બુધ ગ્રહને પ્રસન્ન કરીને જીવનના દરેક સુખ પ્રાપ્ત કરો - Sandesh
  • Home
  • Supplements
  • Nakshatra
  • બુધ ગ્રહને પ્રસન્ન કરીને જીવનના દરેક સુખ પ્રાપ્ત કરો

બુધ ગ્રહને પ્રસન્ન કરીને જીવનના દરેક સુખ પ્રાપ્ત કરો

 | 12:30 am IST
  • Share

નવગ્રહ મંડળમાં બુધ ગ્રહનું સ્થાન ચોથા ક્રમે આવે છે. જ્યોતિષશાસ્ત્રમાં બુધને સૌમ્ય ગ્રહ કહેવામાં આવે છે. તે કન્યા રાશિનો સ્વામી ગણાય છે. શાસ્ત્રમાં બુધ ગ્રહની અશુભ અસરોને નિવારવા માટે ઘણા ઉપાય જણાવાયા છે. આ ઉપાયોથી અશુભ અસરને હળવી કરીને બુધ ગ્રહને પ્રસન્ન કરી શકાય છે.

બુધની પ્રસન્નતા માટેના ઉપાયો   

ખાસ કરીને બુધવારે સવારે નહાવાના પાણીમાં ઈલાયચી પાઉડર ભેળવીને સ્નાન કરવાથી બુધની ગ્રહની અનુકૂળતા પ્રાપ્ત થાય છે.

સામાન્ય સંજોગોમાં બુધ ગ્રહની પ્રસન્નતા માટે લીલા રંગનાં વસ્ત્રો ધારણ કરવાનું વિધાન છે. ખિસ્સામાં લીલો રૃમાલ પણ રાખી શકાય. સાથે સાથે ખિસ્સામાં મગના ૨૧ દાણા રાખવાથી બુધ ગ્રહની પ્રસન્નતા પ્રાપ્ત થાય છે.

ખાસ ધ્યાનમાં રહે, પારાશર જ્યોતિષમાં કહ્યું છે કે, ગ્રહોમાં બુધ યુવરાજ ગ્રહ છે. બુધ ખૂબ જ અશુભ હોય તો લીલાં વસ્ત્ર ધારણ ન કરવાની સલાહ આપે છે અને ખાસ કરીને લીલો પોપટ નહીં પાળવા માટેની પણ સલાહ આપે છે. જો આ ભૂલ કરી હોય તો સ્વાસ્થ્ય ખરાબ થવાની શક્યતા રહે છે.

બુધ ગ્રહની શાંતિ માટે જાતકે અમાસે ઉપવાસ અથવા એકટાણું કરવાનું વિધાન છે. વિશેષમાં ૨૧ બુધવાર એકટાણું વ્રત કરવાનું પણ વિધાન છે. એકટાણુ જમતાં પહેલાં મગ ખાઈને એકટાણું જમી શકાય. જેનાથી બુધ દેવતા અતિ પ્રસન્ન થાય છે. ગણેશજીની ઉપાસના ફળદાયક બને છે.

બુધ ગ્રહની પ્રસન્નતા માટેનાં દાન 

જાતકે લીલાં વસ્ત્ર, પન્ના, સુવર્ણ, કપૂર, શસ્ત્ર, લીલાં ફળ, મગ, ષટ્રસ ભોજન તથા ઘીનું દાન કરવાથી બુધ દેવતા પ્રસન્ન થાય છે.

બુધ ગ્રહની શાંતિ અને પ્રસન્નતા માટેનાં મંત્રો તથા અનુષ્ઠાન

નવ ગ્રહમંડળમાં બુધ ગ્રહની પૂજા ઈશાન કોણમાં થાય છે. તેની શાંતિ અને પ્રસન્નતા માટેના મંત્ર આ મુજબ છે. તેના જપ કરવાથી શાંતિ મળે છે.

વૈદિક મંત્ર               

ઁ ઉદ્બુધ્યસ્વાગ્રે પ્રતિ જાગૃહિ ઔત્વમિષ્ટા પૂર્તે સ સૂમ્થામયં ચઃ।

અસ્મિન્ત્સદ્યસ્થે અધ્યુત્તરા સ્મિન

વિશ્વદેવા યજમાનશ્વ સીદત।।

પૌરાણિક મંત્ર

પ્રિયંગુકલિકાશ્યામં રૃપેણા પ્રતિમં બુધમ ।

સૌમ્યં સૌમ્યં ગુણો પેતં તં બુધં પ્રણમામ્યહમ્ ।।

બીજ મંત્ર

 બ્રાં બ્રીં બ્રૌં સઃ બુધાય નમઃ ।

સામાન્ય મંત્ર

 બું બુધાય નમઃ ।

ઉપરના મંત્રોમાંથી કોઈપણ એક મંત્રના કુલ ૯,૦૦૦ (નવ હજાર)ની સંખ્યામાં દિવસ દરમિયાન જપ કરવાથી બુધ ગ્રહ શાંત અને પ્રસન્ન થાય છે. સોનાની ધાતુમાં પન્નાના નંગને જડીને લોકેટ અથવા તો વીંટીમાં ફીટ કરીને ધારણ કરવાથી ખૂબ શુભ ફળ પ્રાપ્ત થાય છે. પન્ના રત્ન ધારણ કરવા માટે તથા મંત્રજપ અનુષ્ઠાન જાતે અથવા કર્મકાંડી બ્રાહ્મણ પાસે કરાવી શકાય. રત્નની વીંટી ધારણ કરતા પહેલાં કુંડળીનો અભ્યાસ જરૃરી છે.

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો