બાબરાની મુખ્ય બજારમાં રામ-રાવણ વચ્ચે ખેલાયો રણસંગ્રામ - Sandesh
 • Home
 • Jamnagar
 • બાબરાની મુખ્ય બજારમાં રામ-રાવણ વચ્ચે ખેલાયો રણસંગ્રામ

બાબરાની મુખ્ય બજારમાં રામ-રાવણ વચ્ચે ખેલાયો રણસંગ્રામ

 | 4:04 am IST
 • Share

 • મહાકાળી ગરબી મંડળે ૧૩૩ વર્ષની પરંપરા જાળવી
 • દશાનંદ વધ બાદ ભગવાન શ્રાી રામચંદ્રજીના જયજયકાર સાથે મીઠાઈ વેચાઈ
 • બાબરાઃ બાબરામાં દશેરાના પર્વ નિમિત્તે છેલ્લા ૧૩૩ વર્ષથી મુખ્ય બજારમાં આવેલ મહાકાળી ગરબી દ્વારા ઉજવાતા રામ રાવણ યુદ્ધનો ધાર્મિક કાર્યક્રમ ભાવ પૂર્વક ઉજવવામાં આવ્યો
  બાબરામાં સવા સો વર્ષ ઉપરાંતના સમયથી દશેરાના પાવન દિવસે અસત્ય ઉપર સત્યના વિજય રૂપી રામ રાવણનું ઘમાસાણ સાથે હનુમાનજી સહિત રામ લક્ષમણ જાનકીજીના નગર વિહાર બાદ મુખ્ય ચોકમાં રામ રાવણનો મુકાબલો થયો હતો જેમાં ગદા યુદ્ધ બાદ રામચંદ્રજીના ધનુષબાણથી દશાંદન રાવણનું મસ્તક છેદવામાં આવ્યું હતું અને દશેરાની પરંપરા ગત ઉજવણી કરવામાં આવી હતી
  ઘમાસાણ યુદ્ધ નિહાળવા આવતા ગ્રામજનો આ તકે હનુમાનજીની ગદાનો મીઠો માર પ્રસાદ રૂપી ખાવાનું ચુકતા નથી શહેરી યુવાનો બુજર્ગો સહિત હિન્દૂ મુસ્લિમ બિરાદરો એક મેક ધાર્મિક કાર્યક્રમોમાં જોડાયા હતા આગલા દિવસે રાત્રે પાવગઠનું પતન નામક મહાકાળી માતાજીનો વેશભૂષા કાર્યક્રમ યોજાયો હતો.ધાર્મિક કાર્યમાં થતી આર્થિક આવક ગૌચારા સહિત જરૂરિયાતમંદ લોકોની દવા સહિતના ખર્ચમાં કમિટી દ્વારા કરવામાં આવે છે.છેલ્લા દશ વર્ષથી રાવણનું મુખ્ય પાત્ર બાબરા રહેતા ઘૂઘાભાઈ બાવળીયા ભજવે છે જ્યારે અન્ય પાત્રોમાં ફ્ેરફર થતા રહે છે

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો