રાજપીપલા સરકારી દવાખાનાને આખરે નવી શબવાહિની મળી - Sandesh
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Newspaper
  • રાજપીપલા સરકારી દવાખાનાને આખરે નવી શબવાહિની મળી

રાજપીપલા સરકારી દવાખાનાને આખરે નવી શબવાહિની મળી

 | 2:45 am IST

એક વર્ષથી ખાનગી એજન્સી પાસેથી કોન્ટ્રાક્ટ લઇ કામ ચલાવાતું હતું

એક શબવાહિનીમાં એક સાથે બે મૃતદેહો લઈ જવાની નોબત આવતી હતી

। રાજપીપલા ।

નર્મદા જિલ્લા મથકે આવેલી એકમાત્ર સરકારી હોસ્પિટલ ને લાંબી રાહ જોવડાવ્યા બાદ સરકારે નવી શબવાહીની ફળવી છે.

ગયા વર્ષ ના માર્ચ માસ થી શરુ થયેલ કોરોના મહામારી સાથે મોત ની સંખ્યા પણ વધતી જતી જોઈ. શબવાહિનીની જરૃરિયાત ઉભી થઇ હતી. અત્યાર સુધી હોસ્પિટલ સત્તાવાળા ઓ ખાનગી એજન્સી ની શબવાહિની કોન્ટ્રેક્ટ થી મેળવી કામ ચલાવતા હતા. જોકે રાજપીપલા ના શહેરીજનોની જરૃરિયાત માટે તો નગર પાલિકા પાસે શબવાહિની છે. પરંતુ તે કોરોના દર્દીના મૃતદેહ માટે મળી શકે તેમ ના હોય એકજ શબવાહિનીથી કામ ચાલતું હતું. ત્યારે કોવીડ હોસ્પિટલ પર મૃત્યુની સંખ્યા વધતા અને ક્યારેક એક શબવાહિનીમાં એક સાથે બે મૃતદેહો લઈ જવા ની નોબત આવતા શબવાહિનીની જરૃરિયાત જણાતા આખરે નવી શબ વાહિની આવી જતા તંત્ર ને રાહત થઇ છે

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન

;