મોરા ગામના ૭૦ વર્ષના વૃદ્ધાને લગ્નના ૪૫ વર્ષ બાદ 'લાલા'નો થયેલો જન્મ - Sandesh
  • Home
  • Kutch-Bhuj
  • મોરા ગામના ૭૦ વર્ષના વૃદ્ધાને લગ્નના ૪૫ વર્ષ બાદ ‘લાલા’નો થયેલો જન્મ

મોરા ગામના ૭૦ વર્ષના વૃદ્ધાને લગ્નના ૪૫ વર્ષ બાદ ‘લાલા’નો થયેલો જન્મ

 | 2:00 am IST
  • Share

સંતાન પ્રાપ્તિ માટે ઉંમરને કોઈ બાધ રહેતો ન હોવાની વાતને સાર્થક સાબિત થતી હોય તેમ રાપર તાલુકાનાં મોરા ગામની ૭૦ વર્ષની વૃદ્ધાને લગ્નના ૪૫ વર્ષનાં લાબા સમયગાળા બાદ પારણંુ બંધાયંુ છે અને દીકરાનો જન્મ થતાં આ પરિવારમાં ખુશીની લહેર જોવા મળી હતી.   શેર માટીની ખોટ પૂરી કરતા પુત્રનું નામ લાલો રાખ્યું હતું.
મળતી માહિતી પ્રમાણે,   નાનકડા મોરા ગામના બુઝુર્ગ દંપતીને ત્યાં બાળક ન હતંુ, તેમનાં લગ્નના ૪૫ વર્ષ બાદ આ નિઃસંતાન દંપતીએ ભુજના ગાયનેક તબીબ ડૉ.નરેશ ભાનુશાલીનો સંપર્ક કર્યો હતો. કોરોના મહામારી વચ્ચે તબીબે ટેસ્ટ ટયૂબની ટેકનોલોજીની ટ્રીટમેન્ટ કરતા ૭૦ વર્ષનાં જીવુબેન રબારીએ પુત્રને જન્મ આપતાં બુઝુર્ગ દંપતીના પરિવારમાં ખુશી વ્યાપી ગઈ હતી. ૭૫ વર્ષની ઉંમરે માલધારી વાલાભાઈ રબારી પિતા બનતાં તેમણે ભગવાનની સાથે ભુજના ગાયનેક તબીબનો પણ આભાર માન્યો હતો. તેમણે કહ્યંુ હતંુ કે, અમો ચાર દાયકાથી સંતાનની પ્રતીક્ષા કરી રહ્યા હતા. આખરે અમારી પ્રાર્થના ભગવાને સાંભળી અને અમારા ઘરે પારણું બંધાયંુ છેે.

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો