બાય નથિંગ પ્રોજેક્ટ પરગજુ લોકોનો એક આધુનિક સમાજ - Sandesh
  • Home
  • Supplements
  • Sanskar
  • બાય નથિંગ પ્રોજેક્ટ પરગજુ લોકોનો એક આધુનિક સમાજ

બાય નથિંગ પ્રોજેક્ટ પરગજુ લોકોનો એક આધુનિક સમાજ

 | 4:57 am IST
  • Share

બીએનપીમાં ખાસ કોઈ લિમિટેશન નથી. જેમને જેટલી ઇચ્છા થાય એટલું યોગદાન, મદદ આપી શકે

  ગયા વર્ષે ન્યૂયોર્કમાં કોરોના વાઈરસ ખતરનાક હદે ફેલાયો હતો. યુવાન નતાશા પ્રથમ બાળકને જન્મ આપવાની હતી અને ખૂબ ગભરાઈ ગઈ હતી. દૂરના કનેક્ટીકટ રાજ્યના ન્યૂ હેવન ખાતે સેપાલા નામની એની બહેનપણી વસતી હતી. કોરોનાના હોટસ્પોટમાંથી છટકીને એ માત્ર થોડા સામાન સાથે ત્યાં પહોંચી ગઈ, પણ પ્રથમ વાર માતા બનનારી સ્ત્રીને માટે આવશ્યક હોય તેવી તમામ સાધનસામગ્રી, ઉતાવળમાં, ન્યૂયોર્કમાં જ છોડીને એ નીકળતી ગઈ હતી. અમુક ચીજો, વજનદાર હોવાથી સાથે લઈ શકાય પણ નહીં. જેમ કે, ક્રીબ, ઘોડિયું વગેરે.

બહેનપણી સેપાલાએ ફેસબુક પર ચાલતાંબાય નથિંગનામના ગ્રૂપમાં નતાશા માટે આવશ્યક ચીજોની વિનંતી મૂકી. સેપાલાએ મેસેજમાં લખ્યું હતું કે, ‘મારા ઘરે મારી ફ્રેન્ડ આવી છે. એ બાળકને જન્મ આપવાની છે, પરંતુ તે માટેની કોઈ જરૂરી ચીજવસ્તુ અમારી પાસે નથી.’ ફેસબુક ગ્રૂપમાં તે મેસેજને સભ્યોએ તત્કાળ પ્રાયોરિટી આપી. કોઈ ક્રીબ (બાળકોને સુવડાવવાની ખાટલી), કોઈ ઘોડિયું, કોઈ બાળકોનાં કપડાં, ડાયપર, સેનેટરી પેડસ, દૂધની બોટલો વગેરે પહોંચાડી ગયાં.

આ એક એવી સ્થિતિ છે જેમાં લોકો મદદે આવીને ધન્યતા અનુભવે છે. ત્યાં સુધી કે એક મિડવાઈફે કોઈ ચાર્જ લીધા વગર ઘરે પ્રસૂતિ કરાવી, કારણ કે હોસ્પિટલમાં તો કોરોનાનો ચેપ લાગવાનો ડર વધુ હતો. આપણા પૂર્વજો હજારો વર્ષ અગાઉ લખી ગયા કેત્યેન ત્યકતેન ભુંજીથા, મા ગૃધઃ કસ્યસ્વિદ્ધનમ્!’ ત્યાગીને ભોગવી જાણ અને બીજાના ધનની આશા ન રાખ. કંઈક આવી જ અને અન્ય સદ્ભાવનાઓ સાથેબાય નથિંગ પ્રોજેક્ટ‘ (બીએનપી) કામ કરી રહ્યો છે. લોકો પ્રાચીનકાળમાં એકમેકની મદદ કરવા માંગે છે. અમુક યોજનાઓ જેવી કે ભૂદાન ચળવળ, સમૂહ ખેતી વગેરે શરૂ થઈ. આંશિક સફળતા બાદ બંધ પડી ગઈ. કોઈપણ યોજનાનાં લિમિટેશન્સ હોય તે એવડાં મોટાં ન હોવાં જોઈએ કે યોજના આગળ ન વધે. બીએનપીમાં ખાસ કોઈ લિમિટેશન નથી. જેમને જેટલી ઇચ્છા થાય એટલું યોગદાન, મદદ આપી શકે. માત્ર નામ સાંભળીને બાય નથિંગ પ્રોજેક્ટ પણ એક યુરોપિયન, કલ્પિત સ્વર્ગ જેવો પ્રોજેક્ટ લાગે, પણ 2013માં શરૂ થયો છે અને આજે પણ મોટા પાયે ફેલાઈ રહ્યો છે. તે તેની વ્યવહારુતા દર્શાવે છે. બીએનપીના અનેક સ્તુત્ય ઉદ્દેશ્યો તેની કાર્યપ્રણાલી દ્વારા જ વ્યક્ત થાય છે. કાર્યપ્રણાલી એ છે કે પોતાના પાસે નિરર્થક પડી રહેલી ચીજવસ્તુ જેને જરૂરી છે તેને આપવી. પરિણામે વસ્તુઓનું ઉત્પાદન ઓછું થાય અને પર્યાવરણ ઓછું બગડે. જરૂરતમંદને મળે તેથી વસ્તુનો સદુપયોગ થાય અને પૈસાની બચત થાય. ત્રણ, ટેક્નોલોજીને કારણે સમાજના લોકો અને કુટુંબો એકમેકથી દૂર થઈ રહ્યાં છે તે ફરીથી નજીક આવે. અળગા, અટૂલા પડેલા લોકો અને ખાસ કરીને વૃદ્ધોને પ્રતીત થાય કે તેઓની સંભાળ લેનારાં લોકો પણ છે. ખાસ મહત્ત્વનું નહીં છતાં ચોથું કારણ એ છે કે ઘરમાં પડેલું ડબચર ઓછું થાય. જેઓને ઘરમાં ઓછો સામાન રહે તે સ્થિતિ પસંદ હોય (મિનિમલિસ્ટ) તેઓના માટે આ રીતનો નિકાલ આનંદપ્રદ બની રહે છે. નતાશાના કિસ્સામાં એવું બન્યું હતું કે એ એરિયાની એક બેબી શોપ (સ્ટોર) દ્વારા પણ અમુક વસ્તુઓ ગિફટ તરીકે મોકલવામાં આવી હતી.

લોકો આ રીતે એક નેટમાં, વ્યવસ્થામાં જોડાઈ શકે છે તેનો યશ આધુનિક ટેક્નોલોજી, અહીં ફેસબુકને જાય છે. વર્ષ 2013માં અમેરિકાની લિઝલ બી.ક્લાર્ક અને રિબેકા રોકફેલર નામની બે સખીઓ તિબેટ અને નેપાળની સરહદ પરના એક પહાડી ગામમાં પહોંચી હતી. દુર્ગમ રસ્તાઓને કારણે એ ગામમાં ચીજવસ્તુઓની સપ્લાય આસાનીથી થતી ન હતી. ગામની મુખિયા સ્ત્રી ગામના દરેક કુટુંબની જરૂરિયાત પ્રમાણે ચીજવસ્તુની વહેંચણી કરે. કોઈ સ્ત્રીને બાળક આવવાનું હોય તો તેની વિશિષ્ટ જરૂરિયાતોનું પણ ધ્યાન રખાય. કોઈના ઘરે નવરી પડેલી ચીજવસ્તુ એ જરૂરતમંદ કુટુંબને પહોંચાડવામાં આવે. સૌરાષ્ટ્રમાં પણ આ પ્રકારની વ્યવસ્થા થોડા દાયકા અગાઉ હતી.

બંને અમેરિકન સખીઓ તેમાંથી નવો બોધપાઠ શીખી. ‘સામાજિક મૂડીનો એક વિચાર પેદા થયો. પિૃમ અમેરિકાના દરિયાકાંઠાનાં તેઓનાં મકાનો નજીક પેસેફિક મહાસાગરમાંથી પ્લાસ્ટિકનો કચરો તણાઈને આવતો હતો તેની ચિંતા તેમને હતી જ. તેનો ઉકેલ પણ આ સામૂહિક મૂડીના કોન્સેપ્ટમાં છે તે જાણીને વધુ પ્રેરણા મળી. પિૃમ કાંઠે આવેલા વોશિંગ્ટન રાજ્યના બ્રેઈનબ્રીજ આયલેન્ડ ખાતે તેઓએબાય નથિંગ ગ્રૂપ‘ (કશું ખરીદો નહીં)ની સ્થાપના કરી. નિયમો સાદા રખાયા. ‘કશું ખરીદો નહીં, કશું વેચો નહીં, વસ્તુના બદલામાં વસ્તુની આપલે (બાર્ટર) કરવી નહીં, ચીજવસ્તુથી છુટકારો મેળવવાના આશયથી બીજાને માથે એ વસ્તુ મારવી નહીં.’ આવા સરળ નિયમો. આવા નિયમો પળાય તો કૌટુંબિક અને પડોશપ્રેમની ભાવનાઓ ખીલે. લોકો એકમેકને ત્યાં આવતાં જતાં થાય અને વ્યક્તિગત વાતચીત, આપવીતી વગેરેની આપલે કરે તે બાબતને આ નિયમોમાં ધ્યાનમાં રખાઈ છે. બાય નથિંગ પ્રોજેક્ટના જે સભ્યો છે

 તેઓબાય નથિંગરતરીકે ઓળખાય છે. લૉકડાઉન અને આઈસોલેશનના સમયમાં બીએનપીની સભ્ય સંખ્યામાં મોટી ભરતી આવી. અન્ય પરિબળો પણ તેના વિકાસ માટે મહત્ત્વનાં રહ્યાં છે. ખાસ તો સામાજિક અને કૌટુંબિક ભાવના અને વ્યયનો અટકાવ. 2013માં માત્ર બે આંકડાના સભ્યપદથી શરૂ થયેલા પ્રોજેક્ટના સભ્યો તરીકે આજે 44 દેશોના 43 લાખ લોકો છે જેઓ 6800 જેટલાં પેટા ગ્રૂપોમાં વહેંચાયેલા છે. કોઈપણ ગ્રૂપમાં સભ્ય સંખ્યા અમુક સંખ્યાથી વધી જાય પછી તેનું વિભાજન થાય છે. તેની પાછળનો ઉદ્દેશ્ય પાડોશના લોકો, એક વિસ્તારના લોકો આપસમાં વધુ વ્યવહાર કરે તે છે. તેનો અર્થ એ નથી કે બીજા ગ્રૂપ સાથે વ્યવહાર ન કરાય. ઘણી વખતે અન્ય ગ્રૂપો પણ મદદે આવે. દરેક ગ્રૂપના એક હેડ હોય છે. એક જ વિસ્તારનું ગ્રૂપ હોય તેનો ફાયદો એ કે વધારે ખર્ચ વગર જરૂરતમંદને ઝડપથી ચીજ પહોંચાડી શકાય. ઘણા લોકો પોતાની પાસે પડેલી ચીજ પણ ગ્રૂપની એપ્લિકેશન પર ઓફર કરે છે. 2018માં હોલિવૂડની રેમોના મોન્ટેરોસ ગ્રૂપમાં જોડાઈ ત્યારે તેમાં ચાલીસ સભ્યો હતો. જોતજોતામાં 1800 સભ્યો થઈ ગયા અને ગ્રૂપને બે ભાગમાં વહેંચી નંખાયું જેથી વહીવટ આસાન બને. લોકો એકબીજાના પાડોશમાં પરગજુ લોકોની હાજરી જોઈને અભિભૂત બને છે. આ એપ્લિકેશન દ્વારા વાટકી વહેવાર પણ થાય. એક મહિલા લખે કે ચપટીક ઓટમીલની જરૂર છે એટલે થોડી વારમાં મળી જાય. લાગે છે કે આપણી ગુજરાતી બહેનોને, ખાસ કરીને દયાળુ બહેનોને આ પ્રવૃત્તિ જરૂર પસંદ પડશે.  

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો