બાળકોનો રૂમ પૂર્વ દિશામાં રાખવો શુભ રહેશે - Sandesh
  • Home
  • Supplements
  • Nakshatra
  • બાળકોનો રૂમ પૂર્વ દિશામાં રાખવો શુભ રહેશે

બાળકોનો રૂમ પૂર્વ દિશામાં રાખવો શુભ રહેશે

 | 12:30 am IST
  • Share

બાળકોના રૃમમાં ભણવા માટેનું ટેબલ પૂર્વની દીવાલ પાસે રાખવું યોગ્ય રહે છે. ભણવાનું ટેબલ દીવાલથી ૧૦-૧૫ સેમી. દૂર રાખવું. ટેબલ ઈશાન ખૂણામાં અડવું જોઈએ નહીં. આવી ગોઠવણ શ્રેષ્ઠ કહેવાય

ભણવાના ટેબલ ઉપર સરસ્વતી મા અને ગણેશ ભગવાનનો ફોટો રાખવો અથવા તેમનું યંત્ર મૂક્વું

વાસ્તુશાસ્ત્ર પ્રમાણે બાળકોની અંદર સકારાત્મક ઊર્જા આવે એવી દિશામાં બાળકોનો રૃમ રાખવો જોઈએ, જેથી તેઓ ખૂબ હોશિયાર બને અને તેમનું સ્વાસ્થ્ય પણ સારું રહે.

પૂર્વ દિશામાંથી સાત્ત્વિક ઊર્જા મળતી હોવાથી બાળકોનો રૃમ પૂર્વ દિશામાં રાખવો જોઈએ.

રૃમમાં પલંગની ગોઠવણી પિૃમ બાજુ રાખવી.

બાળકોના રૃમમાં અલગ અલગ રંગ કરવા જોઈએ. 

બેડને સુશોભિત કરવો. બેડશીટ કાળા રંગની ન હોય, એનું ધ્યાન રાખવું.

બાળકોના રૃમમાં ભણવા માટેનું ટેબલ પૂર્વની દીવાલ પાસે રાખવું.

ભણવાનું ટેબલ દીવાલથી ૧૦-૧૫ સેમી. દૂર રાખવું. ટેબલ ઈશાન ખૂણામાં અડવું જોઈએ નહીં. 

બાળકોના રૃમમાં રમકડાં રાખવાનો કબાટ દક્ષિણ ને કપડાં રાખવાનો કબાટ નૈઋત્ય ખૂણામાં રાખવો.

ટીવી, કમ્પ્યૂટર જેવાં સાધનો બાળકોના રૃમમાં રાખવાં નહીં. જો રાખવાં હોય તો અગ્નિ ખૂણામાં રાખવાં.

બાળકોના રૃમમાં ઉત્તર દિશામાં પોપટનાં ચિત્રો અથવા દુનિયાનો નકશો રાખવો.

બાળકોના રૃમની પૂર્વ દિશાની દીવાલ પર બાળકનો ફોટો અથવા તેના આદર્શ વ્યક્તિનો ફોટો રાખવો. 

તૂટેલાં રમકડાં કે ખરાબ ઈલેકટ્રોનિક્સ ચાર્જર તાત્કાલિક બાળકોના રૃમમાંથી ખસેડી લેવાં.

બાળકો મોટાં થયા પછી તેમનો રૃમ વાયવ્ય દિશા બાજુ રાખવો.

બાળકોને મળેલા મેડલ, શિલ્ડ અથવા ટ્રોફીને અગ્નિ ખૂણામાં શો-કેસ બનાવીને મૂક્વાં.

બાળકોના રૃમમાં હિંસક પ્રાણીઓના ફોટા લગાવવા નહીં.

ચોપડા અને ચોપડીઓનો રેક વાયવ્ય દિશામાં રાખવો. 

બાળકોના રૃમમાં રોઝક્વાર્ટ્સ અને એમેથિસ્ટ ક્રિસ્ટલ રાખવા.

ભણવા(સ્ટડી)નો રૃમ

ભણવાના (સ્ટડી) રૃમની ગોઠવણ એવી હોવી જોઈએ કે જેથી બાળકોની યાદશક્તિ વધે અને થોડા સમયના વાચનમાં વધુ યાદ રહે. આથી ભણવાના રૃમની ગોઠવણ વાસ્તુશાસ્ત્ર પ્રમાણે કરવી ખૂબ જ જરૃરી છે.

વાસ્તુશાસ્ત્રની દૃષ્ટિએ ભણવાનો રૃમ પિૃમ અને નૈઋત્ય દિશાની વચ્ચે હોય, તો ઉત્તમ પરિણામ આપે છે. જો આ શક્ય ન હોય તો વાયવ્ય ખૂણામાં રાખી શકાય.

ભણતી વખતે વિદ્યાર્થીનું મુખ ઉત્તર અથવા પૂર્વ દિશામાં રહે તે રીતે ટેબલની વ્યવસ્થા કરવી.

ભણવાના રૃમનો કલર સફેદ, પિસ્તાં, આછો લીલો અથવા આઈવરી રાખવો.

અગ્નિ ખૂણાના રૃમનો ઉપયોગ બાળકોના ભણવાના રૃમ તરીકે ન કરવો.

અગ્નિ ખૂણાના રૃમમાં બાળકો ભણે તો તેમનું રમતમાં વધુ ધ્યાન રહે છે, તે જિદ્દી થાય છે અને તેમને વાંચેલું યાદ રહેતું નથી.

ભણવાની ચોપડીઓનો કબાટ દક્ષિણ અથવા ઔપિૃમ દિશામાં રાખવો.

કમ્પ્યૂટર અગ્નિ ખૂણામાં રાખવું.

એર-કન્ડિશનર અગ્નિ અથવા વાયવ્ય ખૂણામાં રાખવું.

ભણવાના રૃમમાં પાણીની વ્યવસ્થા અથવા પાણીની બોટલ ઈશાન ખૂણામાં અથવા ટેબલની ઈશાન બાજુ રાખવી.

ભણવાના ટેબલ સામે અથવા પાછળ અરીસો રાખવો નહીં.

ઉત્તર દિશાના રૃમમાં પિૃમ બાજુની દીવાલ પર ખુરશી રાખી આગળ ટેબલ મૂકીને પૂર્વ બાજુ મુખ રહે તે રીતે ભણવા બેસવું.

ભણવાના રૃમમાં ગંદકી કરવી નહીં. નિયમિત સાફસફાઈ કરવી.

ભણવાના ટેબલ ઉપર સરસ્વતી મા અને ગણેશ ભગવાનનો ફોટો રાખવો અથવા તેમનું યંત્ર મૂક્વું. 

એજ્યુકેશન ટાવર ભણવાના ટેબલની ઉત્તર દિશામાં મૂકવું.

જે વિદ્યાર્થીઓ વિદેશમાં ભણવા જવા માટેની તૈયારી કરતા હોય તેમણે ટેબલની વાયવ્ય બાજુ એજ્યુકેશન ગ્લોબ રાખવો.

બાળકો ભણવામાં હોશિયાર બને તે માટે એજ્યુકેશન ક્રિસ્ટલ કિટ તથા રુદ્રાક્ષના કવચ પહેરાવવા અથવા તે ટેબલના ઈશાન ખૂણામાં રાખવા.

દક્ષિણ દિશામાં મુખ કરીને ક્યારેય વાંચવું નહીં.

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો