બ્રાઝિલે ઉરુગ્વેને 4-1થી હરાવ્યું, મેસ્સીની આર્જેન્ટિનાએ પેરુ સામે 1-0થી વિજય મેળવ્યો - Sandesh
  • Home
  • Sports
  • Football
  • બ્રાઝિલે ઉરુગ્વેને 4-1થી હરાવ્યું, મેસ્સીની આર્જેન્ટિનાએ પેરુ સામે 1-0થી વિજય મેળવ્યો

બ્રાઝિલે ઉરુગ્વેને 4-1થી હરાવ્યું, મેસ્સીની આર્જેન્ટિનાએ પેરુ સામે 1-0થી વિજય મેળવ્યો

 | 4:04 am IST
  • Share

  • વર્લ્ડ કપ ક્વોલિફાયર : બ્રાઝિલ માટે નેમારે ગોલ નોંધાવ્યો, મેસ્સી ગોલ નોંધાવવાથી વંચિત રહ્યો
  • અન્ય મેચોમાં ઇક્વાડોર અને કોલંબિયાની મેચ 0-0થી સરભર રહી હતી.
  • બ્રાઝિલ કતાર ખાતે 2022માં રમાનારા ફિફા વર્લ્ડ કપ માટે ક્વોલિફાય કરી લેશે.

 

બ્રાઝિલે સાઉથ અમેરિકન વર્લ્ડ કપ ફૂટબોલ ક્વોલિફાયર મેચમાં ઉરુગ્વેને 4-1થી પરાજય આપ્યો હતો. બીજા સ્થાને રહેલી આર્જેન્ટિનાએ પેરુને 1-0થી હરાવ્યું હતું. ટોચના ક્રમે રહેલી બ્રાઝિલિયન ટીમ માટે નેમાર તથા રાપિન્હાએ ગોલ નોંધાવ્યા હતા. આર્જેન્ટિના માટે મેસ્સી રિધમમાં જણાતો નહોતો અને તે ગોલ નોંધાવી શક્યો નહોતો. બ્રાઝિલના હવે 31 પોઇન્ટ છે અને નવેમ્બરમાં કોલંબિયા સામેનો મુકાબલો જીતીને બ્રાઝિલ કતાર ખાતે 2022માં રમાનારા ફિફા વર્લ્ડ કપ માટે ક્વોલિફાય કરી લેશે.

આર્જેન્ટિનાના 11 મેચમાં 25 પોઇન્ટ છે. તેની અને બ્રાઝિલ વચ્ચેન મેચ સપ્ટેમ્બરમાં કોરોના પ્રોટોકોલનો ભંગ કરવાના કારણે સાત મિનિટ બાદ મુકાબલો રદ કરી દેવામાં આવ્યો હતો. ફિફાએ હજુ સુધી આ મેચ અંગે કોઈ નિર્ણય કર્યો નથી. અન્ય મેચોમાં ઇક્વાડોર અને કોલંબિયાની મેચ 0-0થી સરભર રહી હતી. ઇક્વાડોર 17 પોઇન્ટ સાથે ત્રીજા અને કોલંબિયા 16 પોઇન્ટ સાથે ચોથા ક્રમે છે. ટોચની ચાર ટીમો વર્લ્ડ કપમાં સીધો પ્રવેશ કરશે. પાંચમા ક્રમે રહેલી ટીમ પ્લે ઓફ દ્વારા મુખ્ય ડ્રોમાં સ્થાન મેળવી શકશે. ચિલીએ વેનેઝુએલાને 3-0થી તથા બોલિવિયાએ પેરાગ્વેને 4-0થી પરાજય આપ્યો હતો.

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો