ભુલાયા હોય તેને યાદ કરવાના હોય! - Sandesh

ભુલાયા હોય તેને યાદ કરવાના હોય!

 | 1:00 am IST
  • Share

જગદીશ કર્ણાટક ગયા તેના ત્રીજા દિવસથી મને વાઇરલ ઇન્ફેક્શન થયું. એને આવતા હજુ મહિનો લાગશે અને સંતાનસુખ નસીબમાં નથી

ડોરબેલ વાગી. જુહીથી ઊઠીને ડોર સુધી પહોંચતા વાર લાગી ત્યાં ફ્રી બેલ સંભળાઈ. આવું છું.બીમારીને કારણે અશક્તિ આવી ગઈ હોવાથી માંડમાંડ ચાલતા પહોંચી, ડોર ખોલ્યું. સામે ઝોમેટોમાંથી ફૂડ પાર્સલ આપવા ડિલિવરીમેન ઊભો હતો. પાર્સલ લીધું પણ અશક્તિ જોઈ તે બોલ્યો. આપ એકલાં લાગો છો…આપને મદદ કરું?’

તેનો મોહક અને વિવેકી અવાજ સાંભળતા જ જુહીથી બોલી જવાયું.

  ‘મનન…?’

હા, હું. વાંધો ન હોય તો મદદ કરું?’

હા.અનાયાસ જ જુહીથી બોલી જવાયું.

અને પાર્સલ જુહીના હાથમાંથી લઈ જુહીનો હાથ પકડીને તેના બેડ સુધી લાવીને મનને ઓશિકું આપ્યું. તેના ટેકે બેસીને જુહીથી પુછાઈ ગયું.  

તમે આ…‘     

વધુ બોલી ન શકી.  

હા, આ મારું પાર્ટટાઇમ કામ છે. ફ્ુલટાઇમ હું એક કંપનીમાં સુપરવાઇઝર તરીકે કામ કરું છું.‘  

તમારું સપનું હતુંને કંપની સ્થાપવાનું?’  

 જુહીએ પ્રશ્ન કર્યો. ત્યાં સુધીમાં મનન રસોડામાં જઇ જુહીના જમવા માટે થાળી, વાટકો, ચમચી અને પાણીનો ગ્લાસ શોધીને લઈ આવ્યો.  

પહેલાં જમી લો પછી પ્રશ્ન કરો.‘  

મનને મીઠાશભર્યા અવાજથી કહ્યું. સાથે   

 ‘તમે કેમ એકલા જ છો?’ તે પણ પૂછી લીધું.

મને તું કહેશો તો ગમશે હોં. તમારાથી છૂટા પડયા પછી મેં મુળ કર્ણાટકના અને વર્ષોથી ગુજરાતમાં વસતા જગદીશ સાથે લગ્ન કર્યાં.

ઓહો…! પહેલાં જમી લો. દવા લઇ લો. પછી તમારી વાત સાંભળીશ. સારું છે કે આજે છેલ્લી ડિલિવરી તમારી હતી એટલે તમને મદદરૃપ થઇ શકીશ.‘  

 મનને જુહીને જમાડવામાં મદદ કરી. જમ્યા પછી પાણી અને દવા આપી. પછી પૂછયું ઃ

 ‘શું થયું છે તમને?’

આમ તો સિઝનલ ફ્ીવર છે, પણ હમણાં સુધી કોરોના મહામારી બધાએ જોઈ, અનુભવી છે એટલે કેટલાંક પાડોશી પણ દૂર ભાગે છે. મારી બાજુમાં જે રહે છે તે ખૂબ સારા છે. તે મદદ કરતાં, જમવાનું આપી જતા, પણ આજે સવારે જ તેમના કોઈ સગાં દેવ થયા હોવાથી બહારગામ ગયા છે.

બોલવામાં થોડી તકલીફ્ પડતા જુહી મૌન રહી. પછી…  

 ‘એટલે મેં ફૂડ ઓર્ડર કર્યો અને તમારી મુલાકાત થઈ ગઈ.‘  

તો તમારા…‘  

એક મિનિટ તું કહો.‘  

ભલે, તમારા સોરી… તારા મિસ્ટર, બાળકો…‘  

 ‘જગદીશ કર્ણાટક ગયા તેના ત્રીજા દિવસથી મને વાઇરલ ઇન્ફેક્શન થયું. એને આવતા હજુ મહિનો લાગશે અને સંતાનસુખ નસીબમાં નથી.‘  

સહેજ દર્દ સાથે જુહીથી બોલી જવાયું.  

હશે જુહી, ઈશ્વરેચ્છા બલિયસિ. હિંમત નહીં હારવાની. ઈશ્વરે આપેલી સારી કે નરસી પળને પ્રભુનો પ્રસાદ સમજીને જીવી લેવાની.‘  

મનન, વર્ષોથી તમારું આ વાક્ય મારાં દિલોદિમાગમાં કાયમ ગુંજતું રહે છે. એના સહારે તો જીવવાનું બળ મળે છે.‘  

અચ્છા, તો જુહી હજુ મને યાદ કરે છે, એમ જને?’

ના, ભુલાયા હોય તેને યાદ કરવાના હોય.‘  

એક વખતના મનના માણીગર મનન સાથે વાત કરતાં કરતાં જુહીમાં નવું તેજોબળ પ્રગટવા માંડયું હતું.  

મનન, મને એ જ સમજાતું નથી કે કયાં કાળ-ચોઘડિયામાં મારી મતિ મરી ગઇ કે મેં ઓછી આવક જોઇને તમારી સાથેની સગાઈ તોડી નાખી. સોરી.જુહીની આંખોમાં નમી જોવા મળી હતી.

તમારાથી વિખૂટા પડયા પછી જ્યારે મને તમારી યાદ આવતી ત્યારે ફ્રી તમારી પાસે દોડી આવવાનું મન થતું. તમારા પગ પકડી માફ્ી માગવાનું મન થતું, પણ અંતરમન બાહ્ય મનને જીતી ન શકતા હું એમ ન કરી શકી.

એ સારું થયું. નહીં તો આજે તારે જાહોજલાલીભરી જિંદગીમાંથી મધ્યમવર્ગીય જીવન જીવવાનો વારો આવત.

કેમ?’  

સિમ્પલ લીવિંગ અને બેટર થિંકિંગ એ મારી વિચારધારા હતી. હજુ પણ છે, પણ થેન્ક્સ ટુ યુ. તેં સગાઈ તોડી અને મને ખૂબ આઘાત લાગ્યો, પણ ઈશ્વરેચ્છા બલિયસિ એમ માની કંપનીની કારકુનની નોકરી છોડી અને એક લારી શરૃ કરી. સાથે જમીન-મકાન લે-વેચનું કામ શરૃ કર્યું. નસીબે પણ સાથ આપ્યો અને લારીથી દુકાન, દુકાનથી પ્રાઇવેટ કંપની સ્થાપી. નામ અને દામ બંને મળ્યાં, પણ ઈશ્વરને બીજું કંઈ મંજૂર હશે. એટલે પાર્ટનરે દગો કર્યો. એટલે ફ્રી રોડ પર આવી ગયો.

ઈશ્વરેચ્છા બલિયસિ.જુહીથી બોલી જવાયું.  

 ‘તમે ફ્રીથી આગળ વધશો જ.

હા જુહી, ઈશ્વરેચ્છા બલિયસિ એ શબ્દ જીવન જીવવાનું ટોનિક છે એટલે હિંમત હાર્યા વિના એક કંપનીમાં સુપરવાઇઝર તરીકે કામ સ્વીકાર્યું. સાથે આ ફૂડ પાર્સલની ડિલિવરી કરું છું.

તે સારું થયું. નહીં તો તમને મળવાનું સતત મન છતાં હું મળી ન શકી હોત.

આ ડિલિવરી કરવામાં ઘણા સારા અને નરસા અનુભવ થાય છે. સારા યાદ રહે છે ને નરસા ભૂલી જવાય છે.‘  

તો આજની આ ડિલિવરીનો અનુભવ?’ જુહીએ પ્રશ્ન કર્યો.  

અવિસ્મરણીય. જેની ર્મૂિત હ્ય્દયમાં સ્થાપી હોય તે આમ અચાનક ડિલિવરી કરતાં મળે તે પણ ઈશ્વરેચ્છા બલિયસિ જ કહેવાય હોં!

મનનનો જવાબ સાંભળી જુહી તેના રંજોગમ ભૂલીને મનનમય બનવા લાગી હતી.

તમારે સંતાનોમાં?’

એક દીકરો છે વિવેક.

અરે વાહ! તમારા પ્રિય સ્વામી વિવેકાનંદજીને બાળકમાં જીવંત કર્યા એમને? તો મને ક્યાં જીવંત રાખી છે ? ‘  

મારા દિલમાં એક ધબકતા ખૂણે.‘  

અને તમારી પત્નીને?’

એને માટે દિલના બાકીનાં કોર્નર છે જ.‘   

એને કયા નામથી બોલાવો છો?’

મેઘા…‘  

વાહ! સરસ નામ છે. તમારા પર વરસતી રહેતી હશે જ.

હા…

કેટલો કિલ્લોલ હશે ઘરમાં વિવેકનો?’

સહજ દર્દીલા અવાજ સાથે જુહી બોલી.

જુહી, મારા ઘરે આવજે. જગદીશજીને લઇને વિવેકને વહાલ કરવા. તારા દિલની વરીદૂર થઇ જશે.

અચ્છા…એટલે જગદીશ આવે ત્યાં સુધી. એક મહિનો મારે રાહ જોવાની? એમ જને!

ના, ફ્રી હું તારા દેવનગર તરફ્ પાર્સલની ડિલિવરી કરવા આવું ત્યારે વિવેકને લેતો આવીશ બસ? નહીં તો તને સારું લાગે પછી મારા ઘરે લઇ જઇશ.

મેઘાબહેનને ગમશે?’

હા, એ પણ મારી જેમ સિમ્પલ લીવિંગ અને બેટર થિંકિંગમાં માને છે. નામથી તને જાણે છે.

છતાં તે પણ…

ચિંતા ન કર, હવે હું અને તું પરણેલાં છીએ એટલે દિલની ડિલિવરી નહીં જ કરીએ.

પણ ક્યારેક ક્યારેક મુલાકાત અને દરરોજ મેસેજની ડિલિવરી તો કરશોને? પ્લીઝ…!

હા, જુહી હું હવે જાઉં? ‘

મારાથી ના કઈ રીતે પાડી શકાય. આજે તમે ફ્ૂડ પાર્સલની ડિલિવરી સાથે મને તરોતાજા કરતી યાદોની ડિલિવરી કરી. એટલી હું ખુશકિસ્મત છું. જલદી પાછા તરક્કી કરો એ માટે શુભેચ્છાઓ.એવું કહ્યું ત્યારે ડિલિવરી કરીને ગયેલા મનન થકી દિલની વરી‘ (ચિંતા) ઘટતા હરખઘેલી બની ઔહતી. ?

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો