મુન્દ્રા પોર્ટ પર NIAના ડીઆઈજી કક્ષાના અધિકારીએ તપાસ કરી - Sandesh
  • Home
  • Kutch-Bhuj
  • મુન્દ્રા પોર્ટ પર NIAના ડીઆઈજી કક્ષાના અધિકારીએ તપાસ કરી

મુન્દ્રા પોર્ટ પર NIAના ડીઆઈજી કક્ષાના અધિકારીએ તપાસ કરી

 | 2:00 am IST
  • Share

મુન્દ્રા અદાણી બંદરેથી ડીઆરઆઈની ટીમે ૩ હજાર કિલો ડ્રગ્સનો જથ્થો ઝડપી પાડતાં દેશભરમાં હડકંપ મચી ગયો હતો. જે ચર્ચાસ્પદ કેસની તપાસ એનઆઈએ સંભાળી લેતાં દેશભરમાં તપાસનો દોર શરૂ કરવામા આવ્યો હતો. દરમિયાન એનઆઈએના ડીઆઈજી કક્ષાના એક ઉચ્ચ અધિકારી મુન્દ્રા અદાણી પોર્ટ પર આવી પહોંચ્યા હતા, જેમાં તેમણે કેસની વિગતો એકત્ર કરી જરૂરી સૂચનો કર્યા હોવાનું જાણવા મળે છે.
સત્તાવાર સૂત્રોમાંથી મળતી વિગતો મુજબ મુન્દ્રા બંદરેથી ગાંધીધામ ડીઆરઆઈની ટીમે અફઘાનિસ્તાનથી આવેલા બે કન્ટેનરમાંથી રૂપિયા ર૧ હજાર કરોડનું ૩ હજાર કિલો ડ્રગ્સ પકડી પાડયું હતંુ. જે કેસની તપાસમાં ચેન્નઈની આશી ટ્રેડિંગના વૈશાલી અને સુધાકરની ધરપકડ કરી લેવામાં આવી હતી. ત્યારબાદ દિલ્હી સહિતના સ્થળોએથી અફઘાની નાગરિકો સહિતનાઓને ઝડપી પાડવામાં આવ્યા હતા, પરંતુ ડીઆરઆઈની તપાસમાં કેટલીક ત્રુટીઓ જણાઈ આવતા નેશનલ ઈન્વેસ્ટિગેશન એજન્સીને તપાસ સોંપવામાં આવી હતી. એનઆઈએ મોરચો સંભાળતા દિલ્હી, નોઈડા સહિત દેશભરમાં પાંચ સ્થળોએ તપાસ કરવામાં આવી હતી.
મુન્દ્રા અદાણી બંદરેથી પકડાયેલ ર૧ હજાર કરોડના ડ્રગ્સ કેસમાં એનઆઈએની ગુપ્ત રાહે ચાલી રહેલી તપાસ દરમિયાન ગત બુધવારના એનઆઈએના ડીઆઈજી કક્ષાના એક ઉચ્ચ અધિકારી મુન્દ્રા બંદરે ધસી ગયા હતા અને ડ્રગ્સ કેસ સંલગ્ન વિવિધ વિગતો એકત્ર કરી હતી. ત્યારબાદ આ મામલે જરૂરી સૂચનો પણ કર્યા હોવાનું સૂત્રોએ જણાવ્યું હતંુ. ત્યારે મુન્દ્રા બંદરેથી પકડાયેલ ર૧ હજાર કરોડના ડ્રગ્સ કેસમાં એનઆઈએના ઉચ્ચ અધિકારીઓએ પણ કેસની બારીકાઈથી તપાસનો દોર શરૂ કરતાં આગામી સમયમાં વધુ કડાકા ભડાકા થવાની સંભાવના સૂત્રો દ્વારા વ્યક્ત કરવામાં આવી રહી છે.

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો