મેયર સાથે તુમાખીભર્યુ વર્તન કરનાર રાવપુરાPIની બદલી - Sandesh
  • Home
  • Newspaper
  • મેયર સાથે તુમાખીભર્યુ વર્તન કરનાર રાવપુરાPIની બદલી

મેયર સાથે તુમાખીભર્યુ વર્તન કરનાર રાવપુરાPIની બદલી

 | 3:54 am IST

યવતેશ્વર ઘાટ પરના કાર્યક્રમ વેળા ખુરશીના પ્રોટોકોલની ઘટના

અમારા સાહેબની વ્યવસ્થા મારે કરવાની છે તમે (મેયર) કોણ ?નો રાવપુરા ઁૈંનો હૂંકાર

ા વડોદરા ા

વહો વિશ્વામિત્રીની પદયાત્રાને આવકારવા માટે યવતેશ્વર ઘાટ ઉપર આજે સવારે યયોજાયેલા કાર્યક્રમ વેળા મેયર અને રાવપુરા પીઆઇ વચ્ચે થયેલી બોલાચાલીના પગલે પીઆઇ એન.ડી. સોલંકીની તાબડતોબ બદલી કરીને પોલીસ કન્ટ્રોલ રૂમમાં મુકી દેવામાં આવ્યા છે.

વહો વિશ્વામિત્રી અભિયાનના ભાગરૂપે શુક્રવારે સવારે પદયાત્રા યોજવામાં આવી હતી. આ પદયાત્રા સવારે ૧૧ કલાકે કાળાઘોડા યવતેશ્વર ઘાટ પાસે આવી પહોંચી હતી. આ પદયાત્રાને આવકારવા માટે કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો.જેમા મેયર કેયુર રોકડીયા સાંસદ રંજનબેન ભટ્ટ સહિતના અગ્રણીઓ ઉપસ્થિત હતા.આ સમયે રાવપુરા પીઆઇ એનડી સોલંકી આવ્યા હતા. તેમને મેયર કેયુર રોકડીયાની ખુરશીની બાજુમાં પોલીસ કમિશ્નરની ખુરશી માટે સ્પેસ રાખવા માટે જણાવ્યુ હતુ. મેયરે આ શબ્દો સાંભળતા તેમને પીઆઇ સોલંકીને પોલીસ કમિશ્નર આવશે તો અમારી સાથે બેસી જશે અને સમાઇ જશે અમે પોલીસ કમિશ્નર સાહેબને જાણીએ છીએ. જેના જવાબમાં પીઆઇ સોલંકીએ આ કાર્યક્રમ અમે યોજયો છે. અમારા સાહેબ આવે છો તો મારે વ્યવસ્થા જોવી જોઇએ તમે કોણ છો ? તેવો હુંકાર કર્યો હતો. આ પ્રશ્ને તેઓ વચ્ચે શાબ્દીક ટપાટપી થઇ હતી. જોકે વહો વિશ્વામિત્રી કાર્યક્રમના અગ્રણી દિપક શાહ સહિતના અગ્રણીઓએ આ હોબાળો શાંત કરવા માટે જય હો વિશ્વામિત્રીના નારા લગાવ્યા હતા. આ કાર્યક્રમ બાદ પોલીસ કમિશ્નર સાથે મેયર કેયુર રોકડીયા સાંસદ રંજનબેન ભટ્ટની બેઠક પશુધનના પ્રશ્ને સરકીટ હાઉસમાં બેઠક હતી. જયાં આ કાર્યક્રમની વાતતી નીકળી હતી. જયાં રાવપુરા પીઆઇ એન.ડી.સોલંકીના વર્તન અંગે પોલીસ કમિશ્નરનુ ધ્યાન દોરવામાં આવ્યુ હતુ.જેના પગલે રાવપુરા પીઆઇ એનડી સોલંકીની પોલીસ કન્ટ્રોલ રૂમ ખાતે કરી દેવામા આવી હતી જયારે રાવપુરા પીઆઇનો ચાર્જ નવાપુરા પીઆઇ જયેશ મકવાણાને સોંપવામાં આવ્યો હતો.

પ્રથમ નાગરિકે તેમના અધિકારી સાથેનું વર્તન સારૂ રાખવું જોઇએ ઃ પીઆઇ

વહો વિશ્વામિત્રીના કાર્યક્રમ અંગે પુછતા રાવપુરા પીઆઇ એનડી સોલંકીએ જણાવ્યુ હતુકે યવતેશ્વર ઘાટ ઉપર હું મારા સ્ટાફને માર્ગદર્શનના ભાગરૂપે કહેતો હતોકે પોલીસ કમિશ્નરની ખુરશી સાથે સ્પેસ હોવી જોઇએ મેં મેયરને કશુજ કહ્યુ નથી હું તેમને વ્યકિતગત રીતે ઓળખતો નથી પરંતુ મેયરે તું કોણ છે ? તેવુ મને કહ્યુ હતુ.શહેરનો પ્રથમ નાગરિક તેમના અધિકારીને એવુ કહે ? તે યોગ્ય ખરૂ . મારે કોઇ ડીફેન્સ કરવો નથી મારી બદલી થઇ મને કોઇ દુઃખ નથી ડીસીપ્લીન શાખામાં નોકરી કરુ છુ અને સરકારી છે બદલી એક રૂટીન પ્રક્રિયા છે.

મેયર સાથે પીઆઇનું વર્તન અયોગ્ય હતું ઃ સાંસદ

વહો વિશ્વામિત્રીના કાર્યક્રમમાં રાવપુરા પીઆઇ એન.ડી.સોલંકીઆવીને અહીં યોજાયેલા કાર્યક્રમના યજમાન અમે છે. આથી પોલીસ કમિશ્નર અધ્યક્ષ સ્થાને હોય તેમની ખુરશી વચ્ચે સ્પેસ રાખવા માટે બોલ્યા હતા. મેયર કેયુરભાઇએ પોલીસ કમિશ્નર સાહેબ આવશે તો અહીં ખુરશીમાં આવી જશે. તેવુ કહેતા તમે કોણ છો? કહી પ્રથમ નાગરિક સાથે જાહેરમાં બોલાચાલી સાથે શાબ્દીક ઘર્ષણમાં ઉતરી પડયા હતા. જે અંગે સર્કિટ હાઉસની બેઠકમાં પોલીસ કમિશ્નર ડૉ શમશેરસિંઘનું ધ્યાન દોરવામાં આવ્યુ હતુ.

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો

;