માર્કેટમા ટ્રેડર્સે સ્ટોક સ્પેસિફિક એપ્રોચ રાખી વેપાર કરવો - Sandesh
  • Home
  • Supplements
  • Business @ Sandesh
  • માર્કેટમા ટ્રેડર્સે સ્ટોક સ્પેસિફિક એપ્રોચ રાખી વેપાર કરવો

માર્કેટમા ટ્રેડર્સે સ્ટોક સ્પેસિફિક એપ્રોચ રાખી વેપાર કરવો

 | 1:23 am IST
  • Share

બી.એસ.ઇ. ઇન્ડેક્સ ઃ (૫૮,૭૬૫) મિત્રો, બી.એસ.ઇ. ઇન્ડેક્સ ગત્ સંપૂર્ણ સપ્તાહમાં તેના આગલા સાપ્તાહિક બંધ ૬૦,૦૪૮ સામે ૬૦,૩૧૦ના મથાળે ખૂલી સામાન્યતઃ ૬૦,૪૧૨ની ઐતિહાસિક ઉચ્ચતમ સપાટી સ્પર્શ્યા બાદ નફારૃપી વેચવાલી નીકળતાં સતત ઘટી નીચામાં ૫૮,૫૫૧ની નીચી સપાટી સ્પર્શી અંતે ૫૮,૭૬૫ના મથાળે બંધ રહેલ છે, જે તેના આગલા સાપ્તાહિક બંધ ૬૦,૦૪૮ની સરખામણીમાં ૧,૨૮૩ પોઇન્ટનો પ્રત્યાઘાતી ઘટાડો દર્શાવે છે. સપ્તાહ દરમિયાન હેવિવેઇટ શેરોમાં નોંધપાત્ર નફારૃપી વેચવાલી નીકળી હતી. જોકે સ્મોલ તથા મિડકેપ શેરોમાં ઓવરઓલ સુધારાની ચાલ રહી હતી. એકંદરે ઘણા લાંબા સમય બાદ સાપ્તાહિક ધોરણે નોંધપાત્ર પ્રત્યાઘાતી ઘટાડા થકી આંતરપ્રવાહો સાવચેતીભર્યા જણાય છે.

હવે ચાર્ટની દૃષ્ટિએ ઇન્ડેક્સની ઓવરઓલ ચાલ વિચારીએ તો… ૪૭,૨૦૦નો સ્ટોપલોસ હવે ઓવરઓલ લેણમાં રાખવો. ઉપરમાં ૬૨,૦૫૦ તથા તે ઉપર બંધ જળવાતા ૬૩,૯૦૦નો વધુ સુધારો જોવાશે.

હવે આગામી સપ્તાહ અંગે ઇન્ડેક્સની ચાલ વિચારીએ તો… ૫૯,૦૪૬-૫૯,૧૨૭ નજીકની પ્રતિકાર સપાટી છે. ૫૯,૧૨૭ પાર થતાં ૫૯,૨૪૧ તથા ૫૯,૩૨૩-૫૯,૩૯૫નો ઉછાળો જોવાશે, ઓવરઓલ ઉછાળે નફારૃપી વેચવાલી જોવાશે, વેચાણમાં ૫૯,૫૫૮નો સ્ટોપલોસ રાખવો. નીચામાં ૫૮,૫૫૧ તૂટતાં ૫૮,૩૪૧, ૫૮,૨૧૨ તથા ૫૭,૯૯૫નો વધુ પ્રત્યાઘાતી ઘટાડો જોવાશે. ઉપરમાં ૫૯,૫૫૮ પાર થતાં ૫૯,૮૨૬નો છેતરામણો ઉછાળો આવી શકશે.

નિફ્ટી ઓક્ટોબર ફ્યૂચર ઃ (૧૭,૫૨૦) ૧૭,૫૯૦ નજીકની તથા ૧૭,૬૩૮-૧૭,૬૮૦ની મહત્ત્વની પ્રતિકાર સપાટીના ઉછાળે નફારૃપી વેચવાલી જોવાશે, વેચાણમાં ૧૭,૭૪૧નો સ્ટોપલોસ રાખવો. નીચામાં ૧૭,૪૯૫ તથા ૧૭,૪૩૩ના ટેકા ધ્યાનમાં રાખવા. ૧૭,૪૩૩ તૂટતાં ૧૭,૩૫૩ તથા ૧૭,૩૧૩-૧૭,૩૦૩ની આરંભિક નીચી સપાટી આવશે. ખરાબ સંજોગોમાં ૧૭,૩૦૩ તૂટતાં ૧૭,૨૨૩નું પેનિક જોવાશે.

બેન્ક નિફ્ટી ઓક્ટોબર ફ્યૂચર ઃ (૩૭,૩૫૬) ૩૭,૪૨૯-૩૭,૫૦૩ નજીકની પ્રતિકાર સપાટી ધ્યાનમાં રાખવી. ૩૭,૫૦૩ પાર થતાં ૩૭,૬૧૦, ૩૭,૭૧૯ તથા ૩૭,૯૦૦ના પ્રત્યાઘાતી ઉછાળા આવી શકશે, ઉછાળે નફારૃપી વેચવાલી જોવાશે, વેચાણમાં ૩૮,૦૫૦નો સ્ટોપલોસ રાખવો. નીચામાં ૩૭,૧૮૭ તથા ૩૬,૯૫૦ મહત્ત્વના ટેકા છે. ૩૬,૯૫૦ તૂટતાં ૩૬,૬૫૦ તથા તે બાદ ૩૬,૪૭૫ તથા ૩૬,૧૮૦નો પ્રત્યાઘાતી ઘટાડો જોવાશે.

મહિન્દ્રા-મહિન્દ્રા ઃ (૮૨૭) ૮૧૭ તથા ૮૦૮ના ઘટાડે લેવાલી જોવાશે, લેણમાં ૭૯૬નો સ્ટોપલોસ રાખવો. ઉપરમાં ૮૩૨ પાર થતાં ૮૬૦ તથા તે બાદ ૮૮૦નો સુધારો જોવાશે.

ટીવીએસ ટાયર્સ ઃ (૫૬૫) ૫૫૮ તથા ૫૫૪ના ઘટાડે લેવાલી જોવાશે, લેણમાં ૫૪૫નો સ્ટોપલોસ રાખવો. ઉપરમાં ૫૭૨ તથા તે પાર થતાં ૫૮૮ અને ૬૧૨નો સુધારો જોવાશે.

અમરરાજા બેટરી ઃ (૭૬૫) ૭૬૦ તથા ૭૫૫ના ઘટાડે લેવાલી જોવાશે, લેણમાં ૭૪૨નો સ્ટોપલોસ રાખવો. ઉપરમાં ૭૭૫ પાર થતાં ૭૯૪ તથા તે બાદ ૮૧૪નો સુધારો જોવાશે.

એક્સિસ બેન્ક ઃ (૭૬૯) ૭૭૩ તથા ૭૭૭ના ઉછાળે નફારૃપી વેચવાલી જોવાશે, વેચાણમાં ૭૮૭નો સ્ટોપલોસ રાખવો. નીચામાં ૭૬૧ તથા ૭૫૪ના ટેકા ધ્યાનમાં રાખવા. ૭૫૪ તૂટતાં ૭૪૨ તથા ૭૨૪નો ઘટાડો જોવાશે.

બજાજ ફાઇનાન્સ ઃ (૭,૫૨૨) ૭,૬૩૧ નજીકની તથા ૭,૭૦૦-૭,૭૨૫ની મહત્ત્વની પ્રતિકાર સપાટીના ઉછાળે નફારૃપી વેચવાલી જોવાશે, વેચાણમાં ૭,૮૩૦નો સ્ટોપલોસ રાખવો. નીચામાં ૭,૪૫૦ તૂટતાં ૭,૨૮૦નો ઘટાડો જોવાશે.

કેનેરા બેન્ક ઃ (૧૭૭) ૧૭૪ તથા ૧૭૦ના ઘટાડે લેવાલી જોવાશે, લેણમાં ૧૬૫નો સ્ટોપલોસ રાખવો. ઉપરમાં ૧૮૪ તથા તે બાદ ૧૯૬નો સુધારો જોવાશે.

એચડીએફસી લાઇફ ઃ (૭૨૯) ૭૨૩-૭૨૧ના ઘટાડે લેવાલી જોવાશે, લેણમાં ૭૧૪નો સ્ટોપલોસ રાખવો. ઉપરમાં ૭૩૨ પાર થતાં ૭૪૭ તથા ૭૫૬નો સુધારો જોવાશે.

આઇસીઆઇસીઆઇ બેન્ક ઃ (૬૯૨) ૭૦૧ તથા ૭૦૮ના ઉછાળે નફારૃપી વેચવાલી જોવાશે, વેચાણમાં ૭૧૭નો સ્ટોપલોસ રાખવો. નીચામાં ૬૮૫નો ટેકો ધ્યાનમા રાખવો, જે તૂટતાં ૬૭૫ તથા તે બાદ ૬૫૦નો ઘટાડો જોવાશે.

યુનાઇટેડ સ્પિરિટ ઃ (૮૬૫) ૮૫૭-૮૫૫ના ઘટાડે લેવાલી જોવાશે, લેણમાં ૮૪૦નો સ્ટોપલોસ રાખવો. ઉપરમાં ૮૮૨ તથા ૯૦૩નો સુધારો જોવાશે.

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો