માંડવીમાં ભાજપની નગરસેવક તેમજ અન્ય મહિલાઓ જુગાર રમતા પકડાઈ - Sandesh
  • Home
  • Kutch-Bhuj
  • માંડવીમાં ભાજપની નગરસેવક તેમજ અન્ય મહિલાઓ જુગાર રમતા પકડાઈ

માંડવીમાં ભાજપની નગરસેવક તેમજ અન્ય મહિલાઓ જુગાર રમતા પકડાઈ

 | 2:00 am IST
  • Share

માંડવી શહેરના બાબાવાડી મધ્યે સુમતિનાથ કોમ્પ્લેક્સમાં રહેતી મહિલા બહારથી ખેલીઓને બોલાવી નાલ ઉઘરાવી પોતાના રહેણાક મકાનમાં જુગાર રમાડતી હોવાની બાતમીના આધારે બુધવારે સાંજના અરસામાં પોલીસે છાપો મારીને સંચાલિકા એવી ભાજપના મહિલા મોરચા સાથે સંકળાયેલી હંસા દિલીપ ઠક્કર  સહિત ૮ મહિલાઓને ઝડપી પાડી હતી. જેમાં વોર્ડ નંબર ૮માં ભાજપમાંથી ચૂંટાયેલી નગરસેવક ક્રિષ્ના તરૂણ ટોપરાણી સહિત અન્ય મહિલાઓ ૫કડાઈ હતી.
સુમતિનાથ કોમ્પ્લેક્સમાં ત્રીજા માળે ફ્લેટ નંબર ૩૦૬માં રહેતી હંસા  દિલીપ ઠક્કર બહારથી ખેલીઓ બોલાવી પોતાના રહેણાક મકાનમાં જુગારધામ ચલાવતી હોવાની બાતમી મળી હતી, જેના આધારે પોલીસે વિસ્તારમાં છાપો મારીને તીનપત્તીનો જુગાર રમતી સંચાલિકા હંસા ઠક્કર સહિત ૮ મહિલાઓને ઝડપી પાડી હતી. ત્યારબાદ તમામ  મહિલાઓ પાસેથી રોકડા પ૧ હજાર તથા ર મોબાઈલ ફોન એમ કુલે રૂપિયા ૬૧,પ૦૦ નો મુદ્દામાલ કબજે કરી લેવામાં આવ્યો હતો. જે અંગે માંડવી પોલીસે કાર્યવાહી હાથ ધરી છે.

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો