પોતાની શક્તિ બતાવતા પહેલાં આ જાણવું કેમ જરૂરી છે? - Sandesh
  • Home
  • Supplements
  • Ardha Saptahik
  • પોતાની શક્તિ બતાવતા પહેલાં આ જાણવું કેમ જરૂરી છે?

પોતાની શક્તિ બતાવતા પહેલાં આ જાણવું કેમ જરૂરી છે?

 | 4:17 am IST
  • Share

લીડરે જ્યારે સ્પર્ધકોને યોગ્ય સમયે પોતાની શક્તિ બતાવવાની હોય ત્યારે તેણે સંપૂર્ણરીતે તૈયાર રહેવું જોઇએ, સ્માર્ટ રહેવું જોઇએ 

 લીડરે પોતાની શ્રોષ્ઠતા સાબિત કરવી હોય કે લાંબા ગાળા સુધી પોતાનું આધિપત્ય ટકાવી રાખવું હોય તો તેણે પોતાના સ્ટાફ્, ઑફ્સિ, ઑર્ગેનાઈઝેશન અથવા પોતાના રિસ્પેક્ટિવ ક્ષેત્રમાં સમયાંતરે પોતાની તાકાત, પોતાની શક્તિ બતાવતા રહેવું એ ગુણ વિશે આપણે જોયું. આવું કરવાથી કેટલાક જંતુઓ આજીવન માપમાં રહે છે અને તેઓ આપણી વિરુદ્ધ કોઈ ઉપદ્રવ કરતા પહેલાં દસ વાર વિચાર કરશે. સાથે આપણે એ પણ જોયેલું કે આપણી તાકાત ત્યારે જ બતાવવાની થાય છે, જ્યારે આપણે પક્ષે નૈતિકતા, કામ પ્રત્યેનું સમર્પણ અને અથાક પરિશ્રામ હોય. બાકી આપણે પોતે જ અહીંનું તહીં કર્યું હોય અને પછી કોઈના પર જોર કરવા ગયા તો એ ભલે ગમે એવો ભ્રષ્ટાચારી કે લબાડ હશે, પરંતુ આપણને તે એક વાર ચેકમેટ આપી શકે છે. અને શ્રોષ્ઠ લીડર આમેય તે જ બની શકે, જેને પક્ષે નૈતિકતા હોય. બાકી, લબાડો કે ચોરંટાઓ પદ પર બેસી શકે ખરા, પરંતુ પદની ગરિમા મુજબની પ્રતિષ્ઠા મેળવી શકતા નથી. એટલે તાકાત બતાવવાનો મુદ્દો તેમને લાગુ પડતો નથી.  

પણ મજાની વાત એ છે કે ધારો કે કોઈ અધિકારી, લીડર કે બિઝનેસમેન નૈતિકતાપૂર્ણ કાર્ય કરતો હોય અને તે બધી રીતે શક્તિશાળી અને સ્કિલ્ડ હોય તો પણ ભીષ્મ પિતામહ યુધિષ્ઠિરને તાકાતવાળી વાતમાં એક ક્લોઝ આપે છે. તાકાતનો ઉપયોગ સમયાંતરે કરવો એવું તો ભીષ્મે કહ્યું જ છે, પરંતુ સાથે તેઓ એમ પણ ઉમેરો કરે છે કે બુદ્ધિમાન લીડરે દેશ અને કાળ જોઈને પોતાની તાકાત બતાવવી. ઈનશોર્ટ, ભીષ્મ એમ કહે છે કે વા જોઈને સૂપડું મૂકવું. અથવા તો પવન જોઈને સઢ ફ્ેરવવો. ભીષ્મ કહે છે કે ભલે આપણી પાસે બધી સત્તા હોય કે આપણે અત્યંત શક્તિશાળી (સમર્થ) પણ હોઈએ, પરંતુ સમય એવી બાબત છે કે એ કંઈ દર વખતે આપણા પક્ષે હોતો નથી. એ જ રીતે સંજોગ પણ એક એવી બાબત છે, જેનું સંચાલન આપણી પાસે હોતું નથી.  

એટલે કેટલાક જંતુઓને કે સ્પર્ધકોને સમયાંતરે શક્તિ બતાવવાની બાબતમાં ભીષ્મ સ્માર્ટ અને ઍલર્ટ રહેવાની શીખ આપે છે, કારણ કે જો સમય આપણા પક્ષે નહીં હોય અથવા આપણા કરતાં સામેનાના સંજોગ સારા હશે તો આપણો દાવ ઊંધો પડી શકે છે. તો લીડર કે ઑફ્સિર કે આંત્રપ્રિન્યરને બકરું કાઢવામાં ઊંટ પેસી શકે છે અને તે કોઈક મોટી અથવા કારણ વિનાની માથાકૂટ કે મુશ્કેલીમાં પડી શકે છે.  

