રાહુલ દેવ બર્મને કિશોર કુમારનું ગીત ચરિત્ર કલાકાર માટે રેકોર્ડ કર્યું! - Sandesh
  • Home
  • Supplements
  • Cine Sandesh
  • રાહુલ દેવ બર્મને કિશોર કુમારનું ગીત ચરિત્ર કલાકાર માટે રેકોર્ડ કર્યું!

રાહુલ દેવ બર્મને કિશોર કુમારનું ગીત ચરિત્ર કલાકાર માટે રેકોર્ડ કર્યું!

 | 3:00 am IST
  • Share

શશિ કપૂર આશા પારેખને ચમકાવતી એક ફ્લ્મિ 1969માં રિલીઝ થઈ હતી. આ ફ્લ્મિનું રેર્કોિંડગ 1968માં ચાલતું હતું. ફ્લ્મિનું નામ હતું, પ્યાર કા મૌસમ. ફ્લ્મિના નિર્માતા-દિગ્દર્શક હતા નાસિર હુસેન. ફ્લ્મિની વાર્તા અને પટકથા પણ નાસિર હુસેને જ લખી હતી. 

નાસિર હુસેનની મનપસંદ થીમ હતી, ફ્લ્મિની શરૂઆતમાં પરિવાર એક વાર વીંખાઈ જાય અને વર્ષો પછી બધા પાછા મળે. વર્ષો પછીય બધા એકબીજાને એક ગીતના આધારે ઓળખી લે.  

આ ફ્લ્મિ માટે એવું ગીત હતું,  

તુમ બિન જાઉં કહાં… કે દુનિયા મેં આ કે… 

કુછ ન ફ્રિ.. ચાહા સનમ.. તુમ કો ચાહ કે… 

આ ગીતના ગીતકાર હતા, મજરૂહ સુલતાનપુરી અને સંગીતકાર હતા રાહુલ દેવ બર્મન. 

આ ગીત ફ્લ્મિમાં હીરોના બાળપણથી લઈને જવાની સુધી ગવાતું હોય તો સ્વાભાવિક છે કે વારંવાર ગવાતું રહે. હીરોના પિતા આ ગીત ગાતા હોય અને એ સાંભળીને મોટા થયેલા હીરોના મનમાં આ ગીત કોતરાઈ ગયું હોય એટલે એ પણ જ્યારે ગણગણવાની ઈચ્છા થાય ત્યારે આ જ ગીત ગણગણતો હોય છે. 

એ જમાનામાં ગાયક તરીકે મોહંમદ રફ્ીનું ચલણ હતું. લગભગ બધી ફ્લ્મિમાં હીરોનાં ગીતો મોહંમદ રફ્ીના જ અવાજમાં રેકોર્ડ થતાં હતાં. સહાયક કલાકાર, અરે, કોઈ સાધુ-ફ્કીરની નાનકડી ભૂમિકામાં પણ મોહંમદ રફ્ીનો જ અવાજ સાંભળવા મળતો હતો. 

રાહુલ દેવ બર્મનને કિશોર કુમાર સાથે અનેક કારણસર સારું બનતું હતું. ખુદ રાહુલ દેવ બર્મને એક મહેફ્લિમાં કહ્યું હતું કે તેમને ઈચ્છા થઈ કે થીમ સોન્ગ કિશોર પાસે ગવડાવું.  

રાહુલ દેવે કિશોર કુમારને કહ્યું, કિશોર, યહ ગાના આપ ગા લો. કિશોરે કહ્યું, દેખો ભાઈ, રફ્ી સાહબ મેરે અચ્છે દોસ્ત હૈં. ફ્લ્મિ મેં બાકી ગાને વો ગા રહે હૈં, ફ્ીર થીમ સોન્ગ મૈં કેસે ગાઉંગા? 

આર. ડી. કહે વો મુઝ પર છોડ દો. પણ કિશોરે કહ્યું, પહલે યહ બાત રફ્ી સાહબ કે સાથ હો જાયે, તબ મૈં ગાઉંગા. 

આર. ડી.એ મોહંમદ રફ્ીને વાત કરી તો રફ્ીએ કિશોરને કહ્યું, કિશોર! અરે ગા લો ભાઈ! એટલે ગીત કિશોર કુમારના અવાજમાં રેકોર્ડ થઈ ગયું. 

પછી આર. ડી.એ ફ્લ્મિસર્જક નાસિર હુસેનને વાત કરી. ઈસ બાર નયા કુછ કરતે હૈં, થીમ સોન્ગ કિશોર સે ગવાતે હૈં. 

નાસિર હુસેને તરત વાત કાપી નાંખતાં કહ્યું, સવાલ હી પૈદા નહીં હોતા. થીમ સોન્ગ રફ્ી હી ગાયેંગે. 

આર. ડી.એ કહ્યું, માફ્ કરના, પર મૈંને સોન્ગ કિશોર કી આવાઝ મેં રેકોર્ડ કર લિયા હૈ.  

નાસિર હુસેન ઘડીભર વિચારમાં પડયા. પછી કહે, તો વો વર્ઝન હીરો કે બાપ કો દે દો. પરિણામે આ ગીત મોહંમદ રફ્ી પાસે પણ રેકોર્ડ કરાવવાનું થયુંંં. 

મોહંમદ રફ્ી કહે, કિશોરવાલા વર્ઝન ભી ફ્લ્મિ મેં રખના હોગા. તભી મૈં ગાના ગાઉંગા. 

આર. ડી. કહે ઝરૂર રખેંગે. પછી રફ્ીએ પણ એ ગીત રેકોર્ડ કરાવ્યું. 

ફ્લ્મિમાં મોહંમદ રફ્ીનું ગીત શશી કપૂર ઉપર ફ્લ્મિાવવામાં આવ્યું છે અને કિશોરકુમારના અવાજમાં ગવાયેલું ગીત હીરો શશિ કપૂરના પિતાની ભૂમિકા કરતા ભારત ભૂષણ ઉપર ફ્લ્મિાવાયું છે. આ ગીત વારંવાર આવતું રહે છે. ત્રણ વખત મોહંમદ રફ્ીનું ગીત શશિ કપૂર પડદા ઉપર ગાય છે અને બે વખત કિશોરનું ગીત ભારત ભૂષણ પડદા ઉપર ગાય છે.

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો