ભૂત કાઢવામાં પલીત ન પેસાડે એ લીડર શ્રેષ્ઠ   - Sandesh

ભૂત કાઢવામાં પલીત ન પેસાડે એ લીડર શ્રેષ્ઠ  

 | 3:00 am IST
  • Share

દરેક આંત્રપ્રિન્યોર, બિઝનેસમેન, રાજકીય વ્યક્તિ કે અધિકારીએ તેના ક્ષેત્રમાં, માર્કેટમાં કે ઘણી વાર તો તેની પોતાની જ ઓફ્સિમાં સ્પર્ધાનો સામનો કરવો પડતો હોય છે. આ સ્પર્ધાને કારણે એ આંત્રપ્રિન્યોર, રાજકીય વ્યક્તિ કે અધિકારીએ તેની (બ્રાન્ડ) વેલ્યૂ અથવા તેનું કદ કે પછી તેનું અસ્તિત્વ જાળવી રાખવા માટે સતત કેટલીક સ્ટ્રેટેજીઝ અપનાવતા રહેવું પડે છે અથવા નવાં નવાં પ્રયોગો કે ઈનોવેશન્સ કરતા રહેવું પડે. અગાઉ આપણે એ પણ જોઈ ગયા કે સ્પર્ધકને હંફવવા, તેને માપમાં રાખવા કે પછી જો સ્પર્ધક અત્યંત કદાવર હોય તો આપણું અસ્તિત્વ ટકાવી રાખવા જો સ્પર્ધક સાથે સંધિ કરવી પડે તો સંધિ કરી લેવી. એ રીતે અમુક મુદ્દા, દાયરા કે પ્રોડક્ટ પૂરતી બાંધછોડ કરીને આગળ વધવામાં કંઈ ખોટું નથી, બલકે એ સ્ટ્રેટેજીને એક સફ્ળ લીડરના ગુણ તરીકે ઓળખાવી હતી.

પરંતુ શું કોઈક સ્પર્ધક સાથે આપણે અમુક-તમુક મુદ્દા, પ્રોડક્ટ્સ કે કામના દાયરા બાબતે બાંધછોડ કરી લીધી પછી શું એ સ્પર્ધકની સાથેનો સંબંધ અન્ય કોઈક બાબત માટે આગળ વધારવો? અને જો સંપર્ક રહે તો કેટલી મર્યાદામાં એ વ્યક્તિ કે ઓર્ગેનાઈઝેશન સાથે સંબંધ રાખવાનો? આ વિશે પણ મહાભારતના ‘શાંતિપર્વ’માં અત્યંત ક્લેરિટી સાથે સમજાવાયું છે અને ભીષ્મ સ્પષ્ટ રૂપે યુધિષ્ઠિરને કહે છે કે સ્પર્ધક હંમેશાં સ્પર્ધક જ રહે છે. સગો ભાઈ અથવા પરમ મિત્ર કદાચ ભાઈ કે મિત્ર મટીને આપણો સ્પર્ધક બની શકે ખરા, પરંતુ સ્પર્ધક ક્યારેય સ્પર્ધક મટીને મિત્ર કે સંબંધી ન બની શકે.

ભીષ્મ આ બાબતને લઈને એક સરસ મજાનું ઉદાહરણ પણ આપે છે કે જેમ સર્પયુક્ત ઘરથી માણસ ડરે છે એમ શ્રેષ્ઠ લીડર કે ઓફ્સિર કે આંત્રપ્રિન્યોરે પોતાનાં ક્ષેત્ર કે પોતાની જ રાજકીય પાર્ટી કે ઓફ્સિમાં સ્પર્ધકથી સચેત રહે અને તેનાથી ચોક્કસ અંતર રાખે. અહીં ભીષ્મ બીજી એક લાખ રૂપિયાની સલાહ એ આપે છે કે સંધિ કરી હોય કે ન કરી હોય, પરંતુ પ્રસંગ કે સંજોગ ઊભો થાય ત્યારે આપણા સ્પર્ધક કે દુશ્મન સાથે મીઠા શબ્દોમાં વાત કરવી અને તેને સંજોગ મુજબની સાંત્વના અથવા શુભેચ્છાઓ પાઠવતા રહેવું, પરંતુ એ સિવાય અન્ય કોઈ ચર્ચા કે પેટછૂટી વાત કે કોઈના પણ વિશેનું તમારું મંતવ્ય આપવાની જરૂર નથી. તેમજ પોતાનું કામ પતે એટલે એનાથી દૂર ખસી જવાનું અને તેની સાથે કોઈ સંપર્ક રાખવો નહીં.  પરંતુ જે લીડર, આંત્રપ્રિન્યોર, અધિકારી કે રાજકીય આગેવાન સામાન્ય કક્ષાનો હોય છે અથવા જેની પાસે વિઝન નથી અને તેને પોતાના ક્ષેત્ર, માર્કેટ અથવા ઓર્ગેનાઈઝેશનમાં લાંબા સમય સુધી રુલ નથી કરવું કે પોતાનું આગવું સ્થાન નથી બનાવવું, અથવા તો પોતાની બ્રાન્ડ વેલ્યૂ ઊભી કરવામાં તેમને રસ જ નથી એવા લોકો ભીષ્મે કહ્યું છે એનાથી સાવ જુદું વર્તી બેસતા હોય છે, જેને લીધે લાંબે ગાળે તેઓ પારાવાર નુકસાન વેઠતા હોય છે. એ બાપડાઓ એ વાત સમૂળગી ભૂલી જતા હોય છે કે સામેનો માણસ જે આપણી સાથે પ્રેમથી અથવા ઉમંગથી વાત કરી રહ્યો છે એનો ઉમંગ કે વાત કરવાની રીત એ તેના એજન્ડાનો ભાગ છે. તેઓ એ ભૂલી જ જાય છે કે સામેનો માણસ એ આપણા જ ક્ષેત્રમાં કે આપણી જ ઓફ્સિમાં કામ કરી રહેલો આપણો હરીફ્ છે.

તેઓ તો બસ તક મળી નહીં કે પેટછૂટી વાત કરી દે અને જો લાગમાં આવે તો કોઈ ત્રીજી વ્યક્તિ વિશે એલફ્ેલ પણ બોલી નાંખે. જેને કારણે એન્ડ ઓફ્ ધ ઈવેન્ટ થાય શું? તો કે સામેનો માણસ તમારી વાતોના માધ્યમથી તમારું મન જાણી લે છે. તમારું મન જ નહીં, તમારી તૈયારી, તમારું રિસર્ચ, તમારી સ્ટ્રેટેજી અને તમારા વિઝનને પણ જાણી લે છે. એને કારણે થાય શું? તો કે આપણી વાતોને હિસાબે એ પોતાનાં પ્લાનિંગ્સ અને સ્ટ્રેટેજી નક્કી કરે અને છેવટે આપણી સાથે સારા સંબંધ રાખીને પણ આપણી કરિયર, આપણી પ્રોડક્ટ અથવા આપણી બ્રાન્ડને પછડાટ આપી શકે છે.

અને આ બધામાં પેલી પેટછૂટી વાતો અથવા તમે કોઈક ત્રીજી વ્યક્તિ વિશે કંઈક બોલ્યા હો અને એ વાતો ઓફ્સિ, માર્કેટ અથવા તમારા ક્ષેત્રમાં ફ્રતી થઈ તો? તો તમે કારણ વિના એક બીજો સ્પર્ધક અથવા દુશ્મન ઊભો કરો છો, જેનાથી તમારી સમસ્યાઓ હજુ વધી શકે છે. એટલા માટે જ સ્પર્ધકો સાથે અથવા આપણા જેટલું જ કદ કે હોદ્દો ધરાવતા માણસો સાથે અમુક કમ્યુનિકેશન કરવાં જ નહીં. અગેઈન અહીં પેલો મુદ્દો તો ખાસ ધ્યાનમાં રાખવાનો જ છે. ને એ મુદ્દો છે વિનમ્રતાનો ને મીઠી વાણી બોલવાનો. નહીંતર કમ્યુનિકેશન નથી રાખવું એમ માનીને આપણે કોઈનું અપમાન કરી બેસીએ, કોઈકને અવગણી કાઢીએ કે તેની સાથે હાઈ-હેલ્લોના સંબંધ પણ ન રાખીએ તોય આપણને નુકસાન જશે. એટલે એ બાબતે આપણે ધ્યાનમાં એક જ બાબત રાખવાની છે કે આપણે સ્માર્ટ રહેવાનું છે ખરું, પરંતુ સામેના માણસને એમ બતાવવાનું નથી કે જુઓ અમે તો બહુ સ્માર્ટ છીએ. નહીંતર સામેના માણસને અને માર્કેટમાં આપણે ખોટાં ઈન્ડિકેશન આપીશું અને ભૂત કાઢવામાં પલીત ઘુસાડી બેસીશું.

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો