મેઘપર બોરીચી ૫ાસેની કંપનીમાં થયેલી કેબલ ચોરીનો ભેદ ઉકેલાયો - Sandesh
  • Home
  • Kutch-Bhuj
  • મેઘપર બોરીચી ૫ાસેની કંપનીમાં થયેલી કેબલ ચોરીનો ભેદ ઉકેલાયો

મેઘપર બોરીચી ૫ાસેની કંપનીમાં થયેલી કેબલ ચોરીનો ભેદ ઉકેલાયો

 | 2:00 am IST
  • Share

અંજાર તાલુકાના મેઘપર બોરીચી નજીક આવેલી જીનસ કંપનીમાં કોઈ અજાણ્યા ઈસમો ત્રાટકીને ખુલ્લા ટ્રાન્સફોર્મર એરિયામાં રાખેલ ૧૧ મીટર કેબલ વાયર, રૂપિયા ૧પ હજારની ચોરી કરી નિશાચરો પલાયન થઈ ગયા હતા. જે બનાવનો પોલીસે ભેદ ઉકેલીને ૩ શખસોને ધરબોચી લીધા હતા.
અંજાર પોલીસ સૂત્રોમાંથી મળતી વિગતો મુજબ ગઈ તા.ર૩/૯ થી ૯/૧૦ દરમિયાન તસ્કરીના બનાવને અંજામ આપવામાં આવ્યો હતો. તાલુકાના મેઘપર બોરીચી નજીક આવેલ જીનસ કંપનીમાં ખુલ્લા ટ્રાન્સફોર્મર એરિયામાં પ્રવેશ કરી ૧૧ મીટર કેબલ વાયર, રૂપિયા ૧પ હજારની ચોરી કરી નિશાચરો પલાયન થઈ ગયા હતા. ચોરીની ઘટના બાદ પોલીસે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. દરમિયાન આજે વરસામેડીથી અંજાર તરફ બોલેરો પિકઅપ જીપમાં ત્રણ શખસો શંકાસ્પદ કેબલના ટુકડા લઈને જઈ રહ્યા હોવાની બાતમી મળી હતી.
બાતમીના આધારે પોલીસે બોલેરો રોકાવી તપાસ કરતાં તેમાંથી કેબલના ટુકડા એલ્યુમિનિયમની પાતળી પટ્ટીઓ, કેબલનો ભંગાર વગેરે મળી ૧પ હજારની સામગ્રી મળી આવી હતી. જેથી પોલીસે વાહનમાં સવાર નવીન વાલજી બુચિયા, રહે. મહેશ્વરીનગર, ગાંધીધામ, નીતિન ગોવિંદ ધોરિયા, રહે. સેક્ટર ૬, ગાંધીધામ અને અકબર હુસેન ત્રાયા, રહે. શિકારપુર, તા.ભચાઉની પૂછતાછ હાથ ધરી હતી. જેમાં આરોપીએ જીનસ કંપનીમાંથી ચોરી કર્યાની કેફિયત આપી હતી. જેથી પોલીસે વાહન સહિત કુલે રૂપિયા ર,૬પ,૦૦૦ ના મુદ્દામાલ સાથે આરોપીની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો