ભુજમાં આર્મીના જવાને બીમારીથી કંટાળીને ફાંસો ખાઇ જીવન ટૂંકાવ્યું - Sandesh
  • Home
  • Kutch-Bhuj
  • ભુજમાં આર્મીના જવાને બીમારીથી કંટાળીને ફાંસો ખાઇ જીવન ટૂંકાવ્યું

ભુજમાં આર્મીના જવાને બીમારીથી કંટાળીને ફાંસો ખાઇ જીવન ટૂંકાવ્યું

 | 2:00 am IST
  • Share

ભુજમાં આર્મીના જવાન દ્વારા બીમારીથી કંટાળીને ગળેફાંસો ખાઇને આપઘાત કરવામાં આવતાં કેમ્પસમાં ચકચાર મચી ગઇ છે. જવાનને બ્લડ કેન્સરની બીમારી હતી તેથી કંટાળીને આ પગલું ભર્યું હોવાનું પોલીસમાં નોંધાવાયું હતું. પોલીસે અકસ્માતે મોતની નોંધ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
આ અંગે ભુજ શહેર બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાંથી પ્રાપ્ત થતી વિગતો પ્રમાણે મૂળ આસામ અને હાલ રહે. ભુજના આર.ટી.ઓ.રિલોકેશન સાઇટ વિસ્તારમાં સ્થિત આર્મી કેમ્પમાં રહેતા પ્રદીપ બર્મન (ઉ.વ.૩૯) છેલ્લા કેટલાક સમયથી બ્લડ કેન્સરની બીમારીથી પીડાતા હતા.
આ દરમ્યાન તા.૧૫-૧૦નાં ૧૨ઃ૪૦ વાગ્યે પરિવારજનો દશેરાની પૂજા માટે ગયા હતા. આ દરમ્યાન તેમણે પોતાના ઘરે દુપટ્ટાથી ગળેફાંસો ખાઇને આપઘાત કરી લીધો હતો.
તેથી આ મામલે પોલીસ સ્ટેશનમાં જાણ કરવામાં આવતાં પોલીસે અકસ્માતે મોતની નોંધ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
આ અંગે તપાસનીશ પીએસઆઇ ટી.એચ. પટેલે જણાવ્યું હતું કે, જવાન બ્લડ કેન્સરથી પીડાતા હતા અને તેના પગલે તેમણે આપઘાત કરી લીધો હતો.  તેઓ આર્મીમાં હવાલદારના હોદ્દા પર ફરજ બજાવતા હોવાનું જણાવ્યું હતું.

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો