મારી પાસે જે છે તેનાથી હું ખુશ છું, કોઈને ઈમ્પ્રેસ કરવાની જરૂર નથી   - Sandesh
  • Home
  • Supplements
  • Cine Sandesh
  • મારી પાસે જે છે તેનાથી હું ખુશ છું, કોઈને ઈમ્પ્રેસ કરવાની જરૂર નથી  

મારી પાસે જે છે તેનાથી હું ખુશ છું, કોઈને ઈમ્પ્રેસ કરવાની જરૂર નથી  

 | 3:00 am IST
  • Share

વાણી કપૂર વિવાદો લખાવીને લાવતી હોય તેમ તે કંઈ પણ કરે તેમાંથી વિવાદ સર્જાઈ જ જાય છે. જોકે હવે તે કડવી વાતોને હસવામાં કાઢી શકે છે

તેની એકવડી કાયા અંગે લોકો જાતજાતની કમેન્ટ કરતા રહે છે. પણ વાણીને હવે તેની કોઈ પરવા નથી, તે હવે પોતાની બોડીને લઈને બેફિકર છે!

વાણી કપૂરની કોરોનાના કારણે લોકડાઉન થઈ ગયેલી ફ્લ્મિ ‘ચંદીગઢ કરે આશિકી’ આખરે લોકડાઉનમાંથી છૂટીને સિનેમાઘરોમાં આવી રહી છે. ફ્લ્મિમાં તેની સાથે આયુષમાન ખુરાના હીરોની ભૂમિકામાં છે. મહારાષ્ટ્રના મુખ્યપ્રધાને જાહેરાત કરી કે હવે 22 ઓક્ટોબરથી મહારાષ્ટ્રનાં સિનેમાઘર ફ્રીથી ખોલવામાં આવશે એ સાથે જ સિનેજગતમાં બધા જ હાશકારો અનુભવી રહ્યા છે. અક્ષયકુમારની નવી ફ્લ્મિ અને અજય દેવગનની ફ્લ્મિ પણ રિલીઝ કરવામાં આવી રહી છે. અને તેમની સાથે વાણી કપૂર આયુષમાનની ફ્લ્મિ ‘ચંદીગઢ કરે આશિકી’ પણ રજૂ થવા જઈ રહી છે. આ ફ્લ્મિનો એક ફેટો ઈન્સ્ટાગ્રામ પર મુકાયો જેમાં આયુષમાન ખુરાના પોતાનું સિક્સ પેક બોડી બતાવી રહ્યો છે અને બાજુમાં વાણી કપૂર બેઠી છે. ફેટોની નીચે લખ્યું છે, ‘બોડી દેખ લો, શકલ ફ્રિ દિખાયેંગે… થિયેટર ખુલ ગયે હૈં દિલોં પર ફ્રિ સે છા જાયેંગે..’ આ કમેન્ટની સાથે જ સોશિયલ મીડિયા પર ટ્રોલ કરનારાઓએ તોફન મચાવી દીધું. તેમણે વાણી કપૂરની બોડી વિશે કમેન્ટ ચાલુ કરી દીધી. ‘બોડી હો તો દેખેં…’ થી માંડીને ‘ક્યા બોડી દેખેં…’ જેવી જાતજાતની કમેન્ટ આવવા લાગી. જોકે વાણી કપૂર માટે આવી કમેન્ટ્સ નવી નથી. તેની એકવડી કાયા એટલી બધી એકવડી છે કે તે જ્યાં જાય ત્યાં કોઈ તો એના વિશે કશુુંક કહી જ દે છે.  

થોડા વખત પહેલાં તે અક્ષયકુમાર અને હુમા કુરેશી સાથે ‘બેલબોટમ’ના પ્રમોશન માટે કપિલ શર્માના શો પર ગઈ હતી. શોમાં એક વિભાગ નવો ચાલુ કરવામાં આવ્યો છે. તેનું નામ છે, પોસ્ટ કા પોસ્ટમોર્ટમ. તેમાં વાણી કપૂરનો એક ફેટોગ્રાફ્ મૂકવામાં આવ્યો હતો અને નીચે ફ્ેક કમેન્ટ (શો માટે) મૂકવામાં આવી હતી, તેમાં લખ્યું હતું, ‘ભૈંસ કા દૂધ પિયા કરો. બહુત કમઝોર હો ગઈ હો!’ બધા એ જોઈને ખડખડાટ હસી પડયા, પરંતુ વાણીના ચહેરા પર સંકોચ સ્પષ્ટ રીતે દેખાઈ આવતો હતો. પછીથી એક સેગમેન્ટમાં કોમેડિયન ભારતી સિંઘ આવીને વાણીને હગ કરીને બોલી ઊઠી, ‘અભી એક ઓર કી જગહ હૈ!’ આ વખતે પણ વાણીના ચહેરા પર સંકોચની સાથે મૂંઝવણ અને આક્રોશ જોવા મળ્યો હતો. જોકે પ્રેક્ષકો તો ખડખડાટ હસી જ રહ્યા હતા.  

વાણી કપૂર પોતાની ફ્લ્મિના પ્રમોશન માટે આવી હતી એટલે શું બોલી શકે? પરંતુ વાણીને તેના બોડી વિશેની કમેન્ટ ગમતી નથી. જોકે તેણે કદાચ પોતાના એક અંગત શુભચિંતકની વાત માની લીધી છે. કોઈ ગમેતેવી કમેન્ટ કરે તેને કાં તો હસવામાં કાઢી નાંખો અથવા કોમેડી ટ્વિસ્ટ કરી દો. નહીંતર વાણીને કપિલને પણ સણસણતો જવાબ આપી દીધો હોત. ગયા વર્ષે તેણે ઈન્સ્ટાગ્રામ ઉપર પોતાની એક સેલ્ફ્ી મૂકી હતી. વાણી બ્લૂ સ્પોટ્ર્સ બ્રા અને યોગા પેન્ટ્સ પહેરીને અરીસા સામે હાથમાં મોબાઈલ લઈ ઊભી હોય એવો ફેટો હતો. તેણે પોતાના મોબાઈલથી અરીસા સામે ઊભા રહી પોતાનો જ ફેટો લીધો હતો. વાણી કપૂરના ચાહકોએ તો તેના આ ન્યૂ લુકને વખાણ્યો અને અભિનંદન આપ્યાં હતાં, પરંતુ ટ્રોલરોએ એને સોય ભોંકવા માંડી હતી. એક ભાઈએ લખ્યું, ‘મેનલી!’ (શરીરનો ઉપરનો ભાગ પુરુષ જેવો.) જવાબમાં વાણી કપૂરે સણસણતો તમાચો ફ્ટકારતાં લખ્યું, ‘આશા રાખું કે તને ખબર હશે કેે તું એટેન્શન સીકર છે, જોકે હજી સમય છે, તારી જાત માટે નિરાશ ન થઈશ! હજી તું તારી સારવાર કરાવી શકીશ.’ વાણીએ આક્રોશમાં લખેલા જવાબમાં ‘યુ આર’ લખવાને બદલે ‘યોર’ લખાયેલું હતું એ તરફ્ ધ્યાન ખેંચતાં એ ભાઈએ વળી જવાબ આપ્યો, ‘યુ આર અને યોરમાં ફ્રક છે, તમારી નવાબજાદાઓની સ્કૂલમાં તમને એ નથી શીખવાડતા?’  જવાબમાં વાણીએ લખ્યું, ‘ઓકે. ચાલો આપણે બંને એકબીજા પર ખીજ કાઢીએ તેના બદલે હું તમને બ્લોક કરી દઉં છું. ઓકે બાઆઆય!’  

અન્ય એક ટ્રોલરે લખ્યું, ‘તમે કુપોષણથી પીડાતાં લાગો છો.’ વાણીએ લખ્યું, ‘જીવનમાં કોઈ ઉત્પાદક કામ શોધી કાઢો. તમારી જાત પર આવો અત્યાચાર ન કરો. જીવન ખૂબ જ સુંદર છે. ધિક્કાર ફ્ેલાવવાનું બંધ કરો.’ અન્ય એક ટ્રોલરે વળી સાવ ભળતી જ કમેન્ટ કરી, ‘તમે આઈફેન 11 નથી ખરીદ્યો?’  વાણીએ લખ્યું, ‘કારણ કે મારી પાસે જે છે તેનાથી હું ખુશ છું. મારે કોઈને ઈમ્પ્રેસ કરવાની જરૂર નથી.’   

જોકે વાણી કપૂર કદાચ લોકોનો રોષ અને વિવાદ કપાળે લખાવીને આવી છે. ગયા નહીં ને તેના આગલા વર્ષે 2019માં જ્યારે તે રિતિક રોશન અને ટાઈગર શ્રોફ્ સાથે ફ્લ્મિ ‘વોર’માં હિરોઈન તરીકે ચમકી હતી ત્યારે પણ તેની એક ઈન્સ્ટાગ્રામ પોસ્ટ ઉપર લોકો ખિજાઈ ગયા હતા અને એક ભાઈએ તો ફ્રિયાદ પણ કરી દીધી હતી. એ ભાઈને વાણી કપૂરના એ પોસ્ટમાં મુકાયેલા એક ફેટો ઉપર ભયાનક વાંધો પડી ગયો હતો. ફેટોગ્રાફ્ માટે વાણી કપૂરે બિકિની પહેરી હતી. અને તેમાં જે ટોપ બ્રા હતી તેનું કાપડ ‘રામ રામ રામ’ ની પ્રિન્ટ ધરાવતું હતું. એક ભાઈએ કોર્ટમાં અપીલ કરી હતી કે રામનામ લખેલું વસ્ત્ર રામનામી કહેવાય છે અને તે ખૂબ જ પવિત્ર હોય છે. તેનો આ રીતે બીભત્સ દેખાવમાં પ્રયોગ ન કરી શકાય. શ્રદ્ધાળુઓની લાગણી દુભવવા બદલ નામદાર કોર્ટે વાણી કપૂર સામે આઈપીસીની કલમ 215એ હેઠળ પગલાં લેવાં જોઈએ. વાતની ગંભીરતાને સમજીને વાણી કપૂરે તરત જ એ ફેટો પોતાના ઈન્સ્ટા એકાઉન્ટ ઉપરથી ડીલિટ કરી દીધો હતો.  

વાણી કપૂરે ‘શુદ્ધ દેસી રોમાન્સ’થી 2013માં સિનેજગતમાં પ્રવેશ કર્યો હતો અને બેસ્ટ ફ્ીમેલ ડેબ્યૂનો ફ્લ્મિફ્ેર એવોર્ડ જીતી લીધો હતો.2014માં તેને તમિળ ફ્લ્મિ ‘આહા કલ્યાણમ’માં ભૂમિકા ભજવી હતી. તેમાં પણ વાણીનો અભિનય વખણાયો હતો. એ પછી 2016માં તે રણવીરસિંહ સાથે ‘બેફ્કિરેં’માં જોવા મળી અને તેમાં પણ વખણાઈ હતી. જોકે એ પછી તે સિનેજગતમાં જાણે સાઇલન્ટ થઈ ગઈ હતી. પછી 2019માં રિતિક રોશનની પ્રેમિકા સ્વરૂપે ફ્લ્મિ ‘વોર’માં ચમકારો કરી ગઈ. એમાં પણ તેનો અભિનય ખૂબ વખણાયો હતો. એ પછી ચાલુ વર્ષે તે અક્ષયકુમારની ‘બેલબોટમ’માં ચમકી છે. આ ફ્લ્મિ જાસૂસી ફ્લ્મિ હતી. સિનેમાઘરો બંધ હોવાથી અને કોરોનાનો ડર હજુ દૂર થયો ન હોવાથી ફ્લ્મિ ધાર્યા પ્રમાણે ચાલી શકી નથી, પરંતુ તેમાંય વાણી કપૂરનો અભિનય તો વખણાયો જ છે.  

વાણી  બિઝનેસમેન પિતા અને શિક્ષિકા માતાનું સંતાન છે. તેણે દિલ્હીની માતા જયકૌર પબ્લિક સ્કૂલમાં અને પછી ઇંદિરા ગાંધી નેશનલ ઓપન યુનિર્વિસટીમાં અભ્યાસ કર્યો છે. ટૂરિઝમમાં બેચલર ડીગ્રી મેળવીને તે ઓબેરોય હોટલમાં અને પછી એચટીસી હોટેલ્સમાં કામ કરતી હતી. અહીં કામ કરતાં કરતાં મોડેલિંગ ચાલુ કર્યું હતું. મોડેલિંગમાંથી તેને યશરાજ ફ્લ્મ્સિમાં ત્રણ ફ્લ્મિોના કોન્ટ્રેક્ટ પર કામ મળી ગયું હતું. એ રીતે તે સિનેજગતમાં આવી ગઈ. આ વર્ષે તેની ફિલ્મ ‘ચંદીગઢ કરે આશિકી’ રજૂ થઈ રહી છે અને આવતા વર્ષે ‘શમશેરા’ રજૂઆત માટે તૈયાર છે.

મિત્રએ તેને સમજાવી લીધી 

ઈન્સ્ટાગ્રામ ઉપર પોતાને ટ્રોલ કરતા લોકોને કડવા જવાબો આપતી જોઈને વાણીના એક અંગત મિત્રએ તેને ખાસ સલાહ આપી, ‘યાર! એમની સામે કોમેડી કરી લેવાની. આટલા સીરિયસ ન થવાય! કાં તો તેમને હસવામાં કાઢી નાંખવા અથવા તેમને કોમેડી ટ્વિસ્ટ કરી કશુંક લખી દેવાનું. એમના લખવાથી તને શું ફ્રક પડે છે?’ 

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો