પોલીસને ચકમો આપી કોંગ્રેસ દ્વારા મોંઘવારીના રાક્ષસનું દહન - Sandesh
 • Home
 • Jamnagar
 • પોલીસને ચકમો આપી કોંગ્રેસ દ્વારા મોંઘવારીના રાક્ષસનું દહન

પોલીસને ચકમો આપી કોંગ્રેસ દ્વારા મોંઘવારીના રાક્ષસનું દહન

 | 7:00 am IST
 • Share

 • રાજકોટમાં ‘કોંગ્રેસ આગે-પોલીસ પીછે’ની રમત યથાવત
 • મધ્ય ઝોનમાં કોંગ્રેસના ૧૨ કાર્યકર્તાની અટકાયત
 • રાજકોટઃ એક તરફ આજે દશેરાએ રાવણ દહનનો પારંપરિક કાર્યક્રમ વિ.હિ.પ. અને સાથી સંગઠનો દ્વારા યોજવામાં આવી રહ્યો હતો ત્યારે સરકાર સામે વિરોધ કરવા માટે કોંગ્રેસ દ્વારા મોંઘવારીના રાક્ષસનું દહન કરવાનો કાર્યક્રમ યોજાયો હતો. પોલીસના જાપ્તા છતા ચકમો આપી ૪ ે સ્થલે પૂતળાદહન અને દેખાવો કરવામાં કોંગ્રેસ સફળ રહી હતી. પાંચ કાર્યક્રમો હતા જેમાંથી કેનાલ રોડ ઉપરનો કાર્યક્રમ થઈ નેતાઓની અટકાયતમાં થઈ શકયો ન હતો.
  કોંગ્રેસે કાર્યક્રમ જાહેર કરતા આજે ઢેબર રોડ ખાતેના કાર્યાલય ખાતે પોલીસ દોડી આવી હતી અને શહેર કોંગ્રેસના કાર્યકારી પ્રમુખ પ્રદિપ ત્રિવેદી તેમજ ભાનુબેન સોરાણી, વશરામ સાગઠીયા અને અન્ય આગેવાનોની અટકાયત કરી હતી. આ કાર્યક્રમો અંગે પ્રદિપ ત્રિવેદીએ કહયું હતું કે, અમારી અટકાયત પાછળથી અન્ય કાર્યકરોએ પૂતળાદહન કર્યુ ંહતું. આવી જ રીતે વોર્ડ નં.૧૪માં પણ પૂતળાદહનના કાર્યક્રમ પહેલા રણજીત મુંધવા, ભાવેશ પટેલ, રમેશ તલાટીયા વિગેરેની અટકાયત કરવામાં આવી હતી. પૂર્વ ઝોનમાં પોલીસને ચકમો આપીને કાર્યકરો અને આગેવાનોએ કાર્તિક પાર્ટી પ્લોટ પાસે પૂતળાદહન કરી સરકાર સામે સુત્રોચ્ચાર કર્યા હતા. જયારે પૃીમ ઝોનમાં ઉમિયા ચોક પાસે આગેવાનોએ પૂતળાદહન કરી દેખાવો કર્યા હતા.વોર્ડ નં.૩માં પણ કાર્યક્રમ દિલિપ આસવાણી અને અન્યઆગેવાનો દ્વારા યોજાયો હતો.
  કોંગ્રેસના મહેશ રાજપુત અને અન્ય આગેવાનોએ જણાવ્યું હતું કે, સરકાર મોંઘવારીને કાબૂમા રાખવામાં નિષ્ફળ રહી છે. ઈંધણ સહિતની રોજીંદી વપરાશની વસ્તુઓના ભાવ આસમાને આંબ્યા છે છતા તંત્ર દ્વારા ભાવ વધારો અને ફુગાવાને કાબૂમા લેવા કોઈ જ કાર્યવાહી થતી નથી. અમે આજે મોંઘવારીના રાક્ષસનું દહન કરીને પ્રતિકાત્મક વિરોધ કર્યો હતો. લોકોની મુશ્કેલીને વાચા આપતા સુત્રોચ્ચાર પણ કર્યા હતા.

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો