મુક્કેબાજ મુહમ્મદ અલીનાં ચિત્રો 10 લાખ ડોલરમાં વેચાયાં - Sandesh
  • Home
  • Supplements
  • Ardha Saptahik
  • મુક્કેબાજ મુહમ્મદ અલીનાં ચિત્રો 10 લાખ ડોલરમાં વેચાયાં

મુક્કેબાજ મુહમ્મદ અલીનાં ચિત્રો 10 લાખ ડોલરમાં વેચાયાં

 | 3:00 am IST
  • Share

મુહમ્મદ અલીને મુક્કેબાજ તરીકે તો બધા જાણે છે પરંતુ તેની અંદર એક ઉર્મિશીલ ચિત્રકાર પણ હતા. તાજેતરમાં ન્યૂયોર્ક ખાતેના બોન્હામ્સ ઓક્શન હાઉસમાં તેનાં સ્કેચ અને પેઈન્ટિંગને પૂર્વ નિર્ધારિત રકમ કરતાં અધધ…દસ ગણી કિંમતે ચાહકોએ ખરીદ્યાં છે. 10 લાખ ડોલરની બોલી બોલનારા ખરીદદારે જણાવ્યું કે આ ચિત્રોમાં મુહમ્મદ અલીની કવિતા અને ચિત્રકલાનો સંગમ જોવા મળે છે. મુહમ્મદ અલીએ બે દાયકા સુધી મુક્કાબાજીમાં રાજ કરેલું. બાદમાં તેમને પાર્કિન્સનની બીમારી થઈ ગયેલી. દમદાર અવાજથી તે કહેતા `I won’t miss boxing, Boxing will miss me’ એ અવાજ લગભગ શાંત થઈ ગયો. તેની આત્મકથા ‘ધ ગ્રેટેસ્ટ’માં તેણે રંગભેદ વિશે પણ ખૂબ લખ્યું છે. તેમના પિતા પ્રોફેશનલ આર્િટસ્ટ હતા, ચિત્રકલા તેમને પિતા પાસેથી વારસામાં મળેલી, જેનું તેણે હાઈ પ્રોફાઈલ મુક્કેબાજી વચ્ચે પણ જતન કરેલું.

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો