મૉડર્ન યુગના ઉંદરો પણ ફૂંક મારતાં-મારતાં કાપતાં નથી - Sandesh
  • Home
  • Supplements
  • Ardha Saptahik
  • મૉડર્ન યુગના ઉંદરો પણ ફૂંક મારતાં-મારતાં કાપતાં નથી

મૉડર્ન યુગના ઉંદરો પણ ફૂંક મારતાં-મારતાં કાપતાં નથી

 | 4:15 am IST
  • Share

ઊઠો, જાગો  અને ધ્યેય પ્રાપ્ત ન થાય ત્યાં સુધી મંડી પડો.ટૂંકમાંઅધ્યાત્મપંથીઓ આપણને  ઊંઘવા દેવા  નથી માગતા

   હું  સૂતો હતો ને અચાનક પગના અંગૂઠે બળતરા થઈ. હું સફાળો જાગી ઊઠયો. જોયું તો ઉંદર અંગૂઠો ચાવતો હતો. ઉંદર ફૂંક મારતો જાય ને કાપતો જાય, જેથી બળતરા ન થાય. પણ મૉડર્ન યુગના ઉંદરોને એ નિયમની ખબર નહીં;

પત્રકારોસફાળો જાગી ઊઠયોશબ્દ વાપરે છે તેમાં અભિધા કરતાં વ્યંજના વધુ છે. રાત્રે માણસ સૂતો હોય. ઘસઘસાટ ઊંઘ આવી ગઈ હોય ને ખખડાટ થાય કે ધરતીકંપનો આંચકો આવે ત્યારે માણસને ફાળ પડે. ‘હાયહાય આ શું થયું?’ નેફાળ સહિતજાગે તેને સફાળો જાગ્યો છે એમ કહેવાય. આમ રોજ તો આપણે હળવેહળવે જાગીએ છીએ. પણ અહીં હડબડીને જાગી જવું પડે છે. અહીં આ વાક્ય અભિધામાં વપરાયું છે.  

ચૂંટણી સમયે તો અખબારોમાં આ વાક્ય ખૂબ વપરાય છે. દેશ આખો ઊંઘતો હોય છે, તો જ સફાળો જાગેને? ને ચૂંટણી પછીય ઊંઘવાનું હોય છે. પાક્કાં પાંચ વર્ષ! આ ધમાલ સાલી ચૂંટણીગાળા વચ્ચેની છે; તેવું અખબાર બૌદ્ધિકો, વિદ્વાનો, અભ્યાસુ નેતાઓ, સોરીઅભ્યાસુ કે અભ્યાસ વગરના નેતાઓ આપણને સમજાવે છેઃ આપણે તો સૂઈ જવું છે; ઘસઘસાટ! પણ આ મારા વાલા દેશ આખાને માથે લે છે. એટલે જાગવું પડે છે. આમ આ વાક્યમાં અભિધા નહીં; લક્ષણા કે વ્યંજના હોય છે.  

આપણા વતી કોઈ જાગનાર હોય તો આપણે જાગવા તૈયાર નથી. પણ એવીખોલેવા કોણ તૈયાર થાય?  

દુર્યોધને મહાભારતના યુદ્ધમાં પોતાના સેનાપતિ દાદા ભીષ્મને તોછડાઈથી કહ્યું હતું, ‘દાદા, તમે લૂણ ખાઓ છો અમારું; પણ તમારું મન પાંડવોના પક્ષે છે. તમે મન મૂકીને લડતા નથી.’  

આ સાંભળીને ભીષ્મ પિતામહને ખૂબ લાગી આવ્યું. તેમણે આવેશમાં આવીને જાહેરાત કરી કેઆવતી કાલે હું પાંડવોનો નાશ કરીશ.’  

આ તો ભીષ્મ પ્રતિજ્ઞા. કૌરવોની છાવણી તો જાણે જીતી ગઈ હોય તેમ ઉત્સવ મનાવવા લાગી. પાંડવોની છાવણીમાં ચિંતાનું મોજુ ફરી વળ્યું. ભગવાન કૃષ્ણ રાત્રે જોવા નીકળ્યા. ભીમ, નકુલ, સહદેવ, દ્રૌપદી બધાં જાગતાં હતાં. તેઓ અર્જુનની છાવણીમાં ગયા તો અર્જુન આરામથી સૂતેલો. કૃષ્ણ ભગવાને અર્જુનને જગાડયો. ‘તું ઊંઘે છે અર્જુન? દાદાએ પ્રતિજ્ઞા લીધી છે, કાલે પાંડવોનો નાશ કરીશ? તને જરાય ચિંતા નથી?’ અર્જુને કહ્યું કે, ‘તમે બેઠા છોને ચિંતા કરવાવાળા? હું શું કામ જાગું?’ આપણે કોઈ કૃષ્ણ ભગવાન જેવો જાગનારો હોય તો શું કામ જાગવું? એયને નિરાંતે સૂઈ રહેવું!  

મહાત્મા ગાંધી ગોળમેજી પરિષદમાં ઈંગ્લેન્ડ ગયેલા. વાઈસરૉય હાઉસમાં મળવાનું હતું. લંડનમાં સખત ટ્રાફિકને કારણે સમયસર પહોંચવા માટે તેઓ પંદર મિનિટ વહેલા નીકળ્યા, પરંતુ ગણતરી પ્રમાણે ટ્રાફિક નડયો નહીં. તેઓ પંદર મિનિટ વહેલા પહોંચ્યા. ગાંધીજી તો સમયના ખૂબ ચોક્કસ હતા. હવે કરવું શું? એ તો ઊંઘવા લાગ્યા. બરાબર સમયના ટકોરે વાઈસરૉય આવ્યા. ગાંધીજીને ઊંઘતા જોઈને તેમણે કહ્યું, ‘જે દેશનો નેતા ઊંઘે છે; એ દેશને આઝાદીની શું જરૂર છે?’  

ગાંધીજીએ કહ્યુંઃહું પંદર મિનિટ વહેલો પહોંચ્યો. હવે હું રાત્રે પંદર મિનિટ મોડો સૂઈશ, કારણ કે મારી ઊંઘના ટાઈમટેબલમાં પંદર મિનિટ મેં ભોગવી લીધી છે.’  

જાગે છે તે દેશને જગાડે છે. એટલે કહેવાયું છે કે–  

એ કોણ છે કે જે જાગ્યો  

જેણે સહુને જગાડયા…’  

આપણા એક વડાપ્રધાન હતા. તેઓ સંસદમાં પણ ઊંઘી જતા હતા. જે આપણી જનતાના સાચા જનપ્રતિનિધિ હતા! ઊંઘ એ અર્ધું મૃત્યુ છે. ઊંઘમાં જગત સમાપ્ત થઈ જાય છે ને જગત સમાપ્ત થાય તો બધી જળોજથા, ઉપાધિ, ચિંતા, પેટ્રોલ ને ડીઝલનો ભાવવધારો આ બધી સમસ્યા હલ થઈ જાય છે. પણ ભક્તોને વળી સાવ ઊલટું છે. નરસિંહ મહેતાનું એક પદ છે.  ‘જાગીને જોઉં તો જગત દીસે નહીં  

ઊંઘમાં અટપટા ભોગ ભાસે.’  

પદમાં એનો સ્પષ્ટ ઉલ્લેખ નથી કે એ સફાળા જાગ્યા હતા કે કેમ? આપણને ઊંઘમાં જગત અદૃશ્ય થાય છે. ભક્તોને જાગે ત્યારે જગત અદૃશ્ય થાય છે!  

સ્વામી વિવેકાનંદજીએ પણ ઉપનિષદનો એક શ્લોક ટાંકીને કહેલુંઃ  

ઉતિષ્ઠતઃ જાગ્રત, વરાન્ન બોધયતે…’  

ઊઠો, જાગો અને ધ્યેય પ્રાપ્ત ન થાય ત્યાં સુધી મંડી પડો. ટૂંકમાં, અધ્યાત્મપંથીઓ આપણને ઊંઘવા દેવા નથી માગતા તેનું કારણ એ છે કે તેમને ઊંઘમાં અટપટા ભાસ થાય છે. આપણને તો ઊંઘમાં એયને નિરાંત છે. હે ભાગ્યશાળીઓ! ઊંઘો. જુઓ, ઘરમાં આધેડ કે વૃદ્ધોને રાત્રે ઊંઘ આવતી નથી, એ જાગતા હોય છે ને અર્જુનો સવારે આઠનવ વાગ્યા સુધી નિરાંતે ઘોરતા હોય છે! અનુભવી વૃદ્ધોનું કામ ઘરના લોકોને સમયસર જગાડવાનું છે; પણ નવી પેઢીએ સાંભળતી નથી ને પછી ઘણી વાર સફાળા જાગવું પડે છે

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો