ભરૃચમાં અખાત્રીજે યોજાનાર લગ્નો પર તંત્રની બાજ નજર - Sandesh
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Newspaper
  • ભરૃચમાં અખાત્રીજે યોજાનાર લગ્નો પર તંત્રની બાજ નજર

ભરૃચમાં અખાત્રીજે યોજાનાર લગ્નો પર તંત્રની બાજ નજર

 | 2:45 am IST

બાળલગ્નમાં સામેલ લોકો સામે કાર્યવાહી કરાશે

। ભરૃચ ।

ભરૃચ જિલ્લામાં તા.૧૪-૫-૨૧ ને અખાત્રીજના દિવસે જુદા જુદા સમાજો દ્વારા મોટી સંખ્યામાં લગ્નોનું આયોજન કરવામાં આવતુ હોય છે. તેમાં બાળલગ્નો પણ થવાની સંભાવના હોય છે. ત્યારે બાળલગ્ન પ્રતિબંધક અધિકારી સહ જિલ્લા સમાજ સુરક્ષા અધિકારી ભરૃચ દ્વારા બાળલગ્ન ન થાયતે માટે ભરૃચ જિલ્લાના તમામ તાલુકાઓને આવરી લે તે રીતે ટીમોનું આયોજન કરેલ છે.બાળલગ્ન પ્રતિબંધક અધિનિયમ ૨૦૦૬ ની કલમ-૨(ક) મુજબ છોકરાના લગ્ન ૨૧ વર્ષ પહેલા અને છોકરીના લગ્ન ૧૮ વર્ષ પહેલા થાય તો તે સજાપાત્ર ગુનો બને છે. બાળ લગ્નોમાં સામેલ થનાર બાળલગ્ન કરાવનાર બાળકના માતા-પિતા, ગોર મહારાજ, ફોગોગ્રાફર, રસોઈયા, મંડપવાળા, બેંડવાજા, ડી.જેવાળા સહિત ભાગ લેનાર તમામ લોકો સામે કડક કાર્યવાહી કરવામાં આવશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન

;