આ તો ઠીક ભીષ્મ લીડરને એમ પણ સલાહ આપે છે કે જ્યારે તમે કોઈ જંતુઓને તેની હેસિયત બતાવવાનું વિચારો છો ત્યારે તમને શું નુકસાન થઈ શકે અથવા એ જંતુઓ કયા પ્રકારનાં રિએક્શન્સ આપી શકે છે એ બાબતનો પણ વિચાર કરી લેવો. બનવાજોગ છે કે એ જંતુઓને દંડ કરવાથી કે વિરોધીઓ અથવા સ્પર્ધકોને પછાડવાથી તમારું કોઈક કામ અટકી શકે, એમાં વિલંબ થઈ શકે અથવા તમારે કોઈ બીજા વિકલ્પો પર વિચાર કરવો પડી શકે તો ગભરાવું નહીં. ઝાઝો ફ્રક ન પડતો હોય તો જંતુઓનો એકડો કાઢી જ દેવો

આવું કરવાથી દેખીતી રીતે લીડરના કોઈ કામ, પ્રોજેક્ટ અથવા મિશનમાં વિલંબ થઈ શકે છે અથવા લીડર કે ઑફ્સિર કે આંત્રપ્રિન્યરને થોડુંઘણું આર્થિક નુકસાન થઈ શકે છે. બનવાજોગ છે કે માર્કેટમાં કે પોતાના ક્ષેત્રમાં લીડરને વિશે થોડીઘણી વાતો પણ થાય. પણ જેણે શ્રોષ્ઠ આસન પર બેસવું છે કે જેણે એક્ચ્યુઅલમાં રૂલ કરવું છે એમણે એ થોડાંઘણાં નુકસાન, લોકોની વાતો કે પોતાના કામના વિલંબને પાર્ટ ઓફ્ વર્ક અથવા સ્ટ્રેટેજી સમજીને આગળ વધી જવું, કારણ કે જો આવું નહીં કરાય તો લીડર કે ઑફ્સિર મેન્ટલી ડિપ્રેસ્ડ રહેશે અને તે પૂરા ફેકસ સાથે પોતાના વિઝન કે પોતાના ગોલને પામી શકશે નહીં.  

યાદ રહે કે કોઈ પણ અધિકારી કે આંત્રપ્રિન્યર કે લીડર માટે તેનું સ્ટેટ ઑફ્ માઈન્ડ યોગ્ય રહે એ અત્યંત જરૂરી છે. આમેય લીડર કે ઑફ્સિર કંઈ તગારાં ઊંચકવાં નથી જવાનો કે નથી તેણે ફઈલોમાં માથાં મારીને ઉલઝેલા રહેવાનું. તે ક્યાં તો રિવ્યૂ મિટિંગ્સમાં હશે, ક્યાં તો પ્લાનિંગ્સમાં હશે અથવા રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટમાં હશે. એવા સમયે તેનું ચિત્ત અથવા મન શાંત હોય, ઉત્સાહમાં હોય કે પોઝિટિવ હોય એ અત્યંત જરૂરી છે. અને ચિત્તને વિહ્વળ ન રાખવું હોય કે તેને ફેક્સ્ડ રાખવું હોય તો લીડર માટે મનની શાંતિ અત્યંત મહત્ત્વ ધરાવતી બાબત છે. પણ લીડર કે ઑફ્સિર જો પેલા જંતુઓને ચલાવી લેતો હોય અથવા તેમના પ્રત્યે દર વખતે માનવીય અભિગમ દાખવીને તેને જવા દેતો હોય તો

તો એ લીડર મીડિયોકર જીવન અથવા નાનીમોટી સફ્ળતા મેળવીને મરી જશે. તેને નામે ઇતિહાસ નહીં લખાય, કારણ કે ગ્રેટ લીડરે, ઍચિવ પણ ગ્રેટ કરવાનું હોય અને ગ્રેટ અચિવ કરવા તેણે નાના જંતુઓને તો ઠાર કરવા જ રહ્યા. પણ એ સિદ્ધાંત બાબતે અગેઈન એક નાનકડું રિમાઈન્ડર એટલું જ કે નૈતિકતા અને સમર્પણ જેને પક્ષે હોય એણે જ બીજાઓને ડામવા કે ઠાર કરવા નીકળવું. નહીંતર એક ભ્રષ્ટાચારી બીજા ભ્રષ્ટાચારીને ડામવા નીકળે તો એને ધર્મ ન કહેવાય, એ તો ગેંગવોર કહેવાય.  

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો