજ દિવસે બપોરે તમામ મુમુક્ષુઓ બેઠુ વર્ષીદાન કરશે. આ પ્રસંગે ભારતભરના જૈન અગ્રણીઓ ઉપસ્થીત રહેશે. તમામ કાર્યક્રમો સરકારી ગાઈડ લાઈન મુજબ ભાવનગર વાળા સલોત જગજીવન ફુલચંદ જૈન ધર્મશાળા – સલોત ભવન – નંદપ્રભા, તળેટી રોડ, પાલીતાણા ખાતે યોજાશે.

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો

;