પુત્રનું અકસ્માતમાં મોત નીપજતા માતાને આઘાત લાગતા મોત થયું - Sandesh
  • Home
  • Newspaper
  • પુત્રનું અકસ્માતમાં મોત નીપજતા માતાને આઘાત લાગતા મોત થયું

પુત્રનું અકસ્માતમાં મોત નીપજતા માતાને આઘાત લાગતા મોત થયું

 | 3:54 am IST

 

વડોદરા ઃ કોયલી ચેક પોસ્ટ પાસેથી રસ્તો ક્રોસ કરી રહેલા પ્રોઢને ટ્રેલર ચાલકે અડફેટમાં લેતા, ટ્રેલરના તોતિંગ પૈડા પ્રોઢના માથે ફરી વળતા તેઓનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું. પુત્રના મોતના સમાચાર સાંભળીને આઘાતમાં સરી પડેલ માતાનું પણ ગણતરીની મીનિટોમાં જ મોત થયું હતું. ભટ્ટ પરિવારમાં એક સાથે બે વ્યક્તિઓના મોત નીપજતા પરિવાર શોકાતૂર બન્યું હતુ. જવાહરનગર પોલીસે ટ્રેલર ચાલકની અટકાયત કરીને આગળની કાર્યવાહી હાથ ધરી હતી. કોયલી ખાતેની રામવાટીકા સોસાયટીમાં પરિવાર સાથે ૫૩ વર્ષીય કનુભાઈ ચીમનભાઈ ભટ્ટ રહેતા હતા. તેઓ નિવૃત જીવન ગુજારતા હતા. ગુરૂવારે મોડી રાત્રે કનુભાઈ તેમના ઘરની સામે રહેતી પૌત્રી માટે નાસ્તો આપવા માટે જઈ રહ્યા હતા. તેવામાં મિત રિટ્રેટ સોસાયટી સામેથી રોડ ક્રોસ કરતી વેળાએ પુરપાટ ઝડપે જઈ રહેલા ટ્રેલર ચાલકે કનુભાઈને અડફેટમાં લીધા હતા.

જેથી કનુભાઈ રોડ ઉપર પટકાયા હતા અને તેમના માથા ઉપરથી ટ્રકના તોતિંગ પૈડા ફરી વળતા કનુભાઈનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું. ઘટનાની જાણ મૃતકના પરિવારને થતા તેઓ તુરંત ઘટનાસ્થળે દોડી આવ્યા હતા અને ટ્રેલર ચાલક ઘટનાસ્થળેથી ફરાર થાય તે પહેલા જ પકડી પાડવામાં આવ્યો હતો. અંતે ઘટનાની જાણ જવાહરનગર પોલીસ મથકે કરાતા પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડી આગળની કાર્યવાહી હાથ ધરી હતી. ઉપરાંત ટ્રેલર ચાલકની અટકાયત કરી હતી.  

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો

;