રાજકોટ માર્કેટ યાર્ડમાં ૮૦ હજાર ગુણી મગફળીની બમ્પર આવક - Sandesh
  • Home
  • Jamnagar
  • રાજકોટ માર્કેટ યાર્ડમાં ૮૦ હજાર ગુણી મગફળીની બમ્પર આવક

રાજકોટ માર્કેટ યાર્ડમાં ૮૦ હજાર ગુણી મગફળીની બમ્પર આવક

 | 6:02 am IST
  • Share

  • તહેવારોમાં નાણાભીડ હળવી કરવા કિસાનો માલ લઈ બજારમાં
  • કપાસની પણ ૪૦ હજાર મણની આવકથી યાર્ડના પ્લેટફોર્મ પેક
  • રાજકોટઃ દિવાળીના તહેવારોને ગણતરીના દિવસો બાકી રહયા છે ત્યારે નાણાભીડ હળવી કરવા માટે ખેડૂતો મગફળીનો તૈયાર થયેલો પાક ટેકાના ભાવે ખરીદારીની રાહ જોયા વગર વેચાણ કરવા નિકળવા લાગતા ગઈ કાલે રાત સુધીમાં રાજકોટના બેડી ખાતેના યાર્ડમાં ૮૦ હજાર મણ મગફળીની આવક થતા પ્લેટફોર્મ ભરાયા હતા અને ખુલ્લામાં ઢગલા કરવા પડયા હતા.
    મગફળી ઉપરાંત બીજા રોકડીયા પાક કપાસની પણ ૪૦ હજાર મણની આવક થઈ હતી. કપાસ પણ મોટા પાયે આવી જતા પ્લેટફોર્મ ભરાઈ ગયા હતા. યાર્ડના સુત્રોએ જણાવ્યું હતું કે, હાલ મગફળીના સારા માલમાં ઉંચા દામ મળતા હોવાથી ખેડૂતો તૈયાર થયેલી મગફળી વેચાણમાં મૂકી રહ્યા છે. એક તરફ ટેકાના ભાવે વેચાણ માટે વિક્રમી નોંધણી ચાલી રહી છે ત્યારે બીજી તરફ ઓપન બજારમાં પણ માલની બમ્પર આવક થઈ રહી છે. ગત સપ્તાહમાં ૪૦ હજાર ગુણીની આવક થઈ હતી જે વેચાયા બાદ નવેસરથી માલને યાર્ડ અંદર લેવાયો હતો. દશેરાના તહેવારમાં બજારો બંધ રહ્યા હતા પણ ખેડૂતોનો માલ લેવાયો હતો. રાજકોટ ઉપરાંત ગોંડલ યાર્ડમાં પણ મગફળી અને કપાસની મોટા પાયે આવક થઈ રહી છે. બે દિવસ પહેલા સારા માલના ૧૩૦૦થી વધુ ભાવ મળ્યા હતા.નીચામાં પણ ૮૦૦થી ઉપરના ભાવ મગફળીના રહ્યા હતા. હવે આવક વધવા લાગી છે આમ છતા ભાવ લેવાલીને કારણે ટકેલા રહે તેવું યાર્ડના સુત્રો જણાવી રહ્યા છે.

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો