મને આટલો પ્રેમ કરનાર કોઈ ફરી મળશે? - Sandesh
  • Home
  • Supplements
  • Sanskar
  • મને આટલો પ્રેમ કરનાર કોઈ ફરી મળશે?

મને આટલો પ્રેમ કરનાર કોઈ ફરી મળશે?

 | 4:57 am IST
  • Share

જોરથી કંઈ ટેક્સીના પાછળના ભાગે ટકરાયું હોય તેમ લાગ્યું. ટેક્સીએ બેલેન્સ ગુમાવ્યું અને તે આમતેમ રોડ પર દોડવા લાગી ને મારી તરફ્નો દરવાજો ખૂલી ગયો

  મેં જોરથી બૂમ પાડીઃ તનુશ્રી  તનુશ્રી … દવાખાનાના બેડ પરથી માંડ માંડ ઊભા થવાની કોશિશ કરતાં કરતાં પાછો હું બેડ પર પડયો અને પડતાની વારમાં જે માથામાં એવા જોરથી સણકો માર્યો કે ફ્રી અવાજ જ ન નીકળ્યો. મારો અવાજ સાંભળી નર્સ, જ્યાં હું દાખલ થયેલો તે જનરલ વોર્ડમાં આવી.  

 સર, શું થયું ? પ્લીઝ, ઊભા ન થશો, માથા પર બાંધેલો પટ્ટો ખસી જશે.  મારી બૂમ સાંભળી નર્સ ચોંકી ઊઠીતમારી સાથે હતાં તે તનુશ્રી!? તે તો તમારી સામે તો હમણાં બહાર નીકળ્યાંઆવશે પાછાં નર્સ મને સાંત્વના આપતા બોલી પણમેં ફ્રી કહ્યું : નર્સ….નર્સ   

આગળ બોલો સર, શું થયું?   

નર્સ, મેં ખુલ્લા દરવાજામાંથી સ્ટ્રેચર પર એક પેશન્ટને જતા જોઈ એનો હાથ નીચે લબડી રહ્યો હતો. તે કોણ છે તે મહેરબાની કરી જાણી લાવ    

મને માથામાં એટલું બધું દુખતું હતું કે હું માંડ માંડ બોલી શકતો હતો એટલે જેટલી તાકાત હતી એટલી વાપરી મેં એક જ શ્વાસમાં બધું બોલી નાખ્યું

સર, તમને જોઈને કહુંએમ બોલી તે દરવાજાની બહાર જતી રહી અને મારા વિચારો ચાલુ થઇ ગયા. કોણ હતું એ…? એ કોણ હતું..? 

હા, હમણાં દસેક કલાક પહેલાંની તો વાત હતીઆવતી કાલે અમારી સગાઇ હતી એટલે આજે સવારે મેં તનુશ્રાીને ફેન કરીને સાંજે મળવા બોલાવી હતી. આમ તો છેલ્લા ત્રણ ચાર મહિના પહેલાં જ અમે બંને મેરેજ માટે રાજી થઇ ગયાં હતાં અને તનુશ્રી મેડિકલના છેલ્લા વર્ષમાં હતી અને એને હજી એક વર્ષ ભણવા માટે જોઈતું હતું એટલે અમારા બંનેના પરિવારે અમારી સગાઇ કરવાનું નક્કી કર્યું અને ફ્ટાફ્ટ સગાઇનો આગળનો દિવસ પણ આવી ગયો. હું બહુ ખુશ હતો એટલે મેં તેને આજે સવારે ફેન કર્યો

હાય, તનુ, જો કાલથી તો આપણે સગાઇના બંધનમાં બંધાઈ જઈશું!   

તું જ ઉતાવળ કરતો હતો બાકી મેં તો ટાઈમ માંગ્યો હતો તનુશ્રી સામેથી હસતાં હસતાં બોલી  

બાકી બધું છોડ, બોલ શું કે છે આજે નાઈટ આઉટ થઇ જાય. આખી રાત બહાર ભટકીશું. શું કહે ?    

બિલકુલ રેડીપણ જઈશું ક્યાં?    

તું એક વાર મળ તો ખરી, આપણે નક્કી કરી લઈશું   

અને આમ અમે 9 વાગ્યે તનુશ્રીની હોસ્ટેલના ગેટ પર મળવાનું નક્કી કર્યું. આમ તો અમે ત્રણચાર મહિનાથી એકબીજાને ઓળખતાં હતાં, ફેન પાર વાત પણ કરતાં પણ આમ મળવાનું કદાચ પહેલી વાર જ હતું. એટલે હું બરાબર 9 વાગ્યે તેને લેવા પહોંચી ગયો. તે હોસ્ટેલમાંથી રાત બહાર રહેવાની પરમિશન લઇ ગેટ પાર આવી ગઈ.  

 તે આજે બિલકુલ સાદાં કપડાંમાં હતી પણ ખૂબ સુંદર લગતી હતી. હું તેને જોતો રહી ગયો. તે ચાલતી ચાલતી મારી પાસે આવી ને બોલી બોલ, શું પ્લાન છે?    

હમ્મ્મમમહમણાં જુહુ જઈએ ત્યાં ટાઈમપાસ કરીશું પછી આગળનું નક્કી કરીએ, બરોબર?   

તે વિચારીને બોલી ચાલશેચાલો ઓટો કરી લઈએ?   

અમે ઓટો લીધી અને મેટ્રો સ્ટેશન ગયાં. રોડ સાઈડથી પહેલે માળ જઈ ટિકિટ લઇ લીધી. મેટ્રો આવી ને અમે બેસી ગયાં. કમ્પાર્ટમેન્ટ લગભગ ખાલી હતું. અમે બંને મનગમતી જગ્યા પર બેસી ગયાં. તનુશ્રી આજે કૉલેજમાં શું થયું તે બધું મને કહેવા લાગી હું સાંભળતો ગયો. મને તે કંઈ પણ કહેતી મને સાંભળવાની મઝા આવતી અને આજે તો એને આટલા નજીકથી સાંભળીને કૈંક ઔર જ ફીલ થતું હતું. જાણે કે મારી બાજુમાં બેઠેલી આ વ્યક્તિ થોડા જ સમય પછી મારા ઘરની સદસ્ય થઇ જશે. અમારા ફેમિલીની એક મેમ્બર થઇ જશે. મને આવી ફીલિંગ પહેલી વાર થઇ હતી. ખબર નહીં કેમ! તેની સાથે બેસવાની બહુ જ ખુશી મળી રહી હતી. તે બોલતી ગઈ હું સાંભળતો ગયો અને જુહુ આવી ગયું. અમે બંને બીચ પર ગયાં. વાતો કરતાં ગયાં બોલતાં ગયાં, હસતાં ગયાં.. આમ બીચ પર ફ્રવા લાગ્યાં. તેને કોલ્ડ ડ્રિંક પીવાનું મન થયું એટલે અમે બહાર આવ્યાં કોલ્ડ ડ્રિંક પીધું. એટલામાં તે બોલીઃ ચાલ એક વાર ફ્રી બીચ પર જઈએ?

કેમ ફ્રી?        

બસ એમ જ, એક વાર તું ચાલતો ખરો પછી કહુંને! એમ કહી તે મને ખેંચીને બીચ પર લઇ ગઈ.  

એક મિનિટ તું મારી આગળ આવી જા  

કેમ? આ શું કરે છે તનુશ્રીમેં પૂછયું.  

હું જે કહું છું તે તું કર   

હું તેની આગળ ઊભો રહી ગયો.  

હવે હું એક, બે, ત્રણ એમ ગણું તેમ તું રેતીમાં પગલાં પાડતો જા…   

બસ એટલું જ?   

હા હવે તે ગણતરી કરતી ગઈ ને હું ચાલતો ગયો અને જે રેતી પર પગલાં પડતાં ગયાં તેના બરાબર તેના પર પગ માંડી ચાલતી રહી. હું થોડો આગળ જઈ રોકાઈ ગયો અને તે મારાં પગલાં પર ચાલતી મારી પાછળ આવી ઊભી રહી ગઈ અને પાછળથી મારા બંને હાથ પકડી લીધા અને તેનું માથું મારા ખભા પર મૂકી બોલી બસ, આ રીતે જિંદગીભર તમારી પાછળ ચાલતી રહીશ

હું તેના આ શબ્દો સાંભળી રોકાઈ ગયો હું એની તરફ્ વાળ્યો તનુશ્રીઆમ જો.   

હું તેને જોતો રહ્યો અને તે મનેતેની આંખોમાંથી પાણી વહેવાં લાગ્યાં. મારા માટે આટલી લાગણી મેં મારી જિંદગીમાં પહેલી વાર જોઈ હતી એટલે મારી પણ આંખો ભીની થવા માંડી. અમે બંને દરિયાકિનારે એકબીજા સામે જોતાં રહ્યાં અને મોજાંનો ધીમો ધીમો અવાજ અને ચાંદની અમને સંગીત આપતાં રહ્યાં. મને એમ લાગ્યું કે જાણે આ એક ક્ષણમાં મને બધું જ મળી ગયું.  

બસ, હવે ચાલો, મારે જે કહેવાનું હતું તે મેં કહી દીધું, ચાલો હવે મને બહુ ભૂખ લાગી છે  અમારા બે વચ્ચેની ચુપ્પી તોડવા તનુશ્રી બોલી.  

હું તેની સાથે હવે નાના બાળકની જેમ ચાલવા લાગ્યો.  

 તેને નજીકમાં એક સરસ જગ્યા ખબર હતી ત્યાં જવા અમે ટેક્સી કરી. ડ્રાઇવરે ગાડી ચાલુ કરી. અમે બંને પાછળ એકબીજા સામે જોતાં રહ્યાં એટલામાં જોરથી કંઈ ટેક્સીના પાછળના ભાગે ટકરાયું હોય તેમ લાગ્યું. ટેક્સીએ બેલેન્સ ગુમાવ્યું અને આમતેમ રોડ પર દોડવા લાગી અને મારી તરફ્નો દરવાજો ખૂલી ગયો અને કંઈ ખબર પડે તે પહેલાં હું સીધો બહાર ફ્ંગોળાયો. માથાનો ભાગ રોડ પર પછડાયો અને પછી આખું શરીર રોડ પર પટકાયું. પછી મને કંઈ જ ખબર પડે તે પહેલાં મારી આંખો બંધ થઇ ગઈ. એક બે મિનિટ પછી માંડ માંડ મેં ઊભા થવાનો પ્રયત્ન કર્યો, પણ મારાથી ઊભું થવાયું નહીં. મારું માથું એટલું સખ્ખત દુખી રહ્યું હતું કે ચીસ નીકળી ગઈ. તેટલામાં મેં મારા માથાની પાછળના ભાગ પર કોઈ ઊભું હોય તેમ લાગ્યું અને જાણે તેને તેનાં કપડાંમાંથી કૈંક ફડયું હોય તેમ અવાજ આવ્યો. મેં થોડું જોર આપી જોયું તો તનુ તેનો સલવાર ફડી મારા માથા પર બાંધી રહી હતી.  

તેણે એમ્બ્યુલન્સ બોલાવી રાખી હતી એટલે તરત જ તે આવી ગઈ. તનુશ્રી મારો હાથ પકડી મને હિંમત આપતી ગઈ અને મને તેણે એમ્બ્યુલન્સમાં ચડાવી દીધો અને મારા માથા પર હાથ મૂકી ચિંતામાં મારી બાજુમાં બેસી રહી. થોડી વારમાં હોસ્પિટલ આવી ગઈ. તે મને હોસ્પિટલમાં લઇ આવી. ડૉક્ટરે પણ કહ્યું કે, જો મને લાવતા મોડું થઇ ગયું હોત તો કદાચ મારુ બચવું મુશ્કેલ હતું.  

મને તરત જ ઇમર્જન્સીમાં ઓપરેશન થિયેટરમાં લઇ ગયા. લગભગ બે જેટલા કલાક પછી મને બહાર લઇ આવ્યા અને મને વોર્ડમાં શિફ્ટ કર્યો. તનુશ્રી ત્યાં મારી રાહ જોઈ રહી હતી. મેં તેનો આભાર માનવા માથું ઊંચકવાની કોશિશ કરી, પણ મારાથી થયું નહીં. તેણે મને દૂરથી જ સૂઈ રહેવા ઈશારો કર્યો. જો આજે તનુ ના હોત તો હું પતી જ ગયો હતો. રાતના લગભગ બે વાગવા આવી ગયા હતા. તેટલામાં કોઈ એમ્બ્યુલન્સની સાઇરનનો અવાજ આવ્યો અને વોર્ડબોય તે તરફ્ એક્સિડન્ટ થયો… તેમ બોલતાં બોલતાં દોડયો. મેં તનુશ્રી સામે જોયું. તે બોલીઃ હું હમણાં જ આવી. તને કંઈ જોઈએ છેએમ બોલી તે વોર્ડના દરવાજાથી જમણી તરફ્ બહાર નીકળી ગઈ. થોડી જ ક્ષણોમાં મેં દરવાજામાંથી જોયું કે સ્ટ્રેચરમાં કોઈ લોહીથી લથપથ સ્ત્રીને લઇ જતા હતા અને તેનો હાથ સ્ટ્રેચરની બહાર લટકી રહ્યો હતો અને તે હાથ પર તનુશ્રી જેવી જ વૉચ હતી.  

મેં તનુશ્રીને બૂમ પાડી, પણ નર્સ આવી તેને મેં તે લેડી કોણ છે તે જાણી લાવવા કહ્યું. હવે મારા માટે એક એક ક્ષણ સદીઓ સમાન થઇ રહી હતી. કોણ હતું એ? મારાથી ઊભા થવાતું નહોતું, નહીંતર તો હું ક્યારનોય પહોંચી ગયો હોત. હવે માથાનું દર્દ મને જરા પણ અસર કરતું નહોતું, પણ તેના કરતાં અનેક ગણું દર્દ હવે તે જાણવામાં હતું કે એ કોણ છે? જેણે મારી તનુશ્રી જેવી વૉચ પહેરી છે?  

મેં ફ્રી બૂમ પારી : નર્સ   

નર્સ દોડતી દોડતી આવી અને મારી સામે આવી ઊભી રહી ગઈ : સર, એ તો હાઇવે પર બેત્રણ કલાક પહેલાં એક્સિડેન્ટ થયો હતો અને ટેક્સી રોડની બાજુની સાઈડના ખાડામાં પડી ગઈ હતી અને તેમાંથી કોઈ છોકરી અને ડ્રાઇવર બંનેને લઇને આવ્યાં છે, પણ બંને મૃત્યુ પામ્યાં છે અને છોકરીએ પર્સ ચેક કર્યું તો તેમાં તેનું નામ તનુશ્રી છે તેમ જાણવા મળ્યું.   

બસ તેને મેં બોલતાં અટકાવીને કહ્યું. બસ, તું જા અહીંથી…   

મારા વિચારો બંધ થવાનું નામ જ નહોતા લેતા. જો તનુશ્રી ત્યાં જ મૃત્યુ પામી હતી તો ત્યાંથી અહીં મને કોણ લાવ્યું?  

અઠવાડિયા પછી મને હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ મળી ગયો, પણ તનુશ્રીના વિચારોમાંથી નહીં. ડિસ્ચાર્જ પછી હું ઘરે ગયો અને તે રાત્રે મારા ઘરની ટેરેસ પર ગયો અને તારાઓ વચ્ચે તનુશ્રીને શોધતો રહ્યો. મનમાં પોતાને પૂછતો રહ્યો કે  મને આટલો પ્રેમ કરનાર કોઈ ફ્રી મળશે?  

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો