ર્સિજયો લિયોની એક ઢેંગટેડેંગ નિર્દેશક! - Sandesh

ર્સિજયો લિયોની એક ઢેંગટેડેંગ નિર્દેશક!

 | 3:00 am IST
  • Share

વાત સાચી છે કે ખોટી, ખબર નથી, પણ એવું સાંભળ્યું છે કે એક વાર બંગાળી લેખક શરદચંદ્ર ચેટર્જીને તેમના કોઈ ચાહકે કહ્યું, ‘મને રવીન્દ્રનાથ ટાગોર કરતાં તમારું લખાણ વધુ ગમે છે.’ શરદચંદ્રે ચાહકને સમજાવ્યો, ‘હું તમારા માટે લખું છું, ટાગોર મારા માટે લખે છે.’

જેમ વાચકોના પ્યારા લેખક હોય છે એમ લેખકોના પણ પ્યારા લેખક હોય છે. આવું ફ્લ્મિ નિર્દેશકોમાં પણ બનતું હોય છે. કોપોલા, સ્કોર્સેસી જેવા દિગ્ગજ અમેરિકન નિર્દેશકો માટે ઇલિયા કઝાનનું સ્થાન ‘ગુરુ’ જેવું હતું. એ ઇલિયા કઝાન તથા તેમની ફ્લ્મિો વિશે વાતો કર્યા બાદ હવે એક અન્ય ‘ગુરુ નિર્દેશક’ વિશે વાત કરીએ.

એમનું નામ છે, ર્સિજયો લિયોની. નામ કદાચ તમે ન સાંભળ્યું હોય અને એમની ફ્લ્મિો કદાચ તમે ન જોઈ હોય તો પણ, ર્સિજયોના પ્રભાવથી મોટા ભાગે તમે પરિચિત હશો જ. એમની ફ્લ્મિશૈલીનો પ્રભાવ ધરાવતી આપણી જાણીતી ફ્લ્મિ છે, શોલે.

શોલેની કથાનો કેટલોક ભાગ અને અમુક દૃશ્યોનું ફ્લ્મિાંકન ર્સિજયો લિયોનીની ફ્લ્મિ ‘વન્સ અપોન અ ટાઈમ ઇન ધ વેસ્ટ’ નામની ફ્લ્મિથી ભારે પ્રભાવિત હતું. જેમ કે, શોલેમાં ઠાકુરના પૌત્રને ગબ્બરસિંઘે ગોળી મારે ત્યારે ગોળીના અવાજ સાથે રેલગાડીના એન્જિનમાંથી વરાળ છૂટવાનો મોટો અવાજ ભળી જાય. વગડાઉ વિસ્તારમાં રહેતા પરિવારના સભ્યોની હત્યા પછી સીધો ટ્રેનના એન્જિનનો શોટ. આ બાબત બંને ફ્લ્મિોમાં સમાન છે.

ગબ્બર પડદા પર ક્યાંય દેખાયા વિના ઠાકુરના પરિવારના સભ્યોની હત્યા કરે ત્યારબાદ ઘરમાં રહી ગયેલો નાનો છોકરો ઘરમાંથી નીકળતો દેખાય. પછી ગબ્બર પણ પડદા પર દેખાય. ગબ્બર છોકરાને ધારીને જુએ અને કશું જ બોલ્યા વિના વીંધે. આ બાબત પણ બેય ફ્લ્મિોમાં કોમન.

ર્સિજયો લિયોનીને અંગ્રેજી જરાય આવડતું નહોતું અને એમણે અમેરિકાની ભૂમિ પર ક્યારેય પગ પણ નહોતો મૂક્યો, છતાં તેમણે યુરોપની જ ભૂમિ પર અમેરિકી કાઉબોય વિશે એવી ત્રણ ફ્લ્મિો બનાવી જેને લીધે અમેરિકી કાઉબોય વિશે અમેરિકા તેમજ આખું જગત જરા જુદી દૃષ્ટિથી જોતાં થઈ ગયાં. આ તો કંઈક અંશે એવું થયું જાણે કોઈ ભારતીય જુવાનિયાને અંગ્રેજી ન આવડતું હોવા છતાં તે ભારતમાં જ રહીને, ભારતની જ ભૂમિ પર અમેરિકી સુપરહીરો વિશે એવી ધાંસુ હિન્દી-અંગ્રેજી ફ્લ્મિ બનાવે જેવી અગાઉ અમેરિકામાં પણ ન બની હોય.

ફ્લ્મિ બનાવવાની ર્સિજયોની શૈલી એકદમ નિરાળી, ‘દાદાગીરીભરી’ હતી. એમની ફ્લ્મિ પર એમની આગવી છાપ સ્પષ્ટપણે ઓળખી શકાતી. ‘કિલ બિલ’ અને ‘પલ્પ ફ્ક્શિન’ જેવી કલ્ટ ફ્લ્મિો બનાવીને જગતભરમાં પોતાની અનેરી છાપ ઊભી કરનાર અમેરિકી ફ્લ્મિમેકર ક્વેન્ટિન ટેરેન્ટિનોએ એક પુસ્તકની પ્રસ્તાવનામાં લખ્યું છેઃ ‘જે ફ્લ્મિે મને ફ્લ્મિમેકર બનવાની પ્રેરણા આપી, જે ફ્લ્મિે મને એ સમજાવ્યું કે નિર્દેશક કઈ રીતે કામ કરે છે, કઈ રીતે નિર્દેશક કેમેરા વડે ફ્લ્મિને કંટ્રોલ કરે છે, એ ફ્લ્મિ હતી વન્સ અપોન અ ટાઈમ ઇન ધ વેસ્ટ (એ જ, શોલે પર અસર છોડનારી ફ્લ્મિ). એ ફ્લ્મિ જાણે ફ્લ્મિમેકિંગ શીખવતી એક સંસ્થા હતી. એ ફ્લ્મિે દેખાડયું કે એક ફ્લ્મિમેકર તરીકે તમારે પ્રભાવ પાડવો હોય તો શું કરવું, તમારી ફ્લ્મિ પર તમારી સહી, તમારી છાપ કઈ રીતે ઉપસાવવી.’

જે પોતે આગવી છટાના માસ્ટર છે તે ટેરેન્ટિનોએ લખ્યું, ‘તમે લિયોનીથી આગળ નથી વધતા, તમે લિયોનીથી આરંભ કરો છો.’

તો, કરીએ આરંભ, આ લિયોની વિશેની શ્રેણીનો. ર્સિજયો લિયોનીનો જન્મ થયો 1929માં, ઇટાલીની રાજધાની રોમમાં. એમના પિતા વિન્સેન્ઝો પોતે એક નિર્દેશક હતા. એમની માતા મૂંગી ફ્લ્મિોની અભિનેત્રી હતાં. નિશાળમાં તે ભણતા હતા ત્યારે થોડા સમય માટે તેમનો એક સહાધ્યાયી હતો, એનિયો મોરિકોન. ત્યારે તો એ બંને થોડો સમય સાથે ભણીને છૂટાં પડી ગયાં, પરંતુ આગળ જતાં ર્સિજયો નિર્દેશક બન્યો અને એનિયો બન્યો સંગીતકાર. બંનેએ સાથે મળીને ગજબની ધૂમ મચાવી. ઉપર જેમનાં અવતરણો ટાંક્યાં છે તે પછીની પેઢીના ફ્લ્મિકાર ટેરેન્ટિનોએ પોતાની ફ્લ્મિ ‘હેટફ્ુલ એઈટ’ માટે મ્યુઝિક ડિરેક્ટર તરીકે વૃદ્ધ એનિયોને લીધેલા. ર્સિજયોના આ માનીતા સંગીતકાર એનિયો વિશે પણ એક અલગ લેખ થઈ શકે. એમની વાત ફ્રી ક્યારેક.

તો, પપ્પાને સેટ પર ફ્લ્મિો બનાવતા જોઈને બાળક ર્સિજયોને પણ ફ્લ્મિનિર્માણમાં રસ પડવા લાગ્યો અને 18ની ઉંમરે કાયદાનું ભણતર પડતું મૂકીને ર્સિજયોએ ફ્લ્મિજગતમાં ઝંપલાવ્યું.

તેમણે શરૂઆત કરી સહાયક નિર્દેશક તરીકે. તેમનાં નસીબ બહુ જ સારાં હશે કે પહેલી વાર તેમણે જે નિર્દેશકના સહાયક તરીકે કામ કર્યું એ હતા, વિટ્ટોરિયો ડી સિકા અને એ ફ્લ્મિ હતી બાયસિકલ થીવ્ઝ.

યાદ આવી એ ફ્લ્મિ? એ ફ્લ્મિ પરથી બિમલ રોયે દો બીઘા ઝમીન બનાવેલી. અનેક ફ્લ્મિ વિશ્લેષકોના મતે બાયસિકલ થીવ્ઝ આજ સુધીમાં ધરતી પર બનેલી તમામ ફ્લ્મિોમાં સૌથી શ્રેષ્ઠ ફ્લ્મિ ગણી શકાય. એ ફ્લ્મિ વિશે આ કોલમમાં કેટલાક લેખ લખી ચૂક્યો હોવાથી એ વિશે વધુ વાત નથી કહેતો, પરંતુ એટલું નોંધીને આગળ વધીએ કે બાયસિકલ થીવ્ઝ જેવી માતબર ફ્લ્મિ બનાવી રહેલા માતબર દિગ્ગજ વિટ્ટોરિયોના હાથ નીચે 18 વર્ષના સુષુપ્ત માતબર દિગ્ગજ ર્સિજયોનું ઘડતર થયું.

એમ તો પછી રોમમાં જેનું શૂટિંગ થતું હોય તેવી કેટલીક આંતરરાષ્ટ્રીય બિગ બજેટ ફ્લ્મિોમાં પણ રોમવાસી જુવાન ર્સિજયો લિયોની સહાયક તરીકે સંકળાયા. અમેરિકી સ્ટુડિયોએ બનાવેલી જગવિખ્યાત ફ્લ્મિ બેન-હરમાં પણ ર્સિજયો સહાયક નિર્દેશક તરીકે સંકળાયા હતા. માત્ર વીસ જ વર્ષની ઉંમરે ર્સિજયોએ સ્વતંત્ર નિર્દેશક તરીકે ઇટાલિયન ફ્લ્મિો બનાવવાનું શરૂ કરી દીધું. બજેટ સાવ ઓછું હોવા છતાં ફ્લ્મિને હોલિવૂડની કોઈ બિગ-બજેટનો લુક આપવામાં સારી ફવટ આવી ગયા બાદ પછી પચ્ચીસની ઉંમરે ર્સિજયોએ બનાવી એક યાદગાર, શાનદાર, ઢેંગટેડેંગ ફ્લ્મિઃ અ ફ્સ્ટિફુલ ઓફ્ ડોલર્સ, જેના હીરો હતા ક્લિન્ટ ઇસ્ટવૂડ.         

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો