what its value on Indian notes is written in 15 languages
  • Home
  • Supplements
  • Kids World
  • ભારતીય નોટ ઉપર તેની કિંમત 15 ભાષામાં લખવામાં આવે છે

ભારતીય નોટ ઉપર તેની કિંમત 15 ભાષામાં લખવામાં આવે છે

 | 6:00 am IST
  • Share

માર્કેટમાં કેટલી કરન્સી છે એનો ખ્યાલ આવે એટલે આરબીઆઇ દ્વારા નોટો ઉપર સીરિયલ નંબર નાંખવામાં આવે છે. રૂપિયા ભારત ઉપરાંત ઇન્ડોનેશિયા, મોરેશિયસ, નેપાળ, પાકિસ્તાન અને શ્રીલંકાની કરન્સી છે

 ભારતમાં કરન્સીનો ઇતિહાસ 2500 વર્ષ જૂનો છે. એની શરૂઆત એક રાજા દ્વારા કરવામાં આવી હતી. તમારી પાસે અડધી નોટ પણ ફાટેલી હોય તો બેંકમાં જઇને બદલી શકો છો. અંગ્રેજોના રાજમાં તેમણે ભારતની કરન્સી પાઉન્ડ કરી નાંખી હોત પરંતુ એ વખતે ભારતીય ચલણ રૂપિયો એટલો મજબૂત હતો કે તેને પાઉન્ડમાં કન્વર્ટ કરવો તેમના માટે શક્ય નહોતું. 1917ની વાત કરીએ તો એ વખતે એક રૃપિયો 13 ડોલર સમાન હતો. 1947માં ભારત આઝાદ થયું ત્યારે 1 રૂપિયો 1 ડોલર કરી દેવામાં આવ્યો. પછી ધીરેધીરે ભારત ઉપર દેવું વધવા લાગ્યું. દેવું ચૂકતે કરવા ઇંદિરા ગાંધીએ રૂપિયાની કિંમત ઘટાડવાનું નક્કી કર્યું. એ પછી આજ સુધી રૂપિયાની કિંમત ઘટી રહી છે.  

દરેક ભારતીય નોટ ઉપર કોઇ ને કોઇ વસ્તુની છબી છાપવામાં આવી છે, પરંતુ બધી નોટમાં ગાંધીજીની છબી કોમન છે. કદાચ તમે ધ્યાનથી ન જોયું હોય તો જોજો, ભારતીય નોટ ઉપર તેની કિંમત 15 ભાષામાં લખવામાં આવે છે. 1  રૂપિયામાં 100 પૈસા હશે એ વાત 1957માં લાગુ કરવામાં આવી હતી. આરબીઆઇએ 1938 માં પહેલી વખત પાંચ રૂપિયાની નોટ છાપી હતી. એના ઉપર કિંગ જ્યોર્જ-6નું ચિત્ર હતું. એ જ વર્ષે 10,000ની નોટ પણ છાપવામાં આવી હતી, પરંતુ 1978માં તેને સંપૂર્ણ રીતે બંધ કરી દેવામાં આવી હતી.  

ભારતીય નોટ કોઈ સામાન્ય કાગળમાંથી બનાવવામાં આવતી નથી. તેને બનાવવા માટે કોટનના કાગળનો ઉપયોગ કરવામાં આવે છે. એક સમય એવો હતો કે બાંગ્લાદેશ બ્લેડ બનાવવા માટે ભારતમાંથી પાંચ રૃપિયાનો સિક્કો મંગાવતા હતા. પાંચ રૂપિયાના એક સિક્કામાંથી છ બ્લેડ બનતી હતી. એક બ્લેડની કિંમત ૨ રૃપિયા હતી. તેથી બ્લેડ બનાવનારને સારો એવો ફાયદો થતો હતો. એ પછી ભારત સરકારે સિક્કા બનાવવામાં વપરાતું મેટલ જ બદલી નાંખ્યું.  

આઝાદી પછી સિક્કા તાંબામાંથી બનતા હતા. એ પછી1964 માં એલ્યુમિનિયમ અને 1988માં સ્ટેનલેસ સ્ટીલમાંથી બનવા લાગ્યા. ભારતીય નોટ ઉપર મહાત્મા ગાંધીજીનો ફોટો છપાય છે એ ફોટો જ્યારે ગાંધીજી બર્મા અને ભારતમાં બ્રિટિશ સેક્રેટરી તરીકે કાર્ય કરતાં હતા તે સમયનો હતો. તેઓ ફ્રેડરિક પેથિક લોરેન્સની સાથે કોલકાતામાં આવેલા વાઇસરોય હાઉસમાં મુલાકાત લેવા ગયા હતા. આ ફોટો 1996થી છપાવવાની શરૃઆત થઇ હતી. એ પહેલાં અશોક સ્તંભ છાપવામાં આવતો હતો.  

500ની પહેલી નોટ 1987માં અને 1000ની પહેલી નોટ 2000માં બનાવવામાં આવી હતી. હાલમાં 1000ની નોટ બંધ થઇ ચૂકી છે. અને 500ની નવી નોટ માર્કેટમાં આવી ગઇ છે. 2000ની પહેલી નોટ 2016માં બનાવવામાં આવી હતી. ભારતમાં 75, 100 અને 1000  રૂપિયાનો સિક્કો છપાઈ ચૂક્યો છે. પહેલાં એક રૂપિયાની નોટ ભારત સરકાર દ્વારા અને ૨થી 1000 રૂપિયાની નોટ આરબીઆઇ દ્વારા બહાર પાડવામાં આવતી હતી. માર્કેટમાં કેટલી કરન્સી છે એનો ખ્યાલ આવે એટલે આરબીઆઇ દ્વારા નોટો ઉપર સીરિયલ નંબર નાંખવામાં આવે છે. રૂપિયા ભારત ઉપરાંત ઇન્ડોનેશિયા, મોરેશિયસ, નેપાળ, પાકિસ્તાન અને શ્રીલંકાની કરન્સી છે. આપણને થાય કે આરબીઆઇ ઇચ્છા થાય એટલી નોટ છાપી શકતી હશે? તો ના. આરબીઆઇ10000 સુધીની નોટો છાપી શકે છે. એનાથી વધારે કિંમતની નોટ છાપવી હોય તો રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયન એક્ટ, 1934માં પરિવર્તન લાવવું પડે.  

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો