બોડેલી તાલુકાનો બનાવ : ભગવાનપુરા કેનાલમાંથી પ્રેમી પંખિડાની લાશ મળી આવી - Sandesh
  • Home
  • Newspaper
  • બોડેલી તાલુકાનો બનાવ : ભગવાનપુરા કેનાલમાંથી પ્રેમી પંખિડાની લાશ મળી આવી

બોડેલી તાલુકાનો બનાવ : ભગવાનપુરા કેનાલમાંથી પ્રેમી પંખિડાની લાશ મળી આવી

 | 3:54 am IST

બે  દિવસ અગાઉ પ્રેમીપંખિડા પોતાના ઘરેથી જતા રહ્યા હતા

ા અલીપુરા ા

બોડેલી તાલુકાના ભગવાનપુરા પાસેથી પસાર થતી નર્મદા કેનાલમાંથી પ્રેમી પંખીડાની લાશ મળી આવી હતી. બનાવની જાણ બોડેલી પોલીસને થતા તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી. પોલીસે લાશ બહાર કઢાવી પોસ્ટ મોર્ટમ માટે જબુગામ સરકારી દવાખાને મોકલી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ઘરી છે.  

બોડેલી તાલુકાના ભગવાનપુરા ગામ પાસેથી પસાર થતી નર્મદા મુખ્ય કેનાલમાં પ્રેમી પંખીડાની લાશ પાણીમાં તરતી દેખાઈ હતી. આ અંગેની જાણ બોડેલી પોલીસને થતા પોલીસ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી અને પોલીસે આ પ્રેમી પંખીડાના લાશને કેનાલમાંથી બહાર કઢાવી હતી. બનાવને લઈ આસપાસના ગામના લોકો પણ સ્થળ પર ઉમટી પડયા હતા. પોલીસ તપાસમાં જેઓની લાશ મળી તેઓના નામ કૌશિકભાઈ ગોરધનભાઈ બારીયા , હાલ રહે. સાલપુરા તા. બોડેલી અને શીતલબેન ઈશ્વરભાઈ રાઠવા રહે. કુકણા તા. પાવીજેતપુર જી. છોટાઉદેપુરના હોવાનું જાણવા મળ્યું હતું તેમજ બે દિવસ અગાઉ બન્ને પોતાના ઘરેથી જતા રહ્યા હતા. બોડેલી પોલીસે લાશને પોસ્ટ મોર્ટમ માટે જબુગામ સરકારી દવાખાને મોકલી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ઘરી છે. અત્રે ઉલ્લેખનીય છે કે જ્યારે લાશ મળી ત્યારે બન્ને હાથ પર ઓઢણી બાંધેલી મળી આવી હતી.

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો

;