ભડી પાસે અકસ્માતમાં ફ્સાયેલા કંડકટરને બચાવવા રેસ્ક્યુ કરાયુ - Sandesh
  • Home
  • Bhavnagar
  • ભડી પાસે અકસ્માતમાં ફ્સાયેલા કંડકટરને બચાવવા રેસ્ક્યુ કરાયુ

ભડી પાસે અકસ્માતમાં ફ્સાયેલા કંડકટરને બચાવવા રેસ્ક્યુ કરાયુ

 | 4:09 am IST
  • Share

ા ભંડારિયા ા

ભાવનગર-સોમનાથ નેશનલ હાઇવેનું કામ ગોકળગાયની ગતિએ ચાલી રહ્યું છે. બીજી બાજુ વાહન ચાલકોને સૂચિત કરતા શાઇનબોર્ડ નહિ લગાડી, જુના રસ્તાઓ રીપેર નહિ કરી તેમજ આડેધડ ઊગી નીકળેલા બાવળોને નજર અંદાઝ કરી નેશનલ હાઇવે ઓથોરિટીએ જાણે જવાબદારીમાંથી હાથ જ ખંખેરી નાખ્યા છે. ગુરુવારે રાત્રે ભડી ગામના પાટીયા પાસે ખાનગી અને એસટી બસ વચ્ચે અકસ્માત સર્જાતા મુસાફ્રોની જિંદગી દાવ પર લાગી હતી. આ અકસ્માતમાં ફ્સાયેલા ખાનગી બસના કંડકટરને બચાવવા લોકોએ કર્યું રેસ્ક્યુ હતુ. ભાવનગર સોમનાથ નેશનલ હાઈવેના કામમાં તંત્રની બેદરકારીનો ભોગ વાહન ચાલકો બની રહ્યા છે. ત્યારે બાયપાસ માટેના નાળામાં શાઇનબોર્ડ શા માટે નથી મુકાયું તે મુદ્દો લોકમાનસમાં ઉઠયો છે.

ભાવનગરથી તળાજા સુધીના રોડ પર પસાર થવા માટે હાલ ટોલ ટેક્સ ઉઘરવામાં આવી રહ્યો છે. છતાં રોડની પૂરતી સુવિધા નથી મળી રહી, જ્યાં જ્યાં રોડ નથી બન્યો ત્યાં જુના રોડનો ઉપયોગ થઈ રહ્યો છે. તણસા, ત્રાપજ સહિતના ગામોના રસ્તા ભારે પીડા આપે છે.તો સતત ઊડતી ધૂળની ડમરી અને ખાડામાં પટકાતા વાહનોના અવાજથી સ્થાનિક રહીશોની સ્થિતિ દયાજનક બની છે છતાં લોક આરોગ્યનો જરા સરખી ચિંતા કોઈને નથી. જ્યારે જુના રોડથી નવા રોડ પર ચડવા ઉતરવામાં મોટા ખાડા અને કડ પડી ગઈ છે, તે શુધ્ધા રીપેર થતી નથી આથી વાહનોને નુકશાન પહોંચી રહ્યું છે.

ભંડારિયામાં ગામમાંથી હાઇવેને જોડતા રોડ પર ભડી નજીક નાળામાં દિશાસુચક બોર્ડ મુકાયું નથી. આથી વાહન ચાલકો સીધા જ રોંગ સાઈડમાં ઘુસી જાય છે. કેટલાક વાહન ચાલકો આળસમાં પણ નાળાનો ઉપયોગ કરતા નથી. આ સંજોગોમાં સામેથી આવતા વાહન સાથે અકસ્માતનો ભય સતત રહે છે. ગુરૃવારે ખાનગી ટ્રાવેલ્સની બસ અને મહુવા જઇ રહેલી એસટીનો અકસ્માત આ સ્થળે થયો હતો. આ બનાવમાં ખાનગી બસનો કંડકટર ફ્સાઈ જતા સ્થાનિક લોકો અને વાહન ચાલકોએ લગભગ ૩૦ મિનિટ સુધી મહેનત કરી તેને બહાર કાઢયો હતો. સ્થાનિક ગ્રામજનો નેશનલ હાઇવે ઓથીરિટીની બેદરકારી અને જોહુકમી સામે ભારે ત્રસ્ત છે. આ માટે જિલ્લા કલેકટર ધ્યાન આપે તેમજ ટોલ નાકા પર વાહન ચાલકોને ફસ્ટ ટેગ હોવા છતાં સમય વેડફય છે તે મુદ્દે ખાનગી   રાહે તપાસ હાથ ધરે તેવી લોકમાંગ છે.

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો