પીયૂષ ગુરભેળે અને રૂપેશ સોની બન્યા ડાન્સ દીવાને-3ના વિજેતા - Sandesh
  • Home
  • Supplements
  • Cine Sandesh
  • પીયૂષ ગુરભેળે અને રૂપેશ સોની બન્યા ડાન્સ દીવાને-3ના વિજેતા

પીયૂષ ગુરભેળે અને રૂપેશ સોની બન્યા ડાન્સ દીવાને-3ના વિજેતા

 | 3:00 am IST
  • Share

 નાના પડદા પર ચાલી રહેલા ડાન્સ શોઝમાં આજકાલ ગ્રાન્ડ ફિનાલેની સિઝન ચાલી રહી છે. દરેક મોટી ચેનલ પર કોઈ ને કોઈ ડાન્સ રિયાલિટી શો ચાલી રહ્યાં છે ત્યારે ડાન્સ દીવાને નામના એક શોને તેની ત્રીજી સિઝનનો વિજેતા મળી ગયો છે. મહારાષ્ટ્રના પીયૂષ ગુરભેળે અને તેના કોરિયોગ્રાફર રૂપેશ સોનીએ આ શોની ટ્રોફી પોતાના નામે કરી હતી. બંનેને ટ્રોફીની સાથે રૂ.40 લાખની રોકડ રકમ અને એક કાર ભેટમાં મળી હતી. શોના ફાઈનલમાં એક સમયના ડિસ્કો ડાન્સર અભિનેતા મિથુન ચક્રવર્તી મુખ્ય મહેમાન તરીકે હાજર રહ્યાં હતા. ડાન્સ દીવાનેની ટ્રોફી જીત્યા પછી વિજેતા પીયૂષે એક ઈન્ટરવ્યૂમાં જણાવ્યું હતું કે, હું ખૂબ જ ખુશ છું અને મારી અંદર એકસાથે અનેક લાગણીઓ ઉભરી આવી છે જેને હું વ્યક્ત કરી શકું તેમ નથી. હજુ મને આ બધું એક સપના જેવું લાગી રહ્યું છે. અહીં સુધીની સફર ખૂબ જ મજાની રહી. હું મને સહકાર આપનાર મારા પરિવાર અને ચાહકોનો આભાર માનું છું. પીયૂષે ડાન્સ દીવાને પહેલાં ડાન્સ ઈન્ડિયા ડાન્સની છઠ્ઠી સિઝન માટે ઓડિશન આપ્યું હતું. એ વખતે પણ તેણે પોતાના જબરજસ્ત ડાન્સથી સૌ કોઈનું દિલ જીતી લીધું હતું, જોકે તેમાં તેણે રનર અપ રહીને સંતોષ માનવો પડયો હતો. 

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો