બિરલા કોર્પોરેશનઃ ગ્રાઇન્ડિંગ ક્ષમતા પાંચ વર્ષોમાં બમણી કરશે - Sandesh
  • Home
  • Supplements
  • Business @ Sandesh
  • બિરલા કોર્પોરેશનઃ ગ્રાઇન્ડિંગ ક્ષમતા પાંચ વર્ષોમાં બમણી કરશે

બિરલા કોર્પોરેશનઃ ગ્રાઇન્ડિંગ ક્ષમતા પાંચ વર્ષોમાં બમણી કરશે

 | 7:06 am IST
  • Share

એમ પી બિરલા ગ્રૂપની મુખ્ય કંપની બિરલા કોર્પોરેશનનો મુખ્ય બિઝનેસ સિમેન્ટ છે. જોકે તે જ્યૂટ ઇન્ડસ્ટ્રીમાં પણ હાજરી ધરાવે છે અને આ સેગમેન્ટમાંથી આશરે 5 ટકા આવક મેળવે છે. કંપનીએ 2027 સુધીમાં તેની ગ્રાઇન્ડિંગ ક્ષમતા વધારીને ર્વાિષક 3 કરોડ ટન કરવાનો લક્ષ્યાંક નક્કી કર્યો છે, જે હાલમાં 1.56 કરોડ ટન છે. મહારાષ્ટ્રના મુકુતબાન ખાતે 2021-22 સુધીમાં 39 લાખ ટનની ગ્રાઇન્ડિંગ કેપેસિટી સાથેનો ઇન્ટિગ્રેટેડ પ્લાન્ટ ચાલુ થયા બાદ આ કેપેસિટી વધીને ર્વાિષક 1.95 કરોડ ટન થશે. આ ઉતરાંત ઉત્તરપ્રદેશ ખાતેના કુંદનગંજ પ્લાન્ટના વિસ્તરણ બાદ 2022-23 સુધીમાં આ કેપેસિટી વધીને ર્વાિષક 2.05 કરોડ થશે.આ પ્લાન્ટનીઔગ્રાઇન્ડિંગ કેપેસિટી આ સમયગાળા સુધીમાં ર્વાિષક 10 લાખ ટન થશે. રાજસ્થાનના ચંદેરિયા ખાતે ક્લિન્કર કેપેસિટીના ડી-બોટલનેકિંગની કામગીરી લગભગ પૂરી થઈ છે અને તેનાથી ક્લિન્કર કેપેસિટીમાં ર્વાિષક 40 હજાર ટનનો વધારો થશે. તેનાથી કુંદનગંજ પ્લાન્ટની ક્લિન્કરની વધારાની જરૂરિયાત પૂરી કરવામાં મદદ મળશે. કંપનીએ હજુ યોજના જાહેર કરી નથી. પરંતુ અમે માનીએ છીએ કે કંપની મધ્યપ્રદેશના મૈહરમાં ત્રીજી ક્લિન્કર લાઇનની સ્થાપના કરી શકે છે. નવી ઉત્પાદન ક્ષમતાથી કંપનીના વોલ્યુમ ગ્રોથને મદદ મળશે, કારણ કે, કંપની હાલમાં તેની 90 ટકા ક્ષમતાએ ઉત્પાદન કરી રહી છે. અમારા અંદાજ મુજબ હ્લરૂ21-23માં વોલ્યુમમાં 10 ટકા ઝ્રછય્ઇએ વૃદ્ધિ થઈ શકે છે.  

પ્રીમિયમ પ્રોડક્ટ્સના ઊંચા હિસ્સાથી મળતરમાં વધારો થશે 

બ્લેન્ડેડ સિમેન્ટનો હિસ્સો ચાલુ નાણાકીય વર્ષના પ્રથમ ક્વાર્ટરમાં 92 ટકા રહ્યો હતો, જે ગયા વર્ષના પ્રથમ ક્વાર્ટરમાં 94 ટકા હતો. આ ઉપરાંત ટ્રેડ સેલ્સ 83 ટકા રહ્યું હતું, જે 2020-21ના પ્રથમ ક્વાર્ટરમાં 85 ટકા હતું. ટ્રેડ સેલ્સ વોલ્યુમમાં પ્રીમિયમ સિમેન્ટનો હિસ્સો 51 ટકા રહ્યો હતો, જે ગયા વર્ષના પ્રથમ ક્વાર્ટરમાં 43 ટકા હતો. પ્રીમિયમ પ્રોડક્ટ્સના ઊંચા હિસ્સા (ટ્રેડ સેલ્સના 50 ટકાથી વધુ)થી કંપનીની ભાવપ્રાપ્તિમાં વધારો થશે. બીજી તરફ્ બ્લેન્ડેડ સિમેન્ટનો ઊંચો હિસ્સો (92 ટકા વોલ્યુમ), વેસ્ટ હીટ રિકવરી સિસ્ટમ (ઉઁઇજી) અને સોલર પાવરના હિસ્સામાં વધારાથી મૂડીખર્ચને અંકુશમાં રાખવામાં મદદ મળશે. ગ્રીન પાવરનો હિસ્સો હ્લરૂ22ના પ્રથમ ક્વાર્ટરમાં સુધરીને 22 ટકા થયો છે. વૈકલ્પિક ઈંધણના ઉપયોગમાં વધારો અને મધ્યપ્રદેશમાં કોલ બ્લોકમાં માઇનિંગના પ્રારંભથી પણ ઊર્જાના ખર્ચને અંકુશમાં રાખવામાં મદદ મળશે.  

માગ મજબૂત રહેશે

કોરોના સંબંધિત અવરોધ બાદ કરતાં હ્લરૂ18 બાદ સિમેન્ટની માગ મજબૂત રહી છે અને અમે માનીએ છીએ કે માગનું મોમેન્ટમ મજબૂત રહેશે. તેના કારણોમાં ગ્રામીણ વિસ્તારની મજબૂત માગ, ઓર્ગેનાઇઝ્ડ રીઅલ એસ્ટેટમાં રિકવરી અને ઇન્ફ્રાસ્ટ્રક્ચરના વિકાસ માટે સરકારના ફેકસ વગેરેનો સમાવેશ થાય છે. સારું ચોમાસુ, ટેકાના લઘુતમ ભાવ અને ગ્રામીણ વેતનમાં વધારો જેવા પરિબળો ગ્રામીણ માગને વેગ આપશે. કોરોનાની મુશ્કેલી હોવા છતાં વિવિધ વિસ્તારોમાં સરકારના ઇન્ફ્રા પ્રોજેક્ટ્સમાં સારી ઝડપથી પ્રગતિ થઈ રહી છે. અમે માનીએ છીએ કે હ્લરૂ21-23 દરમિયાન માગમાં 10 ટકા ઝ્રછય્ઇએ વધારો થશે, તેનાથી ઇન્ડસ્ટ્રીની ક્લિન્કર ક્ષમતાનો વપરાશદર 80 ટકાથી વધુ રાખવામાં મદદ મળશે. આ વપરાશદર ઉત્તર અને મધ્ય ભારતમાં 85 ટકા રહેવાનો અંદાજ છે.

વેલ્યુએશન અને અભિપ્રાય

અમને હ્લરૂ21- 23માં ઈમ્ૈં્ડ્ઢછમાં 3 ટકા ઝ્રછય્ઇએ વૃદ્ધિનો અંદાજ છે. હાલનુ વેલ્યુએશન હ્લરૂ23ના અંદાજિત ઈફ/ઈમ્ૈં્ડ્ઢછના 8.0 ગણુ અને પ્રતિટન કેપેસિટીના 85 ડોલરનું છે. ઈફ/ઈમ્ૈં્ડ્ઢછ વેલ્યુએશન 10 વર્ષના સરેરાશથી 10 ટકા ડિસ્કાઉન્ટ છે. અમે સપ્ટેમ્બર 23ના અંદાજિત ઈફ/ઈમ્ૈં્ડ્ઢછના 10 ગણા વેલ્યુએશનને શેર માટે રૂ. 1,696નો ટાર્ગેટ ભાવ આપીએ છીએ અને બાય રેટિંગ જાળવી રાખીએ છીએ. 

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો