રાત્રી પેટ્રોલિંગમાં જતા પોલીસ જવાનને મારમારી લૂંટની કોશિશ - Sandesh
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Newspaper
  • રાત્રી પેટ્રોલિંગમાં જતા પોલીસ જવાનને મારમારી લૂંટની કોશિશ

રાત્રી પેટ્રોલિંગમાં જતા પોલીસ જવાનને મારમારી લૂંટની કોશિશ

 | 2:45 am IST

રાજપીપલા નજીક ગામકૂવા ગામની ઘટના

છ થી સાત જેટલા ઈસમોં એ બાઈક રોકી પાકીટ – મોબાઇલ ઝૂંટવી લેવા પ્રયાસ

। રાજપીપલા ।

રાજપીપલા નજીક હાઇવે પર આવેલ ટીંબી ગામ ના પાટિયા પાસે આમલેથા પોલીસ મથક ના કોન્સ્ટેબલ ની બાઈક રોકી તેને લાકડીના સપાટા મારી છ થી સાત ઈસમના ટોળા એ લૂંટી લેવા નો પ્રયાસ કર્યો હોવાની ફ્રિયાદ પોલીસ ચોપડે નોંધાઈ છે.

પ્રાપ્ત માહિતી મુજબ રાજપીપલા વિભાગ ના આમલેથા પોલીસ નો જવાન સંજય અરવિંદ વલવી તેની ફ્રજ બજાવવા રાત્રે પ્રતાપનગર બંદોબસ્તમાં જતો હતો ત્યારે ટીમ્બી ગામ ના પાટિયે નજીક ના ગામકૂવા ના સ્નેહલ વસાવા તેમજ શિવલાલ વસાવા અને અન્ય વણઓળખાયેલ છ સાત ઈસમો એ પોલીસ જવાન ની બાઈક રોકી તેને બરડા માં લાકડી ના સપાટા મારી તેનું પાકીટ. મોબાઇલ વગેરે ઝૂંટવી લેવા કોશિશ તો કરી પણ સંજય વલવી તેનો સામનો કરતો રહ્યો દરમ્યાન બાઈક પર જતા અન્ય બે પોલીસ કોન્સ્ટેબલ આ જોઈ મદદે આવતા સ્નેહલ અને તેના સાગરીતો બાઈક લઇ નાસી જતા બાઈક સવાર બે પોલીસ કર્મી એ પીછો કરી બાઈક ઓવરટેક કરતા લુટેરાઓએ પાછળ થી ટક્કર મારી નાસી છૂટવામાં સફ્ળ રહ્યા હતા. સમગ્ર ઘટના સંદર્ભે સંજય વલવી એ ફ્રિયાદ નોંધાવતા પોલીસે તપાસ હાથ ધરી છે.

આ સમગ્ર લૂંટ નીઘટના સંદર્ભે આમલેથાના પી એસ આઈ સેજલ પટેલ ના જણાવ્યા મુજબ ઘટના ની જાણ થતા તેઓ પોલીસ કુમક સાથે ઘટના સ્થળે પહોંચી જઈ. આસપાસ ના ગામડાઓ માં આરોપીઓની ભાળ મેળવવા વહેલી સવાર સુધી તપાસ કરી હતી. પણ હાથ ના લાગ્યા જોકે આરોપીઓ ની નામ થી ઓળખ થઇ છે જેથી વહેલી તકે પકડાઈ જશે હાઇવે લૂંટ ની આ ઘટના થી પોલીસ બેડા માં સૌ ચોંકી ઉઠયા હતા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન

;