મોંઘવારીની આગ : શાકભાજી, કઠોળ, દાળ, લોટના ભાવમાં ભડકો - Sandesh
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Health & Fitness
  • મોંઘવારીની આગ : શાકભાજી, કઠોળ, દાળ, લોટના ભાવમાં ભડકો

મોંઘવારીની આગ : શાકભાજી, કઠોળ, દાળ, લોટના ભાવમાં ભડકો

 | 2:00 am IST
  • Share

કોરોના પછીના મોંઘવારીકાળમાં લીલાં શાકભાજી અને કઠોળના ભાવ આસમાને પહોંચી ગયા છે. ભાવ નહોતો મળતો ત્યારે રસ્તામાં ફેંકી દેવામાં આવતું હતું તે ફુલાવર અત્યારે રૃ.૧૨૦નું કિલો વેચાઈ રહ્યું છે. મેથીની ભાજી રૃ.૧૬૦ની કિલો અને લીલા વટાણા રૃ.૨૦૦ના કિલો વેચાય છે. રૃ.૩૩ની કિલો મળતી ખાંડના રૃ.૪૩ થયા છે. બેસનના ભાવમાં ઘટાડો થયો છે પણ તેલના ભાવો આસમાને પહોંચી ગયા હોવાથી ફરસાણના ભાવોમાં અસહ્ય વધારો થયો છે. ચોળાફળી, ફાફડા, ગાંઠિયાના ભાવોમાં રૃ.૧૦૦નો ઉછાળો આવ્યો છે. અન્ન અને નાગરિક પુરવઠા વિભાગના અધિકારીઓ કુંભકર્ણની નિદ્રામાં રહેતા હોવાથી છેલ્લા ઘણા સમયથી કેટલાક લેભાગુ તત્વો કઠોળ, ખાદ્યતેલ અને શાકભાજીમાં કૃત્રિમ ભાવ વધારો કરી રહ્યાં છે.

લીલાં શાકભાજીના હોલસેલ ભાવમાં ઘટાડો નોંધાયો છે પણ રિટેઈલમાં ભાવ ડબલ થઈ ગયા છે. મેથીની ભાજી, ફુલાવર, ભીંડા, ગવાર, પરવર સહિતના શાકભાજીના ભાવો રૃ.૮૦થી રૃ.૧૬૦ ચાલી રહ્યાં છે. આ જ રીતે ખાંડ છ માસ પહેલાં રૃ.૩૩ થી ૩૪માં કિલો મળતી હતી તેના ભાવ આજે રૃ.૪૩ થઈ ગઈ છે. જયારે કંપનીની ખાંડના ભાવ રૃ.૪૮ થી ૫૦ થયા છે.

ફાફડા, પાપડી ગાંઠિયાનો ભાવ રૃ.૪૦૦એ પહોંચ્યો

ચણાના લોટના ભાવો ઘટયા હોવા છતાં ફરસાણના ભાવો આસમાને છે. ચોળાફળી રૃ.૨૦૦ની કિલો હતી તેના ભાવ રૃ.૪૦૦ થી ૪૪૦ થયા છે. ફાફડા, વણેલા ગાંઠિયા રૃ.૩૫૦ થી ૪૦૦ કિલો લેખે વેચાય છે. નાયલોન ખમણ રૃ.૨૦૦ વેચાય છે. વાટીદાળના ખમણ રૃ.૨૨૫ થી ૨૬૦ કિલો વેચાય છે.

હવે ચાની ચૂસ્કી મોંઘી બનવાના એંધાણ

ખાંડ, ચા પત્તી અને દૂધના ભાવો વધતા આગામી દિવસોમાં કટીંગ ચાના પણ ભાવમાં વધારો થઈ શકે તેમ છે. સારી કંપનીની ચા રૃ.૪૫૦થી ૪૮૦, ખાંડ રૃ.૩૩-૪૩ની છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન