પાસ્તા ઇન વ્હાઇટ સોસ  - Sandesh

પાસ્તા ઇન વ્હાઇટ સોસ 

 | 1:00 am IST
  • Share

તૈયારીનો સમય : 25 મિનિટ. બનાવવાનો સમયઃ 8 મિનિટ. 3 વ્યક્તિ માટે.

સામગ્રી

2 કપ રાંધેલી ફ્યૂસિલી 

2 કપ દૂધ 

2 ટેબલસ્પૂન મેંદો 

મીઠું , સ્વાદાનુસાર 

2 ટેબલસ્પૂન માખણ 

2 ટીસ્પૂન ઝીણું સમારેલું લસણ 

1/4 કપ પીળા સિમલા મરચાંની પટ્ટીઓ 

1/4 કપ લીલા સિમલા મરચાંની પટ્ટીઓ 

1/4 કપ લાલ સિમલા મરચાંની પટ્ટીઓ 

1/4 કપ સ્લાઇસ કરેલી ઝૂકિની 

1/4 કપ હલકા ઉકાળેલાં બ્રોકોલીનાં ફૂલ 

1/4 કપ ત્રાંસા કાપીને હલકા ઉકાળેલા બેબી કોર્ન 

1 ટીસ્પૂન સૂકા લાલ ચિલી ફ્લેક્સ 

1 1/2 ટીસ્પૂન સૂકા મિક્સ હર્બસ 

1/4 કપ ખમણેલું પ્રોસેસ્ડ ચીઝ 

પીરસવા માટે    

ગાર્લિક બ્રેડ 

રીત

  1. એક ઊંડા બાઉલમાં દૂધ, મેંદો અને મીઠું મેળવી સારી રીતે ફીણી લો જેથી તેમાં ગાંગડા ન રહે. તે પછી તેને બાજુ પર રાખો.
  2. એક પહોળા નોન સ્ટિક પેનમાં માખણ ગરમ કરી તેમાં લસણ મેળવી મધ્યમ તાપ પર થોડી સેકન્ડ સુધી સાંતળી લો.
  3. તેમાં પીળા, લાલ અને લીલા સિમલા મરચાં અને ઝૂકિની મેળવી મધ્યમ તાપ પર 2 મિનિટ સુધી સાંતળી લો.
  4. તે પછી તેમાં બ્રોકોલી અને બેબી કોર્ન મેળવી મધ્યમ તાપ પર વધુ 1 મિનિટ સુધી સાંતળી લો.
  5. તે પછી તેમાં દૂધ અને મેંદાનું મિશ્રણ, ચિલી ફ્લેક્સ, મિક્સ હર્બસ, ચીઝ અને થોડું મીઠું મેળવી, સારી રીતે મિક્સ કરી મધ્યમ તાપ પર 2 મિનિટ સુધી સતત હલાવતા રહી રાંધી લો.
  6. છેલ્લે તેમાં ફ્યૂસિલી મેળવી, સારી રીતે મિક્સ કરી મધ્યમ તાપ પર 1થી 2 મિનિટ સુધી વચ્ચે-વચ્ચે ઉપર નીચે કરતાં રાંધી લો.
  7. ગાર્લિક બ્રેડ સાથે તરત જ પીરસો.

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો