બેઝ મેટલ્સના ભાવો વિક્રમી ટોચ ભણી, ઝિંકના ભાવ 14 વર્ષની ટોચે, LME ખાતે અફરાતફરી - Sandesh
  • Home
  • Business
  • બેઝ મેટલ્સના ભાવો વિક્રમી ટોચ ભણી, ઝિંકના ભાવ 14 વર્ષની ટોચે, LME ખાતે અફરાતફરી

બેઝ મેટલ્સના ભાવો વિક્રમી ટોચ ભણી, ઝિંકના ભાવ 14 વર્ષની ટોચે, LME ખાતે અફરાતફરી

 | 4:03 am IST
  • Share

એલ્યુમિનિયમના ભાવ 2008 પછીની ટોચ પર પહોંચ્યા જ્યારે કોપર ફરી 10 હજાર ડોલરની સપાટી નજીક

ચીનથી યુરોપ સુધી એનર્જી ક્રાઇસિસને કારણે ઉત્પાદન અટકતાં હાજર બજારમાં જોવા મળી રહેલું ભારે દબાણ   

બેઝ મેટલ્સના ભાવમાં તેજીનો ચરુ ઊકળી રહ્યો છે. ઝિંક, એલ્યુમિનિયમ અને કોપરના ભાવોમાં ગુરુવારે ભારે તેજી જોવા મળી હતી. જેમાં ઝિંકના ભાવ 2007 પછીની ટોચ પર જોવા મળ્યાં હતાં. લંડન મેટલ એક્સ્ચેન્જ ખાતે ધાતુના ભાવમાં 6.9 ટકાનો તીવ્ર સુધારો નોઁધાયો હતો. વૈશ્વિક એનર્જી ક્રાઈસિસનો ભોગ યુરોપિયન સ્મેલ્ટર્સ પણ બન્યાં છે અને તેને કારણે ઉત્પાદકો પર દબાણ જોવા મળી રહ્યું છે.

એલએમઈ ખાતે એલ્યુમિનિયમના ભાવ પણ 2008 પછીની સર્વોચ્ચ સપાટી પર ટ્રેડ થયાં હતાં. જ્યારે કોપરના ભાવ ફ્રી 10 હજાર ડોલર પ્રતિ ટનની સપાટી નજીક પહોંચ્યાં હતાં. સ્પોટ અને ફ્યૂચર્સ વચ્ચેના સ્પ્રેડ સૂચવે છે કે હાલમાં બજારની સ્થિતિ ખૂબ ટાઈટ છે. વૈશ્વિક સ્તરે ઈન્વેન્ટરી લેવલમાં તીવ્ર ઘટાડા પાછળ ફ્યૂચર્સ સામે કેશના ભાવોમાં પ્રીમિયમ છેલ્લાં દાયકામાં સૌથી ઊંચો સ્તરે જોવા મળી રહ્યું છે. ચીનથી લઈને યુરોપ સુધી મેટલ સપ્લાયમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. એનર્જીની તંગીને કારણે ઈલેક્ટ્રિસિટી અને નેચરલ ગેસની કિંમતોમાં ભારે તેજી જોવા મળી રહી છે. જે કોમોડિટીના વધતાં ભાવોને કારણે ઈન્ફ્લેશ્નરી પ્રેશરનો ખતરો ઊભો કરી રહી છે. બુધવારે સૌથી મોટો આંચકો ઝિંકના અગ્રણી ઉત્પાદકોમાંના એક નિરસ્ટા આપ્યો હતો. તેણે યુરોપ સ્થિત ત્રણ સ્મેલ્ટર્સ ખાતે ઉત્પાદનમાં 50 ટકા સુધીનો ઘટાડો કરવાનું જણાવ્યું હતું. તેણે પાવરના વધતાં ખર્ચ તથા કાર્બન એમિશન સાથે જોડાયેલા ખર્ચને જોતાં આમ કરવાનું નક્કી કર્યું છે. જેની પાછળ ઝિંકના ભાવ 6.9 ટકા ઊછળી 3637.50 ડોલર પ્રતિ ટન પર પહોંચ્યાં હતાં. જે જુલાઈ 2007 પછીની ટોચ હતી. શાંઘાઈ ખાતે ઝિંકના ભાવ 7.1 ટકા ઊછળ્યાં હતાં અને 25,700 યુઆન પ્રતિ ટનની દૈનિક મર્યાદા પર જોવા મળ્યાં હતાં. જ્યાં સુધી એનર્જી ક્રાઈસિસ જળવાશે ત્યાં સુધી બેઝ મેટલ્સના ભાવ ઊંચા જ જળવાઈ રહેવાની શક્યતા છે એમ રિસર્ચર જણાવે છે. વૈશ્વિક ઝીંકમાં જોવા મળતો સરપ્લસ જથ્થો આગામી વર્ષ સુધીમાં સંકડાઈ જશે એમ ઈન્ટરનેશનલ લેડ એન્ડ ઝિંક સ્ટડી ગ્રૂપ જણાવે છે. જો ઉત્પાદનને લાંબો સમય સુધી નીચા દરે જાળવવામાં આવશે તો તેની ઝિંક માર્કેટ પર મોટી અસર જોવા મળશે.

સપ્લાયમાં ટાઈટનેસ પાછળ શાંઘાઈ ખાતે કોપરના ભાવ પણ 5 ટકા જેટલા ઊછળ્યાં હતાં. લંડન ખાતે કેશ-ટુ-થ્રી મંથ સ્પ્રેડ 2021 પછીના સૌથી ઊંચા સ્તરે જોવા મળી રહ્યો હતો. વૈશ્વિક એક્સ્ચેન્જિસ ખાતે ઈન્વેન્ટરીમાં તીવ્ર ઘટાડાને કારણે આમ થયું છે. એલએમઈ ખાતે છમાંથી પાંચ બેઝ મેટલ કોન્ટ્રેક્ટ્સમાં આમ જોવા મળી રહ્યું છે. જે સ્પોટ સપ્લાય પર તીવ્ર દબાણનો સંકેત આપે છે. ફ્ેરસ માર્કેટ્સમાં બે દિવસના ઘટાડા બાદ આર્યન ઓર ફ્યૂચર્સમાં પણ બાઉન્સ જોવા મળ્યું હતું.

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો