પ્લાસ્ટિકના રમકડાં, શેમ્પૂ-ફૂડ કન્ટેનરના કેમિકલથી દર વર્ષે 1 લાખ લોકોના અકાળે મોતનું જોખમ - Sandesh
  • Home
  • Health & Fitness
  • પ્લાસ્ટિકના રમકડાં, શેમ્પૂ-ફૂડ કન્ટેનરના કેમિકલથી દર વર્ષે 1 લાખ લોકોના અકાળે મોતનું જોખમ

પ્લાસ્ટિકના રમકડાં, શેમ્પૂ-ફૂડ કન્ટેનરના કેમિકલથી દર વર્ષે 1 લાખ લોકોના અકાળે મોતનું જોખમ

 | 4:05 am IST
  • Share

  • પ્લાસ્ટિક લોકો માટે સ્લો પોઇઝન બની રહ્યું છે
  • બાળકોના રમકડાંશેમ્પૂ અને ખાવાના પ્લાસ્ટિક કન્ટેનરમાં રહેલા કેમિકલ્સ  કરે છે નુકસાન
  • આ વસ્તુઓથી દર વર્ષે 1  લાખ લોકોના અકાળે મોત થાય છે

આજકાલ પ્લાસ્ટિક લોકો માટે સ્લો પોઇઝન બની રહ્યું છે. અમેરિકન વૈજ્ઞાાનિકોએ આ અંગે લોકોને એલર્ટ કર્યા છે કે બાળકોના રમકડાં, શેમ્પૂ અને ખાવાના પ્લાસ્ટિક કન્ટેનરમાં રહેલા કેમિકલ્સથી દરવર્ષે એક લાખ લોકોના અકાળે મોત થઇ શકે છે. છેલ્લા એક દાયકામાં થૈલેટ્સમાં વ્યક્તિમાં નપુંસકતા અને મેદસ્વિતા વચ્ચે સીધું કનેક્શન હોવાનું સામે આવ્યું છે જેને જોતા કેટલાક દેશોમાં તેના વપરાશને ઘટાડી નાખવામાં આવ્યો છે.

રિસર્ચર ડૉ. લિયોનાર્ડો ટ્રેસેંડના જણાવ્યા મુજબ થૈલેટ્સનો ઉપયોગ મુખ્યત્વે પ્લાસ્ટિકના ઉત્પાદનોને મજબુત બનાવવા માટે કરવામાં આવતો હોય છે, જેમ કે ફ્લોરીંગ, પ્લાસ્ટીક પેકેજિંગ અને ગાર્ડન ઇક્વિપમેન્ટસ. આનાથી મોતનું જોખમ વધી જાય છે. આનું જોખમ સમજવા માટે અમેરિકાની એનવાઇયૂ લૈંગૂન હેલ્થના રિસર્ચરોએ 2001 થી 2010 વચ્ચે રીસર્ચ કર્યું હતુ. જેમાં 55 થી 64 વર્ષની ઉંમરના 5303 વયસ્કોને સામેલ કરવામાં આવ્યા હતા. આ લોકોના શરીરમાં થૈલેટ્સ કેમિકલનું પ્રમાણ જાણવા માટે તેમના યુરીન સેમ્પલ લેવામાં આવ્યા અને તેની તપાસ કરવામાં આવી હતી. અને રિપોર્ટના પરિણામ અને મોતના જોખમ વચ્ચેના કનેક્શનને સમજવામાં આવ્યું.

જર્નલ એન્વાયરમેન્ટ પોલ્યુશનના અહેવાલમાં મુજબ જે લોકોમાં થૈલેટ્સનું પ્રમાણ વધારે હતું તેમને મોતનું જોખમ વધારે હતું. અમેરિકામાં આનાથી અંદાજે 1,07,283 લોકોના મોત થઇ શકે છે. સંશોધકો કહે છે કે, થૈલેટ્સ વાળા પ્લાસ્ટિકની ચીજોમાં જમવાનું ખાવાથી, પીવાથી કે શ્વાસ દ્વારા તેના કણ શરીરમાં પહોંચવાનું જોખમ વધી જાય છે.

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો