બોલે તેનાં બોર વેચાય - Sandesh

બોલે તેનાં બોર વેચાય

 | 3:00 am IST
  • Share

સ્ત્રો અનુસાર જગતમાં મુખ્યત્વે 64 કલા છે. એમાંની એક સુમધુર બોલવાની કલા છે.   પાછાં આ જ શાસ્ત્રો એમ કહે કે સત્ય હંમેશાં કડવું હોય છે. પાછું એવુંય કહેવાય છે કે બહુ બોલ બોલ કરનારા લોકો બેવકૂફ્ હોય છે. ખાલી ચણો વાગે ઘણોકહેવતનો જન્મ પણ અધૂરા જ્ઞાાનને લીધે બધે ભરડ ભરડ કરતા લોકો થકી જ થયો છે. પણ જો એ લોકો બોલે નહીં તો એમની પાસે જે-તે વિષય અંગે અન્ય કરતાં વધુ માહિતી છે એ જાહેર જનતાને કેવી રીતે ખબર પડે? યે પબ્લિક હૈ, સબ જાનતી હૈવાળી પંક્તિ કંઈ બધી વખત સાચી ન પડે. ખાસ કરીને જ્યારે કોઈનું સન્માન કરાતું હોય ત્યારે બધાને જેનું સન્માન થતું હોય એના વિશે બધી માહિતી હોય જ એવું જરૂરી નથી. એવા સમયે બોલવું જ પડે ને મોટાભાગે આવા કાર્યક્રમો નિયત સમય કરતાં વધુ સમય લઈ જ લે. દરેક વક્તા પોતે બીજા વક્તા કરતાં વધુ જાણે છેની હરીફઈમાં સ્થળ, કાળ, હાજરી બધું ભૂલીને વધુ પડતું બોલી નાખે. કહેવાય છે કે ગાંધીજી બહુ સારા વક્તા ન હતા પણ એ બોલતા ત્યારે મડદાંમાંય પ્રાણ ફ્ૂંકાતો એવું જોમદાર બોલતા. સચ્ચાઈવાળાં ભાષણો જનતામાં જોશ ભરે જ ભરે. રાજીવ ગાંધી જ્યારે બોલતા ત્યારે લોકો એ નાની યાદ દિલા દેંગેઅને હમેં દેખના હૈ…ક્યારે બોલશે એના પર સટ્ટો રમતા. અટલ બિહારી વાજપેયી જાહેર સભાઓમાં બોલતા ત્યારે લોકોને પ્રશ્નો પૂછતા. કેટલાંકને ભાષણ વાંચીને જ બોલવું ફવે છે. ગુજરાતના એક રાજકારણીએ એક વાર એવી રીતે વાંચીને બોલવામાં નિર્ધારિત કરતાં બમણો સમય લીધો. એમણે એમના સેક્રેટરીને ભાષણ પત્યું પછી કારણ પૂછયું કે ઓફ્સિમાં તો આ જ ભાષણના રિહર્સલ વખતે ઓછો સમય થયેલો. સેક્રેટરીએ ગભરાતાં ગભરાતાં ફેડ પાડયો કે સાહેબ, તમે ભાષણની ઝેરોક્સ કોપી પણ વાંચી. એ પછી સેક્રેટરીનું આ ભૂલ બદલ શું થયું એ ખબર નથી. કોઈ વાર તો અમને એવો પ્રશ્ન થાય છે કે બોલે એનાં બોર વેચાયની સામે ન બોલ્યામાં નવ ગુણ કહેવતો મૂકીને આવા વિરોધાભાસ શા વાસ્તે રજૂ કરવા જોઈએ? કોઈ એક વાત પકડી રાખવી જોઈએ એ જ ટેકીલા જણની નિશાની છે. ધારદાર બોલવા માટે જાણીતા સ્વ.મોરારજી દેસાઈનો એક વાર સન્માન સમારંભ હતો. મંચસ્થ વિદ્વાનો એટલું બધું બોલ્યા કે મોરારજીભાઈનો વારો આવ્યો ત્યારે એ માત્ર *નહીં બોલું* એટલું જ બોલીને બેસી ગયા. લાખ આગ્રહ છતાંય એ ટેકીલો જણ ધરાર ન જ બોલ્યો. જેમ પબ્લિક સ્પીકિંગ માટે કોચિંગ ક્લાસ હોય છે એમ મનફવે એવાં નિવેદનો નહીં કરવામાટે પણ કોચિંગ ક્લાસ હોવા જોઈએ અને રાજકારણમાં પ્રવેશવા ઈચ્છુકો માટે ફ્રજિયાત એક ર્સિટફ્કિેટ કોર્સ દાખલ કરવો જોઈએ. તદુપરાંત, એ કોર્સ કરેલા ઉમેદવાર પાસેથી ઇન્કમ ટેક્સ વિભાગે એડવાન્સમાં જ નિવેદન-મનોરંજન-ટેક્સ વસૂલ કરવાની કલમ લાગુ કરવી જોઈએ. એનાથી જોકે મીડિયાને અને પ્રજાને ચોક્કસપણે રાજકારણમાંથી મનોરંજનનું તત્ત્વ ઘટી ગયાની લાગણી ઉદ્ભવશે. પણ નિવેદન- મનોરંજન સ્વયંપ્રકાશિત હીરાસમાન છે. એને ગમે એટલું ઢબૂરો તોય ચળકશે જ. બહુ બોલકણા લોકોની વાતોની સચ્ચાઈ વિશે શંકા હોઈ શકે પણ વિષય વૈવિધ્ય માટે નહીં. બોલકણા લોકો દેશ અને દુનિયાના સાંપ્રત પ્રવાહોથી અપડેટ રહેવાને લીધે એ પાંચમાં પુછાય છે. એમનું મિત્રવર્તુળ પણ બહોળું હોય છે. જ્યારે મૌન રહેનારા મીંઢામાં ખપે છે. એમનું મન કળી શકાતું નથી. વોટેવર, બોલવાની વાત આવે ત્યારે અમને હંમેશાં બચ્ચનસર યાદ આવે જ આવે. સર તો એકદમ સૌમ્યતા અને નમ્રતાનો અવતાર છે. ધીમે ધીમે, શબ્દે શબ્દ સાંભળનારને સમજાય એ રીતે કેટલા બોલી શકે છે? વળી, આરોહ અવરોહ સાથે હિન્દીય કેવું ફંકડું બોલે છે! એમને તો ઘરમાં બાબુજી અને માતાજી કદી ઊંચા અવાજે બોલ્યાંય નહીં હોય. તહેઝીબ બોસ તહેઝીબ…આપણું કામ નહીં. ને પ્લસ હિન્દીમાં બોલવાનું. અહીં તો ગુજરાતીમાંય પાંચ વાક્ય સળંગ બોલવાનાં આવે એમાંય તલત મહેમૂદ જેવો કંપનવાળો અવાજ થઇ જાય તેની વાત નહીં ને તહેઝીબ કેટલીક યાદ રાખે? અભિષેક અને શ્વેતાને બાળપણમાં વઢવાનું કામ હંમેશાં જયાબાને ભાગે જ આવ્યું હશે. જોકે, હવે તો એમને વઢવા માટે એમના ઘેરથી છે એટલે બા રિટાયર થઈ ગયાં હશે. અમે તો ફેન આવે ત્યારેય એલાવજ ધીરેથી બોલી શકીએ છીએ તેય કોઈક વાર જ. ખોટું શું કહેવાનું ? એલાવ બોલ્યા પછી અમારો અવાજ મૂળ સ્વરૂપ ધારણ કરી જ લે. એનેય એવું કંઈ અભિમાન નહીં, યુ નોવ. અમને ગળા સુધીની ખાતરી છે કે અમારાથી એટલા બધા સૌમ્ય તો કદી નહીં થઈ શકાય પણ પ્રયત્ન કરવામાં શું જાય? છાપું ઊંચકીને નીચા સૂરે સમાચાર બોલવાના શરૂ કર્યા. પણ તે જ વખતે મોબાઈલ રણક્યો ને અમે એલાવ કહીને સૌમ્યતાથી બોલવાનો નિયમ સદંતર ભૂલી જ ગયા. ત્યાં વાત પૂરી. 

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